અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે : રાહુલ ગાંધી
ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે, ડેટાની સુરક્ષા સૌથી મહત્વની છે, આપણા લોકોની પ્રતિભા અને વિચારો પર કબજો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે : કોંગ્રેસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬: લોકસભામાં એક દિવસ પહેલા બજેટ પર ચર્ચા શરૂ થઈ હતી. સંસદમાં બજેટ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન આજે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ માર્શલ આર્ટના દાવપેંચથી શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે આજે દુનિયા અનિશ્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આ ફાઈટના કેન્દ્રમાં છૈંનો કોન્સેપ્ટ છે. દરેક વ્યક્તિ કહી રહી છે કે અત્યારે છૈંનો જમાનો છે.
જુડો અને માર્શલ આર્ટથી પોતાનું ભાષણ શરૂ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ’હું આર્થિક સર્વે તરફ જોઈ રહ્યો હતો. અમેરિકાને ચીન, રશિયા તરફથી પડકાર મળી રહ્યો છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ, જ્યાં એનર્જી અને ફાઇનાન્સને હથિયાર બનાવવામાં આવી રહ્યું છે. આપણે સ્થિર દુનિયામાંથી અસ્થિર દુનિયા તરફ જઈ રહ્યા છીએ. યુક્રેન, ગાઝા, મિડલ ઈસ્ટ, ઈરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે. આપણે ઓપરેશન સિંદૂર કર્યું. દુનિયા અસ્થિર છે.’
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, આજે ડોલરને પડકાર મળી રહ્યો છે, અમેરિકાની સુપ્રીમેસીને પડકાર મળી રહ્યો છે. હાલ દુનિયા અસ્થિર છે. હું સર્વે સાથે સહમત છું. ઘણા સોફ્ટવેર એન્જિનિયર્સ છૈંથી રિપ્લેસ થઈ જશે. આપણા દેશની મજબૂત સ્થિતિ ૧.૪ અબજની વસ્તી છે, જે ઊર્જાથી ભરેલી છે, જે દુનિયાને કોઈપણ સ્તરે પડકાર આપી શકે છે.
રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે, આજકાલ લોકો ડેટા બનાવી રહ્યા છે. આપણી પાસે સૌથી વધુ ડેટા પૂલ છે. ૧.૪ અબજ લોકો છે. એટલે કે ભારતમાં મોટી સંખ્યામાં ડેટા જનરેટ થઈ રહ્યો છે. જો તમારી પાસે છૈં છે અને ડેટા નથી તો તમારી પાસે કંઈ નથી. ભારતીય ડેટા અને ચીની પૂલ ડેટા. ચીનની પાસે પણ આપણી જેટલી વસ્તી છે. આમાં ઘણી રસપ્રદ વાતો નીકળશે. તમને મુશ્કેલીના સમયમાં શું જોઈએ છે. આપણા ખેડૂતો અનાજ આપે છે, લેબર મહેનત કરે છે. આપણા આધુનિક દેશને ચલાવવા માટે પેટ્રોલ, એનર્જી ફ્યુઅલ પણ જોઈએ છે.
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા માટે એક રસપ્રદ વાત એ છે કે બજેટમાં આ વસ્તુઓની ભલામણ કરવામાં આવી રહી છે. બજેટમાં કહેવામાં આવી રહ્યું છે કે, એનર્જી અને ફાઇનાન્સથી દુનિયાને મુશ્કેલીમાં મૂકવામાં આવી રહી છે. પરંતુ બજેટમાં ફ્યુઅલ અને એનર્જી ફાઇનાન્સ અને જિયો પોલિટિકલ પડકાર માટે કંઈ કહેવામાં આવ્યું નથી. બજેટની સમાંતર કંઈક નવું થઈ ગયું છે. અમેરિકા સાથે આપણે એક સમજૂતી કરી છે. હું એક વાત સ્પષ્ટ કહું છું. અમેરિકા અને ચીન વચ્ચે સૌથી મોંઘો એસેટ ભારતીય ડેટા છે. અમેરિકાને સુપર પાવર બન્યા રહેવા માટે પોતાના ડોલરને પ્રોટેક્ટ કરવા માટે ભારતીય ડેટા જોઈએ છે, ચીન પાસે પોતાનો પૂલ છે. અસલી લડાઈ ડેટાને લઈને છે.
