Nirmal Metro Gujarati News
business

3.13 લાખ વેજ બર્ગરના ઓર્ડરથી લઇને સ્વિગી ડાઇનઆઉટ ઉપર રૂ.4.32 કરોડની બચત સુધી… સુરત સ્વિગીનાવર્ષ 2025 પર એક નજર

  • આલૂ પૂરી (દરરોજ સવારે લગભગ 51 ઓર્ડર) શહેરનો સૌથી મનપસંદ બ્રેકફાસ્ટ રહ્યો, ત્યારબાદ ઇડલી અને સમોસા ઉપર પસંદગી ઉતરી
  • 2025માં સુરત જંક્શન ઉપર ફૂડ ઓન ટ્રેન દ્વારા ઓર્ડરમાં 230%નો વધારો જોવા મળ્યો
  • 99 સ્ટોર ઉપર, લગભગ 178 વેજ બર્ગર દરરોજ ઓર્ડર કરવામાં આવ્યાં હતા, જે સૌથી વધુ ઓર્ડર કરાતી ડિશ હતી

સુરત, ગુજરાત | ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ — સુરતનો ખોરાક પ્રત્યેનો પ્રેમ સદીઓ જૂનો છે, જે 16મી સદીમાં વિકસેલા સમુદ્ર વેપાર કેન્દ્ર તરીકે ઇતિહાસ સાથે જોડાયેલો છે. ઐતિહાસિક શહેરથી માંડીને ડિજિટલ યુગ સુધી તેની અનેક શેરીઓ “ખાઉધરી ગલીઓ”માં ફેરવાતી જોવા મળી છે, જ્યાં લોકો પોતાના પરિવાર સાથે મોડી રાત્રે પોતાની મનપસંદ વાનગીઓ અને નાસ્તાઓની મિજબાની માણતાં જોવા મળે છે.

ભારતમાં સ્વિગીની સફર કેવી રહી તેની ઝલક હેઠળ સુરતીઓની ખાદ્યપસંદગીઓ ઉપર નજર કરો, જે વિતેલા વર્ષમાં તેમની ફૂડ હેબિટ્સનું રસપ્રદ ચિત્ર પૂરું પાડે છે.

