Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ત્રીજા બાળકના જન્મ પર રૂ.૩૦ હજાર અને ચોથા પર રૂ.૪૦ હજાર મળશે!

આંધ્ર પ્રદેશ સરકારની મોટી જાહેરાત

બાળકો બોજ નથી, દેશની સંપત્તિ છે : સીએમ નાયડુ

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમરાવતી, તા.૧૬ મે ૨૦૨૬ — દેશમાં જ્યાં એક તરફ વસ્તી નિયંત્રણને લઈને ચર્ચાઓ ચાલતી હોય છે, ત્યારે આંધ્રપ્રદેશની એન. ચંદ્રબાબુ નાયડુ સરકારે એક તદ્દન વિપરીત અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. રાજ્યમાં ઘટતા વસ્તી વૃદ્ધિ દરથી ચિંતિત મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે. નવી સ્કીમ હેઠળ, હવે પરિવારમાં ત્રીજા બાળકનો જન્મ થશે તો સરકાર ૩૦,૦૦૦ રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર ૪૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બીજા બાળકના જન્મ પર પણ ૨૫,૦૦૦ રૂપિયા કેશ આપવાની ચર્ચા હતી, જોકે તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

નરસન્નાપેટામાં આયોજિત સ