Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

‘રંગ બના રહે’: બર્જર પેઈન્ટ્સનું નવું કેમ્પેઈન, આપણી અંદરના રંગોની ઉજવણી

‘રંગ બના રહે’ નવું કેમ્પેઈન બર્જરના એ વારસાથી પ્રેરિત છે, જે કંપની હંમેશા એવા ઉચ્ચ ગુણવત્તાવાળા પેઈન્ટ બનાવતી આવી છે જેનો રંગ ક્યારેય ઝાંખો પડતો નથી. આ જ ભાવનાને કંપનીએ માણસની એ શક્તિ સાથે જોડી છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાનો રંગ – એટલે કે પોતાનું અસ્તિત્વ – જીવંત રાખે છે.

 કેમ્પેઈન લાઈવ છે: 

નેશનલ | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | દેશની બીજા ક્રમની સૌથી મોટી પેઈન્ટ કંપની બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિમિટેડે પોતાની બ્રાન્ડ ઓળખને નવેસરથી રજૂ કરી છે. જેનો પાયો એક મજબૂત વિચાર પર છે, જીવન ભલે ગમે તેટલી કસોટી કરે પણ તે ક્યારેય આપણો રંગ છીનવવો ન જોઈએ. ‘રંગ બના રહે’ કેમ્પેન આ વિચારને સાકાર કરે છે અને બર્જર પેઈન્ટ્સના રંગ-સંરક્ષણના જૂના વાયદાને એક નવા, માનવીય દૃષ્ટિકોણથી રજૂ કરે છે. જ્યાં આ ક્ષેત્રની મોટાભાગની બ્રાન્ડ્સ એકસરખી દેખાય છે અને રંગને માત્ર બાહ્ય અભિવ્યક્તિ તરીકે ઉજવવામાં આવે છે ત્યાં બર્જર એક અલગ જ દૃષ્ટિકોણ સાથે પોતાની અલગ ઓળખ અને દ્રશ્ય શૈલી લઈને આવે છે.

વર્ષોથી બર્જરે રંગનું રક્ષણ કર્યું છે – હોમશિલ્ડ વરસાદ સામે, વેધરકોટ એન્ટી ડસ્ટ ધૂળ સામે અને ઈઝી ક્લિન રોજિંદા ડાઘ સામે. આ પ્રતિબદ્ધતાએ જ કંપનીના ઉત્પાદનો, તેની નવીનતાઓ અને લાખો ઘરોમાં તેનું સ્થાન ઘડ્યું છે. ‘રંગ બના રહે’ સાથે બર્જર આ જ વાયદાને દીવાલોની બહાર લઈ જઈને લોકો સુધી પહોંચાડે છે. ‘રંગ બના રહે’ જેટલી પેઈન્ટ વિશેની વાત છે, એટલી જ જીવન વિશેની પણ છે. જેમ બર્જરનો પેઈન્ટ દરેક ઋતુમાં રંગને જાળવી રાખે છે, તેમ આ કેમ્પેઈન આપણી અંદરની એ શક્તિની ઉજવણી કરે છે, જે આપણી ઓળખ અને સ્વભાવના રંગોને જીવન ગમે તેટલી કસોટી કરે તો પણ ટકાવી રાખે છે.

આ કેમ્પેઈન એક ફિલ્મથી શરૂ થાય છે જેમાં ખુશરંગી નામનું પાત્ર છે, જેના રંગો ક્યારેય ઝાંખા પડતા નથી શાબ્દિક રીતે પણ અને પ્રતીકાત્મક રીતે પણ. જેમ જીવનના દરેક વળાંકમાં તેનો જુસ્સો અડગ રહે છે. તેમ વરસાદ, ધૂળ કે તડકો કંઈ પણ તેના પર અસર કરી શકતું નથી. તેનો દિવસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ ફિલ્મ માનવીય સ્થિતિસ્થાપકતાની તાકાત ઉજાગર કરે છે. તે આપણને યાદ અપાવે છે કે સાચી તાકાત જીવનની મુશ્કેલીઓ ટાળવામાં નહીં, પણ તેમની વચ્ચે પણ પોતાનું અસલી સ્વરૂપ જાળવી રાખવામાં છે.