શહેરની ફેવરિટ્સ

  • કાર્ટમાં સૌથી ટોચ પર વેજિટેરિયન ડિશ છે. 13 લાખ ઓર્ડર સાથે વેજ બર્ગર શહેરની સૌથી વધુ ઓર્ડર કરાયેલી ડિશ તરીકે ઉભરી આવી છે. ત્યારબાદ 2.25 લાખ ઓર્ડર સાથે વેજ થાળી તે તેની સૌથી નજીક છે. પનીર ગ્રેવીના 2.24 લાખ ઓર્ડર મળ્યાં છે, જે નાસ્તા અને પરિચિત ભોજન માટે શહેરની પસંદગી બતાવે છે.
  • ડેઝર્ટની પસંદગીઓમાં સુરતીઓનો ઝૂકાવ પરંપરાગત વાનગીઓ તરફ ઢળતો જોવા મળે છે. આ યાદીમાં ગુલાબ જાંબુસૌથી ટોચે છે, ત્યારબાદ કાજુ બરફી અને ચોકોલેટ કેક છે. સુરતીઓએ ઓર્ડર કરેલા ટોપ 10 ડેઝર્ટમાં બૂંદી લડ્ડુ, મેંગો પેંડા અને ચુરમા લડ્ડુનો પણ સમાવેશ થાય છે.
  • શહેરની સવારની પસંદગી ક્લાસિક છે. બ્રેકફાસ્ટના ઓર્ડરમાં આલૂ પૂરી (પ્રતિ દિન લગભગ 51 ઓર્ડર) સૌથી ટોચ પર છે, ત્યારબાદ ઇડલી અને સમોસા ઉપર પસંદગી ઉતારવામાં આવી છે. બીજી તરફ સવારની શરૂઆત કરવા માટે મનપસંદ નાસ્તામાં કોર્ન ઢોકળા અને વેજ ઢોસાનો પણ સમાવેશ થાય છે.
  • સ્નેક-ટાઇમ (બપોરે 3થી સાંજે 7) દરમિયાન સ્ટ્રીટ-ફૂડ ઉપર વધુ પડતો ઝૂકાવ જોવા મળે છે. દરરોજ સાંજે 208 ઓર્ડર સાથે આ લિસ્ટમાં વેજ બર્ગર સૌથી ટોચ ઉપર છે, જ્યારે ત્યારબાદ વેજ વડા પાંઉ પિઝા (દરરોજ સરેરાશ 186 ઓર્ડર) અને વેજ સેન્ડવિચની પસંદગી જોવા મળે છે, જે સાબિત કરે છે કે સ્નેક ટાઇમમાં સુરતીઓની પસંદગીઓ ટ્વિસ્ટ ધરાવે છે. ટોપ 5ની યાદીમાં વેજ રોલ અને વેજ પિઝાપણ સામેલ છે.
  • લેઇટ નાઇટ્સ (રાત્રે 12થી 2 વાગ્યાં સુધી) મિજબાની પણ હવે વધુને વધુ લોકપ્રિય બની રહી છે, જેના ઓર્ડરમાં ગત વર્ષની સરખામણીમાં 40%થી વધુ વૃદ્ધિ નોંધાઇ છે. આ ચાર્ટમાં બર્ગર સૌથી ટોચ પર છે, જ્યારે ટોપ 5 ઓર્ડર કરાયેલા ફૂડની સૂચીમાં ચિકન બર્ગર અને આલૂ બર્ગરનો પણ સમાવેશ થાય છે. વેજ પિઝા પણ ફેવરિટ છે, જે લેઇટ નાઇટ ઓર્ડર કરાતી ડિશમાં ત્રીજા ક્રમ ઉપર છે.
  • સુરતના લોકોએ ઉતારેલી પસંદગીમાં પ્રાદેશિક વિશેષ રસ જોવા મળે છે. જેમાં પંજાબી વાનગીઓમાંગત વર્ષની સરખામણીએ 21%ની વૃદ્ધિ નોંધાઈ છે અને મહારાષ્ટ્રીયન અને આંધ્ર વાનગીઓમાં પણ 18%થી વધુ વૃદ્ધિ જોવા મળી છે.
  • સુરતની ખાદ્યપસંદગીઓમાં કિંમતોનો પ્રભાવ પણ વિશેષ જોવા મળે છે. 99 સ્ટોર ઉપર, દરરોજ આશરે 178 વેજ બર્ગરનો ઓર્ડર થતો જોવા મળે છે, જે તેને સૌથી વધુ ઓર્ડર કરાતી ડિશ બનાવે છે. વેજ થાળી બીજા ક્રમે છે, જ્યારે ચિકન બર્ગર ત્રીજા ક્રમે છે.
  • ટ્રાવેલ-ટાઇમ ખાણી-પીણીઓમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે. 2025માં સુરત જંક્શન ઉપર ટ્રેનમાંથી ફૂડ આઇટમના પ્રાપ્ત થતા ઓર્ડરમાં 230%ની જોરદાર વૃદ્ધિ જોવા મળી છે, જે તે બાબત રેખાંકિત કરે છે કે ફૂડ ડિલિવરી કેવી રીતે મુસાફરીનો આવશ્યક ભાગ બની ગયો છે.
  • વર્ક એન્ડ ફૂડ? નો પ્રોબ્લેમ. ડેસ્કઇટ્સ ઉપર, મેકઆલૂ ટિક્કી બર્ગર દરરોજ સરેરાશ 183 ઓર્ડર સાથે સૌથી વધુ ઓર્ડર કરાયેલી ડિશ છે. જ્યારે ક્રિસ્પી વેજ બર્ગર અને ફ્રાય પણ કોર્પોરેટ્સ પ્રોફેશનલ્સની ટોચની પસંદગી છે. એક ગ્રાહકે શહેરના સિંગલ ઓર્ડરમાં 100 પિઝા મેકપફ અને મેકવેઝી બર્ગર અને 1 કોરિયન મેકઆલૂ ટિક્કી બર્ગરનો ઓર્ડર કર્યો હતો. અહીં કોઈ ઓફિસ પાર્ટીનું આયોજન થયું હશે!
  • પ્રોટીન વાસ્તવિક MVP છે. 18 લાખ ઓર્ડર સાથે, હાઇ-પ્રોટીન ફૂડ શહેરમાં એક સ્ટેન્ડઆઉટ કેટેગરી તરીકે ઉભરી આવી છે.

