Nirmal Metro Gujarati News
business

Jio-bp લોન્ચ કરે છે એન્જિન ક્લિનીંગ એક્ટિવ ટેકનોલોજી કોઈ વધારાના ખર્ચ વિના 100 કિમી સુધીની વાર્ષિક વધારાની ડ્રાઈવ આપતું પેટ્રોલ

  • ક્રાંતિકારી એક્ટિવ ટેકનોલોજીવાળું પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું જે એન્જિનના મહત્વપૂર્ણભાગોમાંથી હાલમાં જમા થયેલા કચરાને દૂર કરીને એન્જિનની દમદારસફાઇ કામગીરી પૂરી પાડે છે
  • શુદ્ધ સુરક્ષાથી આગળ વિકસીને એન્જિનનીસક્રિય સફાઇ ક્ષમતામાં પરિણમે છે, જે ભારતીય મોટરચાલકોને એન્જિનનું પરફોર્મન્સ પુનઃસ્થાપિત કરવા અને ટકાવી રાખવામાં મદદ કરે છે
  • ભારતીય ડ્રાઇવિંગની રૂપરેખાના આધારે, કોઈપણ વધારાના ખર્ચ વિના, વાહનોને દર વર્ષે 100 કિમી* સુધી વધુ ચાલવામાં વધવામાં મદદ કરે છે.
  • ગ્રાહકોને કેવું પેટ્રોલ આપવું જોઈએ તેના માટે નવા ધોરણો સ્થાપિત કરે છે

ગોવા, ભારત | ૨૯મી જાન્યુઆરી ૨૦૨૬ —માનનીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ આજે ​​ગોવામાં ઇન્ડિયા એનર્જી વીક 2026 ખાતે Jio-bpના સ્ટોલની મુલાકાત લીધી હતી, જ્યાં અદ્ભુત એક્ટિવ ટેકનોલોજી પેટ્રોલ રજૂ કરવામાં આવ્યું હતું. Jio-bp ખાતે ઉપલબ્ધ એક્ટિવ ટેકનોલોજીવાળુ પેટ્રોલ ગાડીના એન્જિનના મહત્વપૂર્ણ ભાગોને સાફ કરવા, દમદારસફાઇ ક્ષમતા પૂરી પાડવા, એન્જિનનું પરફોર્મન્સ પુનઃસ્થાપિત કરવા અને સુરક્ષિત કરવા તેમજ મોટરચાલકોને નિયમિત પેટ્રોલની તુલનામાં દર વર્ષે 100 કિમી* વધુ આગળ વધવામાં મદદ કરવા માટે તૈયાર કરાયું છે. અને આ બધા માટે કોઈ જ વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી.

ગ્રાહકો માટે ફાયદા:

Jio-bp ખાતેએક્ટિવટેકનોલોજીવાળુ પેટ્રોલ એવીબાબતને કેન્દ્રમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે જેની રોજિંદા ડ્રાઇવરો સૌથી વધુ કાળજી રાખે છે, એટલે કે: સરળ સવારી અને દરેક ભરેલી ટાંકીથી વધુ કિમીનીમાઇલેજ, આ બધું જ કોઈ વધારાના ખર્ચ વિના મળે, તેમજ એન્જિનનું રક્ષણ થાય અને સ્વચ્છ જળવાઈ રહે.

મુખ્ય તફાવત કરનારી બાબતો

  • એન્જિનના મહત્વપૂર્ણ ભાગો પર હાલમાં જામી ગયેલા કચરાને સાફ કરે છે, જે એન્જિનને વધુ સારુંપરફોર્મન્સ આપવામાં અને સરળ રીતે ચાલવામાં મદદ કરે છે.
  • મજબૂત સફાઇ કામગીરી પૂરી પાડે છે અને – જ્યારે નિયમિત ઉપયોગમાં લેવામાં આવે, ત્યારે એન્જિનને લાંબા સમય સુધી સ્વચ્છ અને વધુ ભરોસાપાત્ર રહેવામાં મદદ કરે છે.
  • સામાન્ય ભારતીય ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરવપરાશકર્તાઓ માટે દર વર્ષે 100 કિમી* સુધીનું વધારાનું અંતર, કોઈપણ વધારાના ખર્ચ વિના,કાપવામાંમદદમળે છે.
  • ભારતના વિકસી રહેલા ગતિશીલ ઇંધણનાધોરણો સાથે સુસંગત છે.
  • મેન્ટેનન્સનો ખર્ચઘટાડે છે.

Jio-bp ખાતે bpના 100 વર્ષ કરતાં વધુ સમયથી વૈશ્વિક ઇંધણ સંશોધન નેતૃત્વ હેઠળ તૈયાર થયેલા એક્ટિવ ટેકનોલોજીવાળા ઉચ્ચ પરફોર્મન્સ પેટ્રોલમાંભારતના એન્જિન લેન્ડસ્કેપને અનુરૂપ ઉદ્યોગ માનક પરીક્ષણો અને કસ્ટમાઇઝ કરેલી પદ્ધતિઓ બંનેનો ઉપયોગ કર્યો હોવાથી તેસઘન વિકાસ અને માન્યતામાંથી પસાર થયું છે. વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં તેની સફાઇની અસરકારકતા પુરવાર કરવા માટે, Jio-bpએ કોઈમ્બતુર ટેસ્ટ ટ્રેક પર 4,000 કિમીથી વધુ સમય સુધી મોટરસાઇકલ ચલાવી હતી, જે ઇન્ડિયા એનર્જી વીકમાં પ્રેક્ષકો માટે જીવંત પ્રભાવશાળી ડેમોંસ્ટ્રેશન હતું.

