Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

સેમસંગ દ્વારા ભારતમાં 100% બીસ્પોક AI એર કંડિશનર લાઈનઅપ જાહેરઃ 23 મોડેલ લોન્ચ કરાયા

  • સેમસંગની બીસ્પોક AI રેન્જ ઝડપી કૂલિંગ, ઊર્જા બચત, આસાન જાળવણી અને સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટી ઓફર કરે છે. 

ગુરુગ્રામ, ભારત | ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ — ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે 100% બીસ્પોક AIનાં વિંડફ્રી એર કંડિશનર્સની તેની 2026 લાઈનઅપનો લોન્ચની ઘોષણા કરવામાં આવી છે. નવી રેન્જમાં 4 સ્ટાર એર કંડિશનર્સના ઉમેરા સહિત સેગમેન્ટ્સમાં 23 મોડેલનો સમાવેશ થાય છે.

નવી લાઈનઅપ ભારતીય ઘરો અને હવામાનની સ્થિતિઓ માટે તૈયાર કરાયાં છે. તે આધુનિક AI ટેકનોલોજી, પ્રીમિયમ ડિઝાઈન અને સ્માર્ટ કનેક્ટિવિટીનું ફ્યુઝન છે. તે ઈન્ટેલિજન્ટ કૂલિંગ, ઊર્જા કાર્યક્ષમતા અને પ્રતિબંધાત્મક જાળવણી સાથે ભેજના વ્યવસ્થાપનને સંતુલિત કરીને અસલ કમ્ફર્ટ પ્રદાન કરે છે.

બીસ્પોક AI વિંડફ્રી રેન્જ ઈનોવેશન પર સેમસંગની એકાગ્રતા દર્શાવે છે, જે વધુપ સ્માર્ટ, કાર્યક્ષમ અને જ્ઞાનાકાર હોમ- કૂલિંગ અનુભવો થકી રોજબરોજનું જીવન બહેતર બનાવે છે.

“અમારી નવી બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર લાઈનઅપ સાથે અમે કૂલિંગની પાર જતું અસલી કમ્ફર્ટ પ્રદાન કરીને દાખલારૂપ હોમ કૂલિંગ ધરાવીએ છીએ. ગ્રાહકોને AI એનર્જી મોડ, થકી 30% સુધી ઊર્જા બચત, સ્માર્ટથિંગ્સ થકી સ્માર્ટ કનેક્ટિવિટી અને સ્માર્ટથિંગ્સ હોમ કેર સાથે પ્રતિબંધાત્મક જાળવણી મળે છે. અમારી નવી રેન્જ ઈનોવેશન પ્રત્યે સેમસંગની કટિબદ્ધતા દર્શાવે છે, જે ભારતના હવામાનના પજકારોને પહોંચી વળે છે,”એમ સેમસંગ ઈન્ડિયાના ડિજિટલ એપ્લાયન્સીસના વાઈસ પ્રેસિડેન્ટ ગુફરાન આલમે જણાવ્યું હતું.

અસલ કમ્ફર્ટ માટે તૈયાર કરાયેલું માટે AI-પ્રેરિત કૂલિંગ

2026 બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર્સ આધુનિક AI પ્રેરિત ઈનોવેશન્સનો લાભ લે છે, જે રૂમની સ્થિતિઓ, ઉપયોગની શૈલી અને ઉપભોક્તાઓની અગ્રતાઓનું વિશ્લેષણ કરીને કાર્યક્ષમતા સાથે એકધાર્યું કમ્ફર્ટ પ્રદાન કરે છે. સેમસંગની વિંડફ્રી કૂલિંગ ટેકનોલોજી તાપમાનમાં વધઘટ વિના સમાન ઠંડું વાતાવરણ નિર્માણ કરવા માટે હજારો સૂક્ષ્ય એર હોલ્સ થકી હવાને નમ્રતાથી પ્રસારિત કરીને કોલ્ડ ડ્રાફ્ટ્સ નાબૂદ કરે છે.

ઉપરાંત AI ફાસ્ટ અને વિંડફ્રી કીલિંગ+ ચાતુર્યપૂર્ણ રીતે જરૂરતને આધારે કૂલિંગ અપનાવે છે. ઝડપી કૂલિંગ આવશ્યક હોય ત્યારે પ્રણાલી રૂમનું તાપમાન ઝડપથી ઓછું કરવા માટે ફાસ્ટ કૂલિંગ સક્રિય બનાવે છે. ઈચ્છિત કમ્ફર્ટની સપાટી હાંસલ કર્યા પછી તે અતિકૂલિંગ ટાળીને આદર્શ સ્થિતિઓ જાળવવા માટે વિંડફ્રી અથવા ડ્રાય કમ્ફર્ટ મોડમાં રૂપાંતર કરે છે.

