Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

સાઉથ આફ્રિકન ટુરીઝમ ભારતમાં તેનો 22મો વાર્ષિક બહુશહેરી રોડશો પાછો લાવી

પાંચ શહેરી ઈન્ડિયા રોડશો મુંબઈ, બેન્ગલોર, અમદાવાદ, કોલકતા, દિલ્હીમાં યોજાશે, જેમાં 41 પ્રદર્શનકારીઓ ભાગ લેશે અને નવી પ્રોડક્ટ ઓફરો પ્રદર્શિત કરાશે, જે ભારતીય ટ્રેડ પાર્ટનર્સ માટે સાઉથ આફ્રિકાના ઉત્ક્રાંતિ પામતા પોર્ટફોલિયો પર ભાર આપે છે.


નેશનલ | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ — ભારતીય બજાર પ્રત્યે દીર્ઘ સ્થાયી કટિબદ્ધતા પર ભાર આપતાં સાઉથ આફ્રિકન ટુરીઝમ દ્વારા આજે તેના વાર્ષિક ઈન્ડિયા મલ્ટી- સિટી રોડશોની 2026ની એડિશન જાહેર કરી હતી. આ પહેલ ભારતના અવ્વલ ટ્રાવેલ ટ્રેડ એક્ઝિબિશન આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્ટ (ઓટીએમ) મુંબઈ 2026 ખાતે તેના સહભાગ સાથે શરૂ થઈને ઊંડા ઉદ્યોગ સહભાગ અને જોડાણો માટે મંચ સ્થાપિત કરશે. મજબૂત વેપાર પ્રવાસ માગણી અને સક્ષમ વિઝિટ્સ ટુ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્ઝ (વીએફઆર)થી પ્રેરિત ભારતમાં સાઉથ આફ્રિકાથી મજબૂત પ્રવાસના પ્રવાહો ઊંડાં કમર્શિયલ જોડાણો અને લોકોથી લોકો જોડાણો પ્રદર્શિત કરતાં રોડશો ટુરીઝમ ભાગીદારીઓ મજબૂત બનાવવા અને રેસિપ્રોકલ ટ્રાવેલને ઉત્પ્રેરિત કરવા માટે મુખ્ય મંચ તરીકે કામ કરશે. સાઉથ આફ્રિકન ટુરીઝમની અર્થપૂર્ણ વેપાર સહભાગ અને સક્ષમ બજાર વિકાસ પર એકાગ્રતા સાથે સાઉથ આફ્રિકન ટુરીઝમ રોડશો 2026 હવે 5-7 ફેબ્રુઆરી, 2026ના યોજાશે, જે પછી ચાર વધારાનાં ભારતીય શહેરોનો આવરી લેવાશે, જેમાં બેન્ગલોર, અમદાવાદ, કોલકતા અને દિલ્હીમાં 9-12 ફેબ્રુઆરી વચ્ચે યોજાશે, જે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટુરીઝમ જોડાણો વધુ મજબૂત બની રહ્યાં હોવાનો સંકેત આપે છે.

સાઉથ આફ્રિકાની અગ્રતાની સ્રોત બજારમાંથી એક તરીકે ભારત દેશની ઈનબાઉન્ડ ટુરીઝમ વૃદ્ધિની વ્યૂહરચનાના કેન્દ્રમાં છે. 2026નો રોડશો ભારતીય ટ્રેડ હિસ્સાધારકોને બહેતર વેપાર નેટવર્કિંગની તકો, ડેસ્ટિનેશન ઈનસાઈટ્સ અને સાઉથ આફ્રિકાના ટુરીઝમના ઉદ્યોગ આગેવાનો સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરવાની તક આપશે. હવે 22મી એડિશનમાં રોડશો ભારત માટે નવી બજાર વ્યૂહરચના રજૂ કરશે, જેમાં ઉત્ક્રાંતિ પામતી પ્રવાસની અગ્રતાઓ, ઊભરતા પ્રવાસના સેગમેન્ટ્સ અને નવા પ્રાદેશિક અનુભવો પર પ્રકાશ પાડશે. આ પહેલની આગેવાની સાઉથ આફ્રિકન ટુરીઝમના એશિયા, ઓસ્ટ્રેલેશિયા અને મિડલ ઈસ્ટ માટે રિજનલ જનરલ મેનેજર શ્રી કોબાની મેન્કોટાયવા કરશે અને તેમનું લક્ષ્ય ગત વર્ષોમાં ઊપજેલી મજબૂત ગતિનો લાભ લેવાનું છે.

ભારતીય ટ્રેડ બાયર્સ સાથે જોડાણ મજબૂત બનાવતાં રોડશોમાં સાઉથ આફ્રિકાના 41 પ્રદર્શનકારી ભાગ લેશે, જેમાં 8 એસએમએમઈનો સમાવેશ થાય છે, જે સાઉથ આફ્રિકન ટુરીઝમે સમાવેશક વૃદ્ધિ અને પ્રોડક્ટ ડાઈવર્સિફિકેશન પર એકધારી એકાગ્રતા ચાલુ રાખી હોવાનું પ્રદર્શિત કરે છે. નોંધનીય રીતે 17.1 ટકા સહભાગી પ્રદર્શનકારીઓ નવી પ્રોડક્ટો અને અનુભવો રજૂ કરીને સાઉથ આફ્રિકાની ટુરીઝમ ઓફરની આગળ લાવતાં નવાં પરિપ્રેક્ષ્યો અને ઓછા ત્રાત ડેસ્ટિનેશન્સ ઉજાગર કરશે.

