Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

ક્લાસિક લિજેન્ડ્સે ટેકનિકલ ક્ષમતા અને સર્વિસ ઉત્કૃષ્ટતાને આગળ લઈ જવા માટે નેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું

ઇન્દોર | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ — ક્લાસિક લિજેન્ડ્સે ટેકનિકલ ક્ષમતા અને સર્વિસ ઉત્કૃષ્ટતાને મજબૂત બનાવવાની તેની સફરમાંઇન્દોરમાં તેના પીથમપુર પ્લાન્ટ ખાતે અદ્યતન નેશનલ ટ્રેનિંગ સેન્ટરના ઉદ્ઘાટન કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન અંકિત કર્યું છે. આ નવી સુવિધા ભવિષ્ય માટે તૈયાર પ્રતિભાવાન લોકોને તૈયાર કરવા અને વિશ્વ-સ્તરીય તાલીમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવા માટે કંપનીની અવિરત પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

અદ્યતન, વ્યવહારુ અને કૌશલ્યલક્ષી ટેકનિકલ તાલીમ આપવા માટે વ્યૂહાત્મક રીતે વિકસાવવામાં આવેલું, નેશનલ ટ્રેનિંગ સેન્ટર વાસ્તવિક દુનિયાના ડાયગ્નોસિસ, રિપેરિંગની સચોટ પદ્ધતિઓ અને સુગઠિત કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તે ડીલરશીપમાં ટેકનિશિયન અને સર્વિસ પ્રોફેશનલોનેસપોર્ટ આપવા માટે રચાયેલું છે. આ સુવિધા સર્વિસની ગુણવત્તાને સ્ટાન્ડર્ડ બનાવવામાં અને વેચાણ પછીની ઉત્કૃષ્ટતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ્સનો વિકાસ થઈ રહ્યો છે, તેમ-તેમ અમારી સર્વિસ ક્ષમતાની ઇકોસિસ્ટમને મજબૂત બનાવવી અત્યંત મહત્વપૂર્ણ છે. અદ્યતન નેશનલ ટ્રેનિંગ સેન્ટર એ લોકો, કૌશલ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક વ્યૂહાત્મક રોકાણ છે, જેનો ઉદ્દેશ ભવિષ્ય માટે તૈયાર ટેકનિશિયન બનાવવા અને અમારા નેટવર્કમાં સર્વિસ ઉત્કૃષ્ટતાને સ્ટાન્ડર્ડ બનાવવાનો છે. આ સેન્ટર દરેક JAWA, YEZDI અને BSA ચાલકને સુસંગત અને ઉચ્ચ-ગુણવત્તાવાળા માલિકી અનુભવનો આનંદ માણવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

અદ્યતન નેશનલ ટ્રેનિંગ સેન્ટર ક્લાસિક લિજેન્ડ્સ અને તેના ડીલર નેટવર્કમાં ટેકનિકલ ઉત્કૃષ્ટતા વધારવા માટે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુગઠિત ક્ષમતા નિર્માણને એકસાથે લાવે છે. આધુનિક શોરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, સમર્પિત એન્જિન, ઇલેક્ટ્રિકલ અને અદ્યતન ટ્રબલશુટિંગ (મુશ્કેલીનિવારણ)લેબ, તેમજ નવીનતમ ડાયગ્નોસ્ટિક સાધનો અને વિશેષ સર્વિસ ટૂલ્સથી સજ્જ, આ સુવિધા લેવલ 1 થી લેવલ 3 સુધીના વ્યાપક શિક્ષણને સમર્થન આપે છે. અદ્યતન ડાયગ્નોસ્ટિક્સ, પાયાના કારણનું વિશ્લેષણ અને વ્યવહારુ કૌશલ્ય વિકાસ કરવા માટે રચવામાં આવેલું, આ સેન્ટર ટેકનિકલ યોગ્યતા વધારવા, સર્વિસ અને રિપેરિંગ પ્રેક્ટિસને સ્ટાન્ડર્ડ બનાવવા, અત્યંત કૌશલ્યવાન ટેકનિશિયન અને સર્વિસ પ્રોફેશનલોને પોષવા અને એડવાન્સ્ડ લેવલ 3 ટ્રેનિંગ કાર્યક્રમોના અમલીકરણને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

આ શરૂઆત સાથે, ક્લાસિક લિજેન્ડ્સેતેમની તમામ મોટરસાઇકલોના પોર્ટફોલિયોમાં શ્રેષ્ઠ માલિકીનો અનુભવ પૂરો પાડવા માટે તેની સર્વિસ ક્ષમતા ઇકોસિસ્ટમને મજબૂત બનાવી છે, જે તેના વધતા રાઇડર બેઝને સતત, ઉચ્ચ-ગુણવત્તાપૂર્ણ અને ભરોસાપાત્રઆફ્ટર-સેલ્સ સપોર્ટ મળતો રહે તેવુંસુનિશ્ચિત કરે છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

ઓમ પાવર ટ્રાન્સમિશન લિમિટેડનો IPO 9 એપ્રિલ, 2026 ના રોજ ખુલશે

Master Admin

ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીએ ભારતમાં ઓરલ સેમાગ્લુટાઇડ બાયોસિમીલર ‘Obeda®’ (ટેબ્લેટ્સ) લોન્ચ કરી હોવાની ઘોષણા કરી

Master Admin

એમેઝોન ગ્રોસરીમાં ટોચની પસંદગીઓની મદદથી પ્રજાસત્તાક દિવસના લાંબા વિકએન્ડની ઉજવણી કરો

Master Admin

Leave a Comment

Translate »