બોલ્ટ સાથે ક્વિક ફૂડ ડિલિવરી શક્ય બની

  • બોલ્ટ ઉપર, વેજ બર્ગર, આલૂ બર્ગર અને પનીર ગ્રેવીની મિજબાની ઝડપી ડિલિવરી માટે ફેવરિટ્સ છે.
  • કાજુ કતરી બોલ્ટ ઉપર સૌથી વધુ ઓર્ડર કરાયેલું ડેઝર્ટ છે. અન્ય મનપસંદ ડેઝર્ટમાં ગુલાબ જાંબુ, રસગુલ્લા, અંગૂર રબડી, મોતીચૂર લડ્ડૂ અને કલાકંદનો સમાવેશ થાય છે.
  • વેજ બર્ગર સાથે લેઇટ નાઇટ ખાણી-પીણીમાં (રાત્રે 12થી 2)માં બર્ગર સૌથી મનપસંદ સ્નેક આઇટમ બનીને ઊભરી છે, અને આલૂ બર્ગર અને ચિકન બર્ગર ટોપ 5 ડિશમાં ઓર્ડર કરાતી ફૂડ આઇટમમાં સામેલ છે. ગ્રાહકોએ પોતાના સૌથી મનપસંદ ઠંડા પીણા તરીકે કાજુ શેક ઉપર પસંદગી દર્શાવી છે, જે બોલ્ટ ઉપર બીજી સૌથી વધુ ઓર્ડર કરાયેલી ખાદ્યસામગ્રી છે.
  • છેલ્લી ઘડીની જરૂરિયાત? શહેરમાં સૌથી મોટો બોલ્ટ ઓર્ડર, દિવાળીની ઉજવણી પહેલા ગ્રાહક દ્વારા 4 દિવાળી લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સનો ઓર્ડર કર્યો હતો.

આ જોવા મળેલા વલણો ઉપર વિગતવાર માહિતી આપતાં સ્વિગી ફૂડ માર્કેટપ્લેસના ચીફ બિઝનેસ ઓફિસર સિદ્ધાર્થ ભાકૂએ જણાવ્યું હતું કે,“સમગ્ર ભારત ત્યારે પોતાની મનપસંદ વાનગીઓની મિજબાની કરી રહ્યું છે ત્યારે 2025માં ફૂડ આપણાં રોજિંદા જીવન અને ઉજવણીનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે. સુરત શહેરમાં, અમને પરંપરાગત વાનગીઓ અને સમગ્ર દેશની મનપસંદ ફૂડ આઇટમને સુવિધાયુક્ત રીતે મેળવવાના વલણ વચ્ચે અદ્ભુત સમતુલા જોવા મળી રહી. લેઇટ નાઇટ સ્નેક્સ મંચિગથી માંડીને પ્રિમિયમ ડાઇનિંગ આઉટ સુધી, સુરતેપોતાની ખાદ્યપસંદગીઓ મારફતે ભવ્ય ખાદ્યવારસાનું પ્રદર્શન કર્યુ છે. ફૂડ એક ભાવના છે અને અમે શહેરના દરેક ખૂણે ખૂણે વન મીલ, વન સેલિબ્રેશન સાથે અદ્રિતીય ફૂડ એક્સપિરિયન્સ પુરો પાડવા માટે કટિબદ્ધ છીએ.”

ડાઇનિંગ આઉટ

  • સુરતના ડાઇનિંગ આઉટ કેટેગરીમાં 2025માં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. સ્વિગી ડાઇનઆઉટ મારફતે, 22 લાખ ડિનર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરે એકંદરે રૂ.4.32 કરોડની બચત કરી હતી, જે મૂલ્ય-આધારિત આઉટિંગ્સની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 57.6%નો મજબૂત વૃદ્ધિ સૂચવે છે.
  • મોટી ઉજવણીઓ હંમેશા મોટી બચતમાં પરિણમતી હોવાનું જોવા મળે છે.એક ગ્રાહકે સિંગલ બૂકિંગમાં અત્યાર સુધી નોંધાયેલી સૌથી વધુ રૂ.25,175ની બચત કરી હતી.
  • ગ્રેટ ઇન્ડિયન રેસ્ટોરન્ટ ફેસ્ટિવલ (GIRF) 2025 દરમિયાન, સુરતે સામૂહિક રીતે રૂ.7.14 કરોડની બચત કરી હતી, જે ઉજવણીને ખૂબ જ મૂલ્યવાન અનુભવમાં રૂપાંતર કરે છે.
  • બહાર જમવા માટે વિશેષ પ્રસંગો ઉજવણીની મહત્ત્વપૂર્ણ ક્ષણ બની રહ્યાં છે. ફાધર ડે નિમિતે વિશેષ આઉટિંગ સેલિબ્રેશન જોવા મળ્યું હતું, જેમાં રૂ.37,174નું સૌથી વધુ બિલ નોંધાયું હતું.