આ અવસરે બોલતાં શ્રી મેનકોટાયવાએ જણાવ્યું હતું કે, “ભારત સાઉથ આફ્રિકન ટુરીઝમ માટે મહત્ત્વપૂર્ણ વૃદ્ધિનો પ્રેરક રકહ્યો છે. અમારા રોડશોને પ્રતિસાદ અગ્રતાનાં લાંબા અંતરના ડેસ્ટિનેશન તરીકે સાઉથ આફ્રિકામાં વિશ્વાસ અને મજબૂત ભૂખ સતત પ્રદર્શિત કરે છે. આ રોડશો થકી અમારું લક્ષ્ય અમારા ભારતીય ટ્રેડ પાર્ટનર્સને ઊંડા ડેસ્ટિનેશન જ્ઞાન, નવી પ્રોડક્ટ ઈનસાઈટ્સ અને ભારતમાંથી પર્યટકોના અરાઈવલ્સ વધારવા માટે વ્યૂહાત્મક સાધનો સાથે સશક્ત બનાવવાનું છે.”

ભારત મુખ્ય સ્રોત બજાર રહેવા સાથે લાંબા ગાળાના દ્વિપક્ષી ટુરીઝમ અને ટ્રેડ સંબંધોને મજબૂત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર પણ છે. બહેતર પ્રવાસ પહોંચક્ષમતા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ઈટીએ) સિસ્ટમ જેવી પહેલો સાથે અગ્રક્રમે રહી છે અને ટ્રસ્ટેડ ટુર ઓપરેટર સ્કીમ (ટીટીઓએસ) ભારતીય પ્રવાસીઓ માટે આસાન અને ઝડપી વિઝા પ્રક્રિયાને માર્ગ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સીધા ફ્લાઈટ રુટ્સની સંભવિત રજૂઆતો સહિત હવાઈ જોડાણ સુધારવા આસપાસ ચર્ચાવિચારણા પણ ચાલી રહી છે.

2026 તરફ આગળ જોતાં સાઉથ આફ્રિકન ટુરીઝમે સાહસના શોખીનો, લક્ઝરી પ્રવાસીઓ, ફેમિલી હોલીડે મેકર્સ અને માઈસ સેગમેન્ટ સહિત અગ્રતાના પ્રવાસી સેગમેન્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતની આઉટબાઉન્ડ ટ્રાવેલ પ્રોફાઈલ ખાસ કરીને 31-50 વયવર્ષના પ્રવાસીઓ અને રોમાંચક, અનુભવ પ્રેરિત આઈટિનરીઓમાં વધતી રુચિ સાથે મુખ્ય નોકરિયાત ઉંમરના સમૂહોમાં જોવા મળતી વૃદ્ધિ સાથે ઉત્ક્રાંતિ પામવાનું ચાલુ જ છે. માઈસ અને બિઝનેસ ટ્રાવેલ સેગમેન્ટ્સ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ રહ્યા છે, જે એકત્રિત રીતે ભારતીય અરાઈવલ્સના નોંધપાત્ર હિસ્સાનું યોગદાન આપે છે, જે લીઝર અને બિઝનેસ ટ્રાવેલ માટે પણ ડેસ્ટિનેશન તરીકે સાઉથ આફ્રિકાનું આકર્ષણ અધોરેખિત કરે છે.

પહોંચક્ષમતા, વેપાર સહભાગ અને ડેસ્ટિનેશન વાર્તાકથન આસપાસ સક્ષમ પ્રયાસો અને 2027 ઓડીઆઈ વર્લ્ડ કપના સાઉથ આફ્રિકાના આયોજન જેવી વૈશ્વિક પહેલોના ટેકા સાથે દેશ ભારત સહિત વૈશ્વિક બજારમાંથી તેની વિવિધ ટુરીઝમ ઓફરો પર પ્રકાશ પાડવા અને પ્રવાસને પ્રેરિત કરવા માટે ઉત્તમ સ્થિતિમાં છે. એકધાર્યો વેપાર સહભાગ, લક્ષ્યના ગ્રાહકો સુધી પહોંચવા અને ઈનોવેટિવ માર્કેટિંગ પહેલો થકી સાઉથ આફ્રિકન ટુરીઝમ તેની પહોંચ વિસ્તારવા અને ભારતમાં તેની લાંબા ગાળાની હાજરી મજબૂત બનાવવા માટે કટિબદ્ધ રહી છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

રોટરીપ્રીમિયર લીગ (RPL) 1.0 નું ઉત્કૃષ્ટ ભાગીદારી અને ફેલોશિપ સાથે સફળતાપૂર્વક સમાપન

Master Admin

Turkish Airlines Resumes Flights to Damascus, the Capital of Syria

Reporter1

Kotak Private Celebrates 20 Years of Excellence with multimedia campaign Campaign celebrates commitment to innovation and bespoke services  

Reporter1

Leave a Comment

Translate »