પ્રભાવ ક્ષણભંગુર હોય છે.
પ્રભાવને આપણે લાંઘી શકીએ પણ સ્વભાવને ઓવરટેક કરી શકવો મુશ્કેલ હોય છે.
મુનિનું મૌન અને ઋષિની વાણી સનાતન હોય છે.
ભારત મંડપમ્ દિલ્હી ખાતે ચાલી રહેલી સનાતનીય સંવાદી કથા ચોથા દિવસમાં પ્રવેશી.
આરંભે સનાતન સપ્તક એટલે કે સનાતન સાથે જોડાયેલી સાત વસ્તુઓ વિશેની વાત કરતા બાપુએ જણાવ્યું કે આપણે ત્યાં પંચક,અષ્ટક,સપ્તકનો બહુ જ મહિમા છે એ સપ્તકોમાં: એક-બ્રહ્મ સનાતન છે. બીજું પુરુષ સનાતન છે.જેમ અર્જુન કૃષ્ણને કહે છે કે તમે સનાતન પુરુષ છો.ત્રીજું સ્વભાવ સનાતન છે. પ્રભાવ ક્ષણભંગુર હોય છે.ચોથું જીવ સનાતન છે. પ્રભાવને આપણે લાંઘી શકીએ પણ સ્વભાવને ઓવરટેક કરી શકવો મુશ્કેલ હોય છે.બ્રહ્માંડોની સર્વોચ્ચ વાણી કૃષ્ણ કહે છે કે કુળ પણ સનાતન છે.ધર્મ સનાતન છે.સત્ય સનાતન છે.
ગણ્યા ગાંઠ્યા લોકો જ એમાં દેખાય છે.પણ એમાં આ સાતેય લક્ષણ દેખાય તો સમજવું કે એ સનાતન પુરુષ છે.
ભાગવતકાર કહે છે કે ધીરે-ધીરે બધા જ વિષયો વિરામ પામે. ભવનમાં બેસીને વૈરાગ્ય ન આવે પણ ભવનના ખૂણામાં આવે છે.આપણા ઘરનો ખૂણો, હૃદયનો અને આંખનો ખૂણો પણ સનાતન છે. મુનિનું મૌન સનાતન અને ઋષિની વાણી સનાતન હોય છે. કોઈપણ વિષય સાથે વિકાર અને સંસ્કાર જોડાયેલા હોય છે અને અસ્તિત્વથી આપણે જુદા પડી ગયા છીએ બાકી અસ્તિત્વના બધા તત્વો આપણને દસ્તક આપે છે.નિસરણીને ખીલા નથી ખાવા પડતા પણ એમાં રહેલા દાદરને ખાવા પડે છે એ પણ જણાવ્યું કે મારા ગુરુજીએ એવું બીજ વાવ્યું કે મને ફળ પણ મળ્યું અને રસ પણ મળ્યો. ચારે૦ચાર ફળ મળ્યા છે ધર્મ અર્થ જેવા તેમજ આપ રસથી સાંભળી રહ્યા છો.
જે શ્રેષ્ઠને ન માને એ નાસ્તિક છે.તમે જાણો નહીં તો કોઈ વાંધો નથી પણ માત્ર માનો તો ખરાં! જ્ઞાન કહે છે જાણો અને ભક્તિ કહે છે માનો.ભાગવતકાર ઉમેરે છે કે નિ:સહાય ઉપર દયા આવી જાય કરુણા ઉપજે એ સનાતન ધર્મનો સ્વભાવ છે.જેની સાથે આપણને ખૂબ સારું લાગે એ બુદ્ધપુરુષ એવા સજ્જનની મૈત્રી કરે એ સનાતન સ્વભાવ છે અને શ્રેષ્ઠને આદર આપે એ હાલતા ચાલતા સનાતન ધર્મ છે.
કથાને અંતે પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા,ચેર પર્સન કિરણ ચોપડા તેમજ રશિયા અને પનામાના ભારતીય રાજદૂતોએ પોત-પોતાના વિચારો રજૂ કર્યા તેમજ એ દરેકનું મેમેન્ટો ચિન્હ આપી સન્માન પણ કરવામાં આવ્યું.
Box
મનુ ભગવાને સનાતન ધર્મના ૧૦ સ્વભાવ કયા છે મનુ એટલે મન અને શતરૂપા એટલે બુદ્ધિ એમ સમજીએ તો બંનેના દાંપત્યથી માનવતત્વ ઉત્પન્ન થાય છે
ધૃતિ: ક્ષમા દમ: અસ્તેય શૌચં ઇન્દ્રીય નિગ્રહં
ધી વિદ્યા સત્યં અક્રોધો દશકં ધર્મ લક્ષણમ્
ધૃતિ એટલે ધારણ કરવું-ધીરજ રાખવી,ક્ષમા આપવી,દમન ન કરીને મનને વાળવું,અસ્તેય એટલે ચોરી ન કરવી તેમ જ આંતર બાહ્ય બંને પ્રકારની સ્વચ્છતા રાખવી,ઈન્દ્રિયો ઉપર કાબુ રાખવો,બુદ્ધિ, વિદ્યા,સત્ય,કોઈના ઉપર ક્રોધ ન કરવો-સનાતનનાં આ દશ સ્વભાવ મનુએ બતાવેલા છે.
માનસ-મહેફિલ
બહુત છાલે હૈ ઉસકે પેરો મેં;
કમબખ્ત ઉસુલોં પે ચલા હોગા!
મત પૂછો મેરા કારોબાર ક્યા હૈ;
વફાદારી કી છોટી સી દુકાન હૈ
ધોખે કે બાજારમેં!
આંખે તો બહુત અચ્છી,મગર નજર અચ્છી નહીં હૈ.
ગમ બહુત હે ખુલાસા કૌન કરેં;
મુસ્કુરા દેતા હું,તમાશા કૌન કરેં!
મેરી મૈયત પર આના તો વક્ત પર આના;
દફનાને વાલે મેરી તરહ ઇન્તજાર નહીં કરતે.
એક તુજે વહેમ હૈ કી આગાઝ-એ-ગુફતગુ હમ કરેંગે
હમ નારાજ હો જાતે તો સદીયાં ખામોશ રહેતે હૈ.
શિકાયત કી પાઈ પાઈ જોડ કર રખ્ખી થી;
ઉસને ગલે લગા કર પુરા હિસાબ ઈધર ઉધર કર દિયા!
મુજે ભેજા થા દુનિયા દેખને કો;
મેં એક ચહેરે કા ગુલામ બન ગયા.
કિતના ભટકા હોગા વો ઇન્સાન;
જમાને કો સહી રાસ્તા બતાને કે લિયે!