AI એનર્જી મોડ સાથે ઊર્જા બચત

ભારતીય ગ્રાહકો માટે સૌથી મહત્ત્વપૂર્ણ ખરીદી વિચારણાઓને પહોંચી વળવા માટે નવી લાઈનઅપમાં AI એનર્જી મોડની વિશિષ્ટતા છે, જે 30% સુધી ઊર્જા બચત આપવા માટે કૂલિંગ કામગીરી મહત્તમ બનાવે છે. તે કોમ્પ્રેશર કામગીરી, તાપમાન સેટિંગ્સ અને કમ્ફર્ટ સાથે બાંધછોડ કર્યા વિના વીજ ઉપભોગ ઓછો કરવા માટે ઉપયોગીની શૈલી શીખવાને આધારે કૂલિંગ ઘનતા સમયાયોજિત કરે છે.

4-સ્ટાર મોડેલોની રજૂઆત સેમસંગનો ઊર્જા કાર્યક્ષમ પોર્ટફોલિયો વધુ વિસ્તારીને વધુ સક્ષમ ઊર્જા ઉપયોગને ટેકો આપવા સાથે ઉત્તમ પસંદગી પ્રદાન કરે છે.

સ્માર્ટથિંગ્સ ઈન્ટીગ્રેશન સાથે વધુ સ્માર્ટ જીવન

નવી રેન્જ સેમસંગની સ્માર્ટથિંગ્સ ઈકોસિસ્ટમને સહજતાથી અખંડ બનાવીને બહેતર સુવિધા અને કાર્યક્ષમતા માટે જ્ઞાનાકાર કંટ્રોલ, ઓટોમેશન અને પૂર્વસક્રિય સંભાળને અભિમુખ બનાવે છે. ઉપભોક્તાઓ ક્વિક રિમોટ જેવા ફીચર્સનો ઉપયોગ કરીને સ્માર્ટથિંગ્સ એપ થકી રિમોટ થકી તેમના એર કંડિશનર્સનું વ્યવસ્થાપન કરી શકે છે, જે સ્માર્ટફોનમાંથી સીધા જ પાવર, તાપમાન, મોડ અને એરફ્લોને આસાનીથી કંટ્રોલ કરવાની અનુકૂળતા આપે છે. મેપ વ્યુ ફીચર ઘરનું વિઝ્યુઅલ રિપ્રેઝેન્ટેશન પૂરું પાડીને અવકાશમાં કૂલિંગની દેખરેખ અને નિયંત્રણ કરવાનું આસાન બનાવે છે. વેલ્કમ અને અવે કેર સાથે એર કંડિશનર્સ ચાતુર્યપૂર્ણ રીતે બહાર હોઈએ ત્યારે ઊર્જા મહત્તમ બનાવવા સાથે ઘરમાં હોય ત્યારે કમ્ફર્ટની ખાતરી રાખવા માટે ઉપભોક્તા હાજરીને આધારે કૂલિંગ સમાયોજિત કરે છે.

લાઈનઅપને સ્માર્ટ ફોર્વર્ડનો ટેકો છે, જે સેવા નવા ફીચર્સ, સિક્યુરિટી અપડેટ્સ અને સોફ્ટવેર અપડેટ્સ થકી વધારાની AI ક્ષમતાઓ પ્રદાન કરે છે.

એપ્લાયન્સ કેર અને આસાન અપકીપ માટે એર કંડિશનર્સ સ્માર્ટથિંગ્સ હોમ કેરને ટેકો આપે છે, જે સ્માર્ટથિંગ્સ ઈકોસિસ્ટમમાં વ્યાપક એપ્લાયન્સ મેનેજમેન્ટ સર્વિસ છે. આથી એર કંડિશનર્સ સ્વાયત્ત રીતે તેમની સંચાલન સ્થિતિઓને દેખરેખ રાખે છે, બગાડ શોધી કાઢે છે અને તુરંત નોટિફિકેશન્સ મોકલે છે. સર્વિસને AI આધારિત ડાયગ્નોસિસનો ટેકો હોઈ એપ્લાયન્સના ઉપયોગની શૈલી અને એસેસરીઝ ફેરબદલી કરવાની હોય ત્યારે યુઝર્સને એલર્ટ સાથે પરચેઝ લિંક્સ મોકલે છે, જેથી જાળવણી આસાન અને વધુ પૂર્વસક્રિય બને છે.