જામી ગયેલો કચરો દૂર કરવાથી વાહનના પરફોર્મન્સ, વિશ્વસનીયતા અને સરળ પરિચાલન પર થતી પ્રતિકૂળ અસરોને ઉલટાવી શકાય છે, જેનાથી Jio-bp ખાતે ઉપલબ્ધએક્ટિવટેકનોલોજીવાળા પેટ્રોલના ઉપયોગ સાથે સંકળાયેલા સાકાર લાભો મળી શકે છે. ભારતીય ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના સરેરાશ વાર્ષિક માઇલેજના આધારે, આ સુધારો વાર્ષિક 100 કિમી* સુધીના ફાયદામાં પરિણમી શકે છે.

Jio-bpના ચેરમેન, સાર્થક બેહુરિયાએ આ ક્રાંતિકારી ઉત્પાદન વિશે વાત કરતા જણાવ્યું હતું કે: “ભારતીય વાહનચાલકો એવા સુગમતાથી ચાલતા સરળ, વાસ્તવિક લાભકારી-એન્જિનની વધુ કદર કરે છે, જે વધુ ભરોસાપાત્રહોય, મેન્ટેનન્સ ઘટાડે અને ઇંધણ માટે કરેલા સમાન ખર્ચમાં વધુ કિલોમીટર ચાલે. Jio-bp એક્ટિવટેકનોલોજી સાથે, અમે એવું પેટ્રોલ આપીએ છીએ જે તમે વાહન ચલાવતી વખતે એન્જિનને સક્રિય રીતે સાફ કરે, જેનાથી હાનિકારક જામી ગયેલા કચરાના કારણે થતી અસરોઉલટાવી દેવામાં મદદ મળે છે. અમારો ઉદ્દેશ્ય ઉચ્ચ-પરફોર્મન્સ એન્જિન ક્લિન-અપને પ્રમાણભૂત ઓફરિંગ બનાવીને અદ્યતન ઇંધણ ટેકનોલોજીનો વ્યાપ વધારવાનો છે, જેથી સમગ્ર ભારતમાં ગ્રાહકો દરરોજ તેનો લાભ મેળવી શકે.”

આ ઉપરાંત, Jio-bpના CEO, અક્ષય વાધવાએ જણાવ્યું હતું કે: “આજે ગોવામાં ઇન્ડિયા એનર્જી વીક 2026માં, અમેબાજુ-બાજુમાં બે મોટરસાઇકલ પ્રદર્શિત કરી છે –તેમાંથી એક એક્ટિવટેકનોલોજીવાળા પેટ્રોલ પર ચાલે છે અને બીજી નિયમિત પેટ્રોલ પર ચાલે છે. અદ્યતન બોરસ્કોપ ઇમેજિંગનો ઉપયોગ કરીને, એક્ટિવટટેકનોલોજી પેટ્રોલની સફાઇ ક્ષમતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ફ્યૂઅલ કેમસ્ટ્રીમાં પાંચ વર્ષના અથાક કાર્ય દ્વારા સમર્થિત, આ પેટ્રોલ માત્ર ઇંધણ ઇકોનોમી વધારવાની સાથે-સાથે મેન્ટેનન્સ ખર્ચઘટાડવાનું કામ પણ કરે છે. એક્ટિવટેકનોલોજીવાળા પેટ્રોલથી ચાલતી મોટરસાઇકલ કોઈમ્બતુર પરીક્ષણ ટ્રેક પર 4,000 કિમી સુધી ચલાવવામાં આવી હતી અને તેના પરફોર્મન્સમાં સુધારાના કારણે 100 કિમી* સુધી ચાલી હતી. આ વિજ્ઞાન દ્વારા સમર્થિત સંપૂર્ણ ભિન્નતા છે. અને આ લોયસ્ટી લાભો અને તાજેતરમાં લોન્ચ થયેલાJio-bp મોબિલિટી+ ક્રેડિટ કાર્ડ સાથે ગ્રાહકને પુનરાર્તિત લાભ તરીકે મળે છે.”

ઇન્ડિયા એનર્જી સ્ટેન્ડ પર, Jio-bp એ ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગનાઉકેલો, ઉન્નત સવલત ઓફરિંગ, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF), ડોરસ્ટેપ ડીઝલ ડિલિવરી અને હાલના અને ભવિષ્ય માટે તૈયાર ગેસિયસ ઇંધણની રેન્જ સહિત વ્યાપક એસેટ અને સર્વિસ પોર્ટફોલિયો પણ રજૂ કર્યા છે. આનાથીJio-bp દ્વારા ભારતીય રિટેલ બજારમાં ઊર્જાના દરેક ઉભરતા સ્વરૂપને લાવવાની સાથે-સાથે ઓછા કાર્બન પરિવહન ઉકેલોનોપ્રસાર કરવા અને ઉદ્યોગના બેન્ચમાર્કની સરખામણીએ સતત યુનિટ દીઠ ઊર્જાનું વધુ મૂલ્ય પહોંચાડવાના સ્પષ્ટ વિઝનને મજબૂત બનાવવામાં આવ્યું છે.

*નિયમો અને શરતો લાગુ. વધુ વિગતો માટે કૃપા કરીને Jio-bpવેબસાઇટની મુલાકાત લો.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡

Related posts

ACKO Drive Enters Ahmedabad to offer a one-stop solution to car buyers Available to customers in Ahmedabad and neighbouring cities

Reporter1

Tata Motors and Neon Logistics Partner to Boost Supply Chain Efficiency in India’s FMCG Sector

Reporter1

સેમસંગ દ્વારા ગેલેક્સી A07 5G રજૂ, જે ફોટોગ્રાફી અને બેટરી પાવરહાઉસ છે

Master Admin

Leave a Comment

Translate »