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, જનસંખ્યા સૌથી મોટી સ્ટ્રેન્થ છે. જનસંખ્યા પડકાર નથી. જો ઈન્ડિયા અલાયન્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરેત તો અમે શું કહેત તે તમે જાણો – અમે પહેલી વાત એ કહેત કે સૌથી અગત્યનો, ભારતીય ડેટા છે. તમે તમારા ડોલરને પ્રોટેક્ટ કરવા માંગો છો તો કરો, અમે તમને મદદ કરીશું. તો ભારતીયોના ડેટાને પણ તમારે પ્રોટેક્ટ કરવો જોઈએ, બીજી વાત – ટ્રમ્પ કહે છે કે જો તમે આ ડેટા સુધી પહોંચવા માંગો છો, તો તમારે બરાબરીની વાત કરવી પડશે. અમે તમારા નોકર નથી એમ તમે વાત સરકારે ન કરી શકો. ટ્રમ્પ તમે સમજો અમારી એનર્જી સુરક્ષા છે, તેના માટે જે જરૂરી હોય તે કરીશું. અમે અમારી પોતાની સુરક્ષા કરીશું. ટ્રમ્પ અમે સમજીએ છીએ કે તમારી પાસે વોટર બેઝ છે, તમે તમારા પોતાના ખેડૂતોને પ્રોટેક્ટ કરવા માંગો છો તો અમે પણ અમારા પોતાના ખેડૂતોની સુરક્ષા કરવા માંગીએ છીએ. ડેટા આપણી મજબૂતી છે.
રાહુલે ગાંધીએ કહ્યું કે, ટ્રમ્પે નક્કી કર્યું કે પાકિસ્તાની આર્મી ચીફ આપણી સાથે નાસ્તો કરશે. તમે સમજૂતી કરી. આપણા સૌથી મોંઘા એસેટ પર આપણે સમજૂતી ન કરી શકીએ, તમે અમેરિકા સાથે સમજૂતીમાં આ વસ્તુઓ ગુમાવી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે આપણા ખેડૂતો રોકાઈ ગયા છે. મકાઈ, સોયાબીન, લાલ જુવાર અને કપાસ માટે તમે રસ્તો ખોલી દીધો છે. અમેરિકી ફાર્મને મેકેનાઈઝ કરવાનો રસ્તો ખોલી દીધો. તમે ખોટું કર્યું. કોઈ વડાપ્રધાને આવું ક્યારેય નથી કર્યું. તમને ભરોસો આપું છું કે તમારા પછી પણ કોઈ એવું નહીં કરે. રાહુલ ગાંધીએ કહ્યું કે તમે ભારતને વેચી દીધું. શું તમને ભારતને વેચવાની શરમ નથી? તમે ભારત માતાને વેચી દીધી.
તેમણે કહ્યું કે, ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે. ડેટાની સુરક્ષા સૌથી મહત્વની છે. આપણા લોકોની પ્રતિભા (ટેલેન્ટ) અને વિચારો પર કબજો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે. જો બાંગ્લાદેશ ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરે છે, તો તેના પર ઝીરો ટેરિફ છે. આપણી ટેક્સટાઈલ ઉદ્યોગ ખતમ થઈ ગયો. અમેરિકી નિર્યાત વધ્યો, આપણને શું મળ્યું? ટ્રમ્પે ટેરિફ વધારી દીધા. હવે શું અમેરિકા નક્કી કરશે કે આપણે ક્યાંથી તેલ ખરીદવું જોઈએ? આવું કોઈ વડાપ્રધાને કર્યું નથી. એક સુપર પાવરનો યુગ પૂરો થઈ ગયો છે. અમેરિકા જો આ કહે છે કે તમે અહીંથી તેલ નહીં ખરીદી શકો, તો તેનો અર્થ એ થાય કે એનર્જી સેક્ટરનું વેપનાઈઝેશન થઈ રહ્યું છે. અમેરિકા ટેરિફ વધારે છે, તો તેનો અર્થ ફાઈનાન્સ સેક્ટરનું વેપનાઈઝેશન થઈ રહ્યું છે. સરકારને શરમ આવવી જોઈએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે, ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ગરીબ ખેડૂતોને કચડી નાખવાનો રસ્તો ખોલી નાખ્યો છે, આવું કોઈ વડાપ્રધાને પહેલા ક્યારેટ નથી કર્યું. ઈતિહાસમાં પહેલીવાર આપણા ખેડૂતો સંકટનો સામનો કરી રહ્યા છે. અમેરિકાની આયાત ૪૬ અરબ ડોલરથી વધીને ૧૪૬ અરબ ડોલર થઈ જશે. આપણો ટેરિફ ૩%થી વધીને ૧૮% થઈ ગયો છે, અને તેમનો ટેરિફ ૧૬%થી ઘટીને શૂન્ય થઈ ગયો છે.