મનની શાંતિ માટે પૂર્વસક્રિય સેવા

સંભાવ્ય સમસ્યાઓ વધે તે પૂર્વે ઓળખીને અને પૂર્વસક્રિય રીતે ટ્રબલશૂટિંગ માટે યુઝર્સનો સંપર્ક કરીને સેમસંગ ગ્રાહકોનો મૂલ્યવાન સમય બચાવે છે અને મનની શાંતિ પૂરી પાડીને અસલ સહજ માલિકો અનુભવની ખાતરી રાખે છે. તેને પૂરક પૂર્વસક્રિય સમર કેર પ્રોગ્રામ બહેતર કૂલિંગ, સુધારિત ઊર્જા કાર્યક્ષમતા અને વિસ્તારિત એપ્લાયન્સ જીવન માટે પ્રતિબંધાત્મક જાળવણી ટેકો પ્રદાન કરે છે. પૂર્વસક્રિય સેવા સાથે એકાગ્રતા સમસ્યા ઉકેલવા સાથે તેમને એકંદરે પ્રતિબંધિત કરે છે.

નવી લાઈન-અપ હેન્ડ્સ- ફ્રી વોઈસ કંટ્રોલ અને અસલ કનેક્ટેડ પર્સનલાઈઝ્ડ હોમ કૂલિંગ અનુભવ માટે બિક્સબી, એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ સાથે અભિમુખ પણ છે.

ભેજની ભારતીય સ્થિતિઓ માટે ડ્રાય કમ્ફર્ટ

2026નાં બીસ્પોક AI વિંડપ્રી એર કંડિશનર્સ ભારતની વરસાદી અને ચોમાસાની મોસમ માટે તૈયાર કરાયાં છે, જે ડ્રાય ક્મ્ફર્ટ ટેકનોલોજી રજૂ રે છે, જે ચાતુર્યપૂર્ણ રીતે રૂમને અતિ ઠંડો બનાવ્યા વિના ભેજનું વ્યવસ્થાપન કરે છે. હ્યુમિડિટી સેન્સર્સ અને સ્માર્ટ રેફ્રિજરન્ટ ફ્લો કંટ્રોલનો ઉપયોગ કરીને ડ્રાય કમ્ફર્ટ અતિ ભેજ દૂર કરીને ઉચ્ચ ભેજની સ્થિતિમાં પણ તાજગીપૂર્ણ કમ્ફર્ટ પ્રદાન કરવા માટે આરામદાયક તાપમાન જાળવે છે.

તે ઈનડોર એર ક્વોલિટી સુધારવાનીચ ચિકાશ ઓછો કરવાની અને દીર્ઘ ભેજયુક્ત હવામાન દરમિયાન કમ્ફર્ટ બહેતર બનાવવાની ખાતરી રાખે છે.

કિંમત અને ઉપલબ્ધતા

સેમસંગની ટકાઉપણું અને વિશ્વસનીયતા પર ભાર આપતાં રેન્જ મુખ્ય કમ્પોનન્ટ્સ પર 5 વર્ષની વ્યાપક વોરન્ટી અને AI ઈન્વર્ટર કોમ્પ્રેશર પર 10 વર્ષની વોરન્ટી સાથે આવે છે, જે મનની લાંબા ગાળા સુધી શાંતિ આપે છે.

બીસ્પોક AI એર કંડિશનર્સની નવી રેન્જ રૂ. 32,490થી શરૂ થાય છે અને ફ્લિપકાર્ટ, એમેઝોન અને Samsung.com સહિત અગ્રણી રિટેઈલ આઉટલેટ્સ અને ઓનલાઈન મંચોમાં ઉપલબ્ધ છે.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡

Related posts

સ્ટાઇલ આઇકન Hrithik Roshan બન્યા ONN બ્રાન્ડના એમ્બેસેડર, પ્રીમિયમ સેગમેન્ટ પર વધ્યો ફોકસ

Master Admin

છેલ્લા ઉપાયથી પ્રથમ પસંદગી સુધીઃ ભારતીયોનો વ્યાપક વર્ગ સોનું ગિરવે શા માટે મૂકે છે

Master Admin

Students in Delhi NCR and Haryana Sign Up for Samsung’s Nationwide Innovation Initiative ‘Solve for Tomorrow 2025’

Reporter1

Leave a Comment

Translate »