આ કેમ્પેઈન અંગે વાત કરતાં બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયાના એમડી અને સીઈઓ અભિજિત રોયે જણાવ્યું, “વર્ષોથી બર્જર ઇઝી ક્લિન અને એન્ટી ડસ્ટ જેવા ઉત્પાદનો દ્વારા રંગનું રક્ષણ કરવા માટે ઓળખાય છે. બ્રાન્ડના ભવિષ્ય તરફ નજર કરતાં અમે એ સવાલ પૂછ્યો કે, રંગનું રક્ષણ કરવું ખરેખર એટલે શું? અમને સમજાયું કે, આ વાત ફક્ત દીવાલો પૂરતી સીમિત નથી તે લોકો સાથે અને જીવનના ચઢાવ-ઉતારમાં પણ પોતાની ઓળખ ટકાવી રાખવાની તાકાત સાથે જોડાયેલી છે. આ જ ભાવના ‘રંગ બના રહે’ કેમ્પેનના મૂળમાં છે. એક વિશિષ્ટ ઓળખ, જે રંગ-સંરક્ષણના અમારા વાયદાને વધુ માનવીય અને અર્થપૂર્ણ રીતે રજૂ કરે છે. જેમ બર્જરના કોટિંગ્સ દરેક ઋતુમાં રંગનું રક્ષણ કરે છે, તેમ ‘રંગ બના રહે’ એ સ્થિતિસ્થાપકતાની ઉજવણી કરે છે, જે આપણને આપણી ઓળખ ગુમાવ્યા વિના જીવનના પડકારોનો સામનો કરવાની હિંમત આપે છે.”

સાઈડવેઝ કન્સલ્ટિંગના ફાઉન્ડર અભિજિત અવસ્થીએ જણાવ્યું, “અમને ફક્ત પેઈન્ટ વિશે વધુ એક કેમ્પેઈન બનાવવાનું નહોતું કહેવાયું. અમારે એવો વિચાર શોધવાનો હતો, જેના પર ફક્ત બર્જરનો જ હક હોય. પ્રોટેક્ટિવ કોટિંગ્સમાં તેની અગ્રણી ભૂમિકાએ અમને આ વાયદાને ઊંડાણપૂર્વક માનવીય બનાવવાની તક આપી. ‘રંગ બના રહે’ના કેન્દ્રમાં સ્થિતિસ્થાપકતા અને નિર્ભીક ખુશીની ઉજવણી છે જીવન ગમે તે લાવે, છતાં પોતાના રંગોને પકડી રાખવાનો શાંત પણ મક્કમ નિર્ધાર. ઓળખથી લઈને ફિલ્મ સુધી, બધું જ આ એક જ વિચારમાંથી નીકળે છે.”

આ કેમ્પેઈન ફિલ્મ વિવિધ ભારતીય ભાષાઓમાં પણ તૈયાર કરવામાં આવી છે, જેથી દેશભરના પ્રેક્ષકો સાથે જોડાણ સાધી શકાય. આ કેમ્પેઈન ટેલિવિઝન, ડિજિટલ પ્લેટફોર્મ્સ, સોશિયલ મીડિયા અને દેશભરના અન્ય વિવિધ ગ્રાહક ટચપોઈન્ટ્સ પર રજૂ કરવામાં આવશે.

== સમાપ્ત ==

Related posts

HCG કેન્સર સેન્ટર વડોદરા દ્વારા ખાસ નાટ્ય સાંજ સાથે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી

Reporter1

Scaling Hospitality: Ventive Hospitality and Marriott International Expand Partnership with 1548 rooms across 7 Hotels

Reporter1

‘ભાઈ તેરા સ્ટાર હૈ’નું પ્રથમ ગીત ‘નચ લે લલારિયા’ થયું રિલીઝ, સંગીત, મસ્તી અને ધમાકેદાર ડાન્સનો ઉત્સવ

Reporter1

Leave a Comment

Translate »