Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

ગાયબ થયેલા ૭૫,૦૦૦ ગરીબ બાળકો કેરળના અનાથાશ્રમમાંથી મળ્યા

૫ રાજ્યોમાંથી ગાયબ થયા હતા બાળકો

આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કિડનેપ કરીને કેરળના અનાથાલયોમાં મોકલવામાં આવ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૮ માર્ચ ૨૦૨૬ — તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં લેખક અક્ષત ગુપ્તાએ ભારતમાં બાળકોના અપહરણ અને તેમના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અંગે ગંભીર ચર્ચાઓ કરી છે. આ ચર્ચા મુજબ, સુપ્રીમ કોર્ટમાં એક અત્યંત મહત્વનો કેસ પેન્ડિંગ છે, જે પાંચ રાજ્યો—ઝારખંડ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આસામમાંથી ગાયબ થયેલા બાળકો સાથે જોડાયેલો છે.

આંકડાઓ મુજબ, આ પાંચ રાજ્યોમાંથી અંદાજે ૭૫,૦૦૦ ગરીબ બાળકો ગાયબ થયા હતા. જ્યારે પોલીસ તપાસમાં કોઈ સફળતા ન મળી, ત્યારે બાદમાં જાણવા મળ્યું કે આ તમામ બાળકો કેરળના વિવિધ અનાથાલયોમાં રાખવામાં આવ્યા હતા.
જસ્ટિસ અશોક ભૂષણ, જેઓ તે સમયે કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા, તેમણે આ મામલે CBI તપાસના આદેશ આપ્યા હતા. તપાસમાં એવું બહાર આવ્યું કે આ બાળકોને માત્ર ધર્મ પરિવર્તન કરવાના હેતુથી જ કિડનેપ કરવામાં આવ્યા હતા. કેરળના આ કેન્દ્રોમાં બાળકોના નામ બદલી નાખવામાં આવ્યા હતા, તેમનો ધર્મ પરિવર્તન કરવામાં આવ્યો હતો અને તેમનું ખતના પણ કરી દેવામાં આવ્યું હતું. વીડિયોમાં જણાવ્યા અનુસાર, જ્યારે આ બાળકોના ડ્ઢદ્ગછ ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે આ બાળકો વર્ષો પહેલા અલગ-અલગ રાજ્યોના પોલીસ સ્ટેશનમાં ગુમ થયા હોવાની નોંધણી થયેલી હતી. ઘણા બાળકો ૧ વર્ષ, ૨ વર્ષ કે ૫ વર્ષથી ગુમ હતા, જેમને આ કેન્દ્રોમાં ધાર્મિક શિક્ષણ આપીને તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું.

આ મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેને ભારતનો અત્યાર સુધીનો સૌથી ગંભીર માનવ તસ્કરી અને ધર્મ પરિવર્તનનો કેસ માનવામાં આવે છે. ગરીબ પરિવારોના બાળકોને નિશાન બનાવીને કરવામાં આવતું આ ષડયંત્ર રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક સંતુલન માટે મોટો પડકાર બની રહ્યું છે.

Related posts

ભારત અને કેનેડામાં એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ અને ઇવેન્ટ ટેકનોલોજીને આગળ વધારવા માટે ભારતક્લાઉડ અને આઈબેન્ટોસ દ્વારા વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી

Master Admin

છત્તીસગઢના દંતેવાડામાં ૬૩ નક્સલીઓએ કર્યું સરેન્ડર

Master Admin

‘રંગ બના રહે’: બર્જર પેઈન્ટ્સનું નવું કેમ્પેઈન, આપણી અંદરના રંગોની ઉજવણી

Master Admin

Leave a Comment

Translate »