Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujaratPolitics

‘નલ સે જલ’ કૌભાંડમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતાની ધરપકડ

  • ગુજરાતના રાજકારણમાં ગરમાવો
  • નલ સેજલ કૌભાંડમાં અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર ભાજપના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહીસાગર, તા.૨૧ જાન્યુઆરી ૨૦૨૬ – મહીસાગર જિલ્લામાં ગાજેલા કરોડો રૂપિયાના નલ સે જલ યોજનાના કૌભાંડમાં સીઆઈડી (CID) ક્રાઈમ દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કૌભાંડમાં ભાજપના વધુ એક હોદ્દેદારની સંડોવણી બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. CID ક્રાઈમ વડોદરા દ્વારા વડોદરા મહાનગર ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલા ભ્રષ્ટાચાર મામલે CID ક્રાઈમ વડોદરા દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસના ધમધમાટમાં અત્યાર સુધી અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. વડોદરા ભાજપના નેતા મુકેશ શ્રીમાળીની સીધી સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં અગાઉ પણ ભાજપના બે મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. પ્રાથમિક માહિતી મુજબ, આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ ૨૩ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

માત્ર નેતાઓ જ નહીં, પરંતુ આ ભ્રષ્ટાચારમાં મિલીભગત રાખનારા કોન્ટ્રાક્ટરો સામે પણ કાયદાકીય ગાળિયો કસાયો છે. CIDની તપાસમાં કોન્ટ્રાક્ટરોની મુખ્ય ભૂમિકા સામે આવતા તેમની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને કેટલાક કોન્ટ્રાક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. મહીસાગરમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની યોજનામાં થયેલા આ વ્યાપક ભ્રષ્ટાચારને લઈને CID ક્રાઈમ દ્વારા એક પછી એક ધરપકડના દોરને પગલે કૌભાંડીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં આ તપાસમાં હજુ પણ કેટલાક મોટા નામો બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.

Related posts

સરકારની સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિમાં અલ્પેશ કથિરીયાએ એક મુદ્દો ઉઠાવ્યો

Master Admin

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું

Master Admin

દરેક પડકારનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે

Master Admin
Translate »