Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

સોના અને ચાંદીના ભાવમાં ત્રણ દિવસથી ચાલી રહેલા ઘટાડાને આખરે બ્રેક લાગી

સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી

સોના અને ચાંદીમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૪ ફેબ્રુઆરી ૨૦૨૬: સોના અને ચાંદીના ભાવમાં ત્રણ દિવસથી ચાલી રહેલા ઘટાડાને આખરે બ્રેક લાગી છે. સોના અને ચાંદી બંનેમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે, જેના કારણે સ્ઝ્રઠ પર સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી રહી છે. આજે ૪ ફેબ્રુઆરીએ સોનાના ભાવમાં ૩% થી વધુ અને ચાંદીમાં ૫% નો વધારો થયો છે. સ્ઝ્રઠ પર તાજેતરમાં રિકવરી આવી હોવા છતાં સોના અને ચાંદી હજુ પણ ૨૯ જાન્યુઆરીના રેકોર્ડ હાઈ લેવલ કરતાં નોંધપાત્ર રીતે સસ્તા છે. રોકાણકારો પાસે સોદાબાજીના ભાવે ખરીદી કરવાની તક છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ૨.૩૫ પ્રતિશત (૧૧૬.૨૪ ડૉલર) ની તેજી સાથે ૫૦૫૪.૭૫ ડૉલર પ્રતિ ઔંસના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે બીજી તરફ ચાંદી પણ ૨.૬૧ પ્રતિશત (૨.૨૨ ડૉલર) વધીને ૮૭.૩૩ ડૉલર રેટ પર ટ્રેડ કરી રહી છે.

દિલ્હી બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, મંગળવારે ચાંદીના ભાવ ૨૪૦૦૦રૂપિયા (૯.૨૩ ટકા) વધીને ૨,૮૪,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. સોમવારે ૫૨,૦૦૦ રૂપિયાના ઘટાડા બાદ તે ૨,૬૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. ૨૯ જાન્યુઆરીએ, બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવ ૪,૦૪,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. પ્રતિ કિલોગ્રામ રૂ.૪,૦૪,૫૦૦ ના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચ્યા પછી, ત્રણ દિવસમાં તેની કિંમત રૂ.૧,૪૪,૫૦૦ અથવા લગભગ ૩૬ ટકા ઘટી ગઈ.

ચાંદી ઉપરાંત, મંગળવારે દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવ પણ રૂ.૫,૦૦૦ (૩.૩ ટકા) વધીને રૂ.૧,૫૭,૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયા, જે સોમવારે રૂ.૧,૫૨,૭૦૦ પ્રતિ ૧૦ ગ્રામના બંધ ભાવથી બંધ થયા હતા. ૨૯ જાન્યુઆરીએ સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૧,૮૩,૦૦૦ ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યું હતું, જ્યાંથી તે રૂ.૩૦,૩૦૦ અથવા લગભગ ૧૭ ટકા ઘટ્યું હતું. ત્રણ દિવસના ઘટાડા દરમિયાન ચાંદીના ભાવ સોના કરતા બમણાથી વધુ ઘટ્યા હતા.

જો તમે આજે સોના અને ચાંદી ખરીદવા અથવા રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવો પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. સોના અને ચાંદીના ભાવમાં તાજેતરના વધઘટને પગલે મુખ્ય વૈશ્વિક બેંકો અને નિષ્ણાતોએ ૨૦૨૬ ના અંત સુધીના વર્ષ માટે બોલ્ડ અંદાજો જારી કર્યા છે.

રેકોર્ડ ઉચ્ચ સ્તરથી ઘટાડાને સ્વસ્થ કરેક્શન માનવામાં આવી રહ્યો છે, ત્યારે મુખ્ય નાણાકીય સંસ્થાઓએ ભવિષ્યમાં ભાવ આસમાને પહોંચવાની આગાહી કરી છે.

Related posts

ભારતે મોટી પરમાણુ સફળતા હાંસલ કરીને રચ્યો ઈતિહાસ

Master Admin

ગૂગલ પર સર્ચ કરીને FASTag રિચાર્જ કરનારા માટે ચેતવણી

Master Admin

SIR બાદ ૧૨ રાજ્યો, સંઘપ્રદેશોની યાદીમાંથી ૬ કરોડ મતદાતાઓ ઘટ્યા

Master Admin

Leave a Comment

Translate »