અને રસપ્રદ માહિતીમાં ઉમેરો કરતાં, 2025 દરમિયાન ભારતના કેટલાક ફૂડ ટ્રેન્ડ્સ નીચે મુજબ છે

  • એક દાયકાથી સૌથી મનપસંદ ફૂડ આઇટમ હોવાનો રેકોર્ડ ધરાવતી બિરયાની આ વર્ષે પણ ટોચ પર છે!2025માં 93 મિલિયન બિરયાનીના ઓર્ડર સાથે (એટલે કે પ્રતિ મિનિટ 194 ઓર્ડર અને દર સેકંડે 25 બિરયાનીનો ઓર્ડર), તે નિર્વિવાદિત રીતે ગ્રાહકોની નંબર 1 પસંદગી છે. આ વાત સાબિત કરે છે કે ટ્રેન્ડ્સ ભલે આવે કે જાય, આ સુંગધીદાર વાનગી માટે ભારતીયોનો પરંપરાગત પ્રેમ હંમેશા બરકરાર રહેવાનો છે. સૌથી વધુ સંખ્યામાં રિપીટ ઓર્ડર્સની સાથે બિરયાનીના વિશ્વમાં ચિકન બિરયાની (57.7 મિલિયન ઓર્ડર) સૌથી પસંદ કરાયેલી બિરયાની છે.
  • 2 મિલિયન ઓર્ડર સાથે બર્ગર સૌથી વધુ પસંદ કરાયેલું સ્નેક છે, ત્યારબાદ પિઝાના 40.1 મિલિયન ઓર્ડર નોંધવામાં આવ્યાં હતાં. 26.2 મિલિયન સાથે વેજ ઢોસા ભારતીયોની વધુ એક ફેવરિટ ડિશ છે, જે સાબિત કરે છે કે આ ક્રિસ્પી, ગોલ્ડન ક્લાસિક ફૂડીઝની મનપસંદ ફૂડ આઇટમ છે.
  • સ્નેક ટાઇમ (બપોરે 3થી સાંજે 7) એક એવો સમય છે જ્યારે આપણે બધા કંઇકને કંઇક નાસ્તો કરવાનું પસંદ કરીએ છીએ. બર્ગર સૌથી વધુ ઓર્ડર કરાયેલું સ્નેક છે, જેમાં ચિકન બર્ગર સૌથી ઉપર (3 મિલિયન ઓર્ડર) અને વેજ બર્ગર 4.2 મિલિયન ઓર્ડર સાથે બીજા ક્રમ ઉપર છે. અન્ય પસંદગીના સ્નેક્સ ચિકન રોલ (4.1 મિલિયન ઓર્ડર), વેજ પિઝા (3.6 મિલિયન ઓર્ડર) અને ચિકન નગેટ્સ (2.9 મિલિયન ઓર્ડર) છે.
  • 2025માં સ્નેક ટાઇમ (બપોરે 3થી સાંજે 7) દરમિયાન 42 મિલિયન સમોસા અને 2.9 મિલિયન અદરક ચા સાથે ચા-સમોસા ભારતીયોની પસંદગીની સ્નેક આઇટમ છે.
  • ડેઝર્ટ ડિલાઇટઃ 9 મિલિયન ઓર્ડર સાથે વ્હાઇટ ચોકોલેટ કેક ચાર્ટમાં ટોપ પર છે ત્યારે 2025માં દેશી ફેવરિટ્સ માટે પણ વિશેષ પસંદગી જોવા મળી હતી. ઓર્ડર કરાયેલા ટોપ 3 ડેઝર્ટમાં ચોકોલેટ કેક (5.4 મિલિયન ઓર્ડર) અને ગુલાબ જાંબુ (4.5 મિલિયન ઓર્ડર)નો સમાવેશ થાય છે. ભારતીય મીઠાઇઓમાં કાજુ બરફી (2 મિલિયન ઓર્ડર) અને બેસન લડ્ડુ (1.9 મિલિયન ઓર્ડર) સાથે અનુક્રમે 2જા અને 3જા સ્થાને છે.
  • 3 મિલિયન ડાર્ક ચોકોલેટ આઇસક્રીમ અને 2.6 મિલિયન ચોકોલેટ સન્ડેઝ ઓર્ડર સાથે આઇસક્રીમમાં સમગ્ર વર્ષ દરમિયાન ચોકોલેટ ફ્લેવર ઉપર સૌથી વધુ પસંદગી ઉતારવામાં આવી હતી.
  • વૈશ્વિક વાનગીઓની પણ હવે કાર્ડમાં એન્ટ્રી જોવા મળી છે, જેમાં મેક્સિકન (16 મિલિયન ઓર્ડર), તિબેટિયન (12 મિલિયન+ ઓર્ડર), કોરિયન (7 મિલિયન ઓર્ડર) વાનગીઓ ગ્રાહકોની સૌથી પસંદગીની વાનગીઓ બની રહી છે.2025માં માચા સૌથી વધુ સર્ચ કરાયેલી વૈશ્વિક વાનગી હતી.
