Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

દુનિયાની સૌથી ઝડપી ડિજિટલ ટેક્સટાઇલ પ્રિન્ટર્સમાંથી એક ‘રોકેટ’નું ભારતમાં લોન્ચિંગ

  • ઓરેન્જ ઓ ટેક દ્વારા લોન્ચ કરેલું હાઈબ્રિડ પ્રિન્ટરથી ડિજિટલ અને રોટરી પ્રિન્ટિંગ વચ્ચેનું અંતર ઘટશે
  • ભારતમાં સ્થાપિત કરાયેલા ત્રણ મશીનો પૈકી બે સુરત અને એક મુંબઈમાં

સુરત, ગુજરાત | ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતના ટેક્સટાઇલ પ્રિન્ટિંગ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ ક્રાંતિની શરૂઆત થઈ છે. સુરત આધારિત ઓરેન્જ ઓ ટેક (Orange O Tec) દ્વારા લોન્ચ કરાયેલ રોકેટ હાઈબ્રિડ સિંગલ પાસ ડિજિટલ પ્રિન્ટરની ભારતમાં પ્રથમ ત્રણ મશીનોનું સફળ વેચાણ અને સ્થાપન થયું છે. આ સાથે ડિજિટલ અને પરંપરાગત રોટરી પ્રિન્ટિંગ વચ્ચેનું અંતર હવે નોંધપાત્ર રીતે ઘટશે.

ભારતમાં પ્રથમ ત્રણ રોકેટ પ્રિન્ટર્સ બિશેન પ્રિન્ટિંગ એન્ડ વિવિંગ મિલ્સ (મુંબઈ), શ્રીરામાનુજ ડાઈંગ  એન્ડ પ્રિન્ટિંગ મિલ્સ (સુરત) અને વેલ્યુ – એડેડ ફેશન (સુરત) ખાતે સ્થાપિત કરવામાં આવ્યા છે. અગ્રણી ટેક્સટાઇલ યુનિટ્સ દ્વારા આ ટેકનોલોજી અપનાવવાથી આગામી પેઢીની ડિજિટલ પ્રિન્ટિંગ પ્રત્યે ઉદ્યોગનો વિશ્વાસ સ્પષ્ટ થાય છે.

રોકેટ પ્રિન્ટરની વિશેષતા તેની પ્રતિદિન 75,000 મીટર સુધીની હાઈસ્પીડ ઉત્પાદન ક્ષમતા છે, જે ડિજિટલ પ્રિન્ટિંગને પરંપરાગત રોટરી પ્રિન્ટિંગની નજીક લઈ આવે છે. અત્યાર સુધી મોટા ટેક્સટાઇલ મિલ્સ ઓછી ક્ષમતાવાળા ડિજિટલ પ્રિન્ટર્સને કારણે સંકોચ અનુભવતા હતા, પરંતુ રોકેટ સાથે હવે મોટા પાયે ડિજિટલ પ્રિન્ટિંગ શક્ય બન્યું છે.

રોકેટ હાઈબ્રિડ પ્રિન્ટર છે, જેમાં ડિજિટલ ઇન્કજેટ પ્રિસીઝન, રોટરી સ્ક્રીન જેવી ઉત્પાદન ક્ષમતા અને ઇનલાઈન કોટિંગ ટેકનોલોજીનું સંયોજન છે. આ મશીન ફેબ્રિક કોટિંગ, બાઈન્ડિંગ, ફોઈલ વર્ક, બ્લોચ ઇફેક્ટ્સ, મેટાલિક અને ટેક્સચર્ડ ફિનિશ જેવી પ્રીમિયમ એપ્લિકેશન્સ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવે છે.

ખર્ચની દૃષ્ટિએ જોઈએ તો રોકેટનો પ્રતિ મીટર ખર્ચ રોટરી પ્રિન્ટિંગ કરતાં માત્ર 15થી 20 ટકા વધુ છે, પરંતુ ઓછું મૂડીરોકાણ, ઓછી જગ્યા, ઓછા કામદારો અને લગભગ શૂન્ય વેસ્ટેજ જેવા ફાયદાઓ તેને વધુ લાભદાયી બનાવે છે. ડિજિટલ પ્રિન્ટિંગથી ડિમાન્ડ મુજબ ઉત્પાદન શક્ય બનતાં 7-8 ટકા વેસ્ટેજની સમસ્યા દૂર થાય છે.

પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ રોકેટ મહત્વપૂર્ણ છે. આ ટેકનોલોજીમાં ઓછું પાણી વપરાય છે, પ્રદૂષણ ઘટે છે અને પાણીનું રિસાયક્લિંગ સરળ બને છે, જે ઈએસજી લક્ષ્યો તરફ ઉદ્યોગને આગળ ધપાવે છે.

ઓરેન્જ ઓ ટેકનું મજબૂત આફ્ટરસેલ્સ નેટવર્ક, સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધતા અને ગ્રાહક કેન્દ્રિત અભિગમ અપનાવનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કંપની ઇન્ટિગ્રેટેડ સીઆરએમ અને એઆઈ આધારિત સપોર્ટ ધરાવતી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાની યોજના ધરાવે છે.

ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે રોકેટ પ્રિન્ટર પરંપરાગત સિસ્ટમની ઝડપ સાથે ડિજિટલ ટેકનોલોજીથી ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક નવી દિશા સ્થાપિત કરશે.

≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡

Related posts

શાનદાર ડીલ્સ સાથે ઉનાળાના વેકેશનમાં ધૂમ મચાવવા માટે Amazon.in પર આવી ગયું છે. સીઝનનું નવું વિશ લિસ્ટ: રિમોટ કન્ટ્રોલ કાર, હૉટ વ્હિલ્સ અને લીગો સેટ્સથી માંડીને સ્વિમિંગ પૂલ અને ક્રિકેટ કિટ્સ સુધી બધું જ Amazon.in પર મેળવો

Master Admin

Marriott Bonvoy and Manchester United Invite the Club’s Most Passionate Fans for a Once-in-a-Lifetime Stay in The Captain’s Suite Inspired by Legend Gary Neville 

Reporter1

પેરાશુટ એડવાન્સ્ડ ગોલ્ડ ‘કોકોનટ પોની’ની ઉજવણી કરે છે, માતાઓ દ્વારા તૈયાર કરાયેલ એક કાયમી બાળપણની યાદ

Reporter1

Leave a Comment

Translate »