Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

દરેક પડકારનો સામનો કરવા ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરી રહી છે

ભાજપના સ્થાપના દિવસ પર મોદીએ કહ્યું

યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન વન ઇલેક્શન – આવા તમામ વિષયો પર આજે દેશમાં ચર્ચા થઈ રહી છે : મોદી

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૬ એપ્રિલ ૨૦૨૬ — ભારતીય જનતા પાર્ટીનો આજે ૪૭મો સ્થાપના દિવસ છે. આ અવસરે ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના આગામી બે સૌથી મોટા ટાર્ગેટ જણાવ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ત્રિપલ તલાકનો કાયદો, CAA અને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ જેવા મોટા લક્ષ્યો હાંસલ કરી ચૂકી છે.

આના પછીનો નંબર યુનિફોર્મ સિવિલ કોડ અને વન નેશન વન ઇલેક્શનનો છે. તેમણે કહ્યું કે હવે આવા વિષયો પર દેશમાં ગંભીરતાથી ચર્ચા થઈ રહી છે.

ભાજપ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “આખો દેશ જાણે છે કે દરેક પડકારનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રામાણિકતાથી પ્રયાસ કરી રહી છે અને આગળ પણ કરશે. અગાઉ પણ સકારાત્મક પરિણામો મળ્યા છે અને આગળ પણ મળશે.”

તેમણે કહ્યું કે, અંગ્રેજોના સમયના સેંકડો કાળા કાયદાઓનો અંત, લોકતંત્ર માટે નવા સંસદ ભવનનું નિર્માણ, સામાન્ય સમાજના ગરીબો માટે ૧૦ ટકા આરક્ષણ, કાનૂન બનાવીને ત્રિપલ તલાક પર પ્રતિબંધ, CAA, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ… આવા અનેક કામ છે, જે ભાજપના પ્રામાણિક પ્રયાસોનું પરિણામ છે અને અમારું મિશન હજુ પણ ચાલુ છે. યુનિફોર્મ સિવિલ કોડ, વન નેશન વન ઇલેક્શન – આવા તમામ વિષયો પર આજે દેશમાં ગંભીર ચર્ચા થઈ રહી છે.”

પીએમ મોદીએ ભાજપની યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિશાળ અને પવિત્ર વટવૃક્ષની નીચે અમને સ્વચ્છ દાનત સાથે રાજનીતિમાં પગ મૂકવાની પ્રેરણા મળી. પછી શરૂઆતના કેટલાક દાયકાઓમાં અમે સંગઠન માટે નીતિઓ નક્કી કરવામાં અમારી ઊર્જા વાપરી. ત્યારબાદ એવો સમય આવ્યો જ્યારે ભાજપે પૂર્ણ નિષ્ઠાથી પોતાને એક શક્તિશાળી કેડર આધારિત પાર્ટી બનાવવામાં ઝોંકી દીધી.”

તેમણે કહ્યું કે, “અમે કાર્યકર્તાઓનો એવો વિશાળ કેડર ઊભો કર્યો, જેમનામાં સેવાભાવનાથી કામ કરવાનું સમર્પણ હતો, જેમણે પાર્ટીના સિદ્ધાંતોને પોતાના જીવનનું આદર્શ બનાવ્યું અને જેમણે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના મૂલ્યો સાથે સમાધાન સ્વીકાર્યું નથી.”

Related posts

ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

Master Admin

રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

Master Admin

પાંચમાં દિવસે ૩૯૮ જેટલાં ઉમેદવારી પત્રો ભરાયાં

Master Admin

Leave a Comment

Translate »