  • સ્થાનિક વાનગીઓની પસંદગી સાથે હાઇપરલોકલ નવી ઓથેન્ટિક વાનગી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં પહાડી વાનગીએ 9x વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે માલબારી, રાજસ્થાની, રાલવાની અને અન્ય પ્રાદેશિક વાનગીઓમાં પણ લગભગ બે ગણો વધારો જોવા મળ્યો છે.
  • કોઇપણ શંકા વગર, મીલટાઇમ માટે ડિનર સૌથી મોટો બાહુબલી છે, જેમાં લંચ ઓર્ડર કરતાં આશરે 32% વધુ ઓર્ડર જોવા મળે છે.
  • મોટું મન, મોટી ઉજવણીઃ હૈદરાબાદમાં એક ગ્રાહકે સિંગલ ઓર્ડરમાં રૂ.47,106 ખર્ચ્યા હતા અને ફેસ્ટિવ સમયગાળાની શરૂઆતમાં ઓગસ્ટમાં ડ્રાય ફ્રુટ કૂકીઝ ગિફ્ટ પેકના 65 બોક્સનો ઓર્ડર કર્યો હતો.
  • મુંબઇના એક ફૂડીઝે “ડાઇનિંગ ઓલ ધ ડે”ની વ્યાખ્યા નવેસરથી કરી છે અને 2025માં 3,196 ફૂડ ઓર્ડર કર્યા છે. તે લગભગ દરરોડના 9 ફૂડ ઓર્ડર છે – જે દેશમાં સૌથી વધુ હતા.
  • જ્યારે જબરજસ્ત ભૂખ લાગી હોય ત્યારે બોલ્ટ સાથે ઝડપી ફૂડ ડિલિવરી એક સરળ વિકલ્પ છે. સૌથી વધુ સંખ્યામાં ડિલિવરી બેંગલુરુમાં જોવા મળી હતી, ત્યારબાદ હૈદરાબાદ અને મુંબઇનું સ્થાન જોવા મળે છે. બોલ્ટ ઉપર અમદાવાદ, જયપુર, વિઝાગ અને કોચી પણ બોલ્ટ માટે ઊભરી રહેલા બજાર છે.
  • રસપ્રદ રીતે, મુંબઇમાં એક ગ્રાહકે 99 સ્ટોર ઉપર 15 દમ ચિકન બિરયાની, 10 પ્લેટ ચિકન મીટબોલ કબાબ, 5 પ્લેટ ફલાફલે ખાસ અને પેપર પનીર બિરયાની અને 100 ગુલાબ જાંબુના ઓર્ડર કર્યા હતા. કોઇ મોટી પાર્ટીનું આયોજન હશે!
  • અમારા પ્રયત્નોને સાર્થક બનાવવામાં અમારા ડિલિવરી પાર્ટનર્સનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે, જેમણે તેની ખાતરી કરી છે કે ગરમાગરમ ભોજન સાથે તમારા ચહેરા ઉપર હાસ્ય લાવીને તમારી ભૂખ સંતોષે છે! અમારા ડિલિવરી પાર્ટનર્સે આ વર્ષે 24 બિલિયન કિલોમીટરની સફર કરી હતી – જે કાશ્મીરથી કન્યાકુમારી સુધી 3,40,000 વખત અંતર કાપવા બરાબર છે અને તે પણ ચાની ચુસ્કી માટે ઊભા રહીને!
  • બેંગલુરુના અમારા ડિલિવરી પાર્ટનર મોહમ્મદ રાઝિકે આ વર્ષે અદ્ભુત11,718 ઓર્ડર ડિલિવર કર્યા છે, જ્યારે 2025માં ચેન્નાઇના અમારા ડિલિવરી પાર્ટનર પૂનગોદી 8196 ઓર્ડર ડિલિવર કરીને મહિલા પાર્ટનર્સમાં સૌથી આગળ છે.

≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡≡

Related posts

New Shapes, More Fun! Alpenliebe Juzt Jelly launches Jungle Land and Fruity Salad, to create more playful moments

Reporter1

Ahmedabad kicks off Navratri celebrations with BNI Garba Night

Reporter1

Mukka Proteins Limited Strengthens Alternative Protein Portfolio with Strategic Acquisition of FABBCO, Fuels Rapid Expansion into New Cities

Reporter1

Leave a Comment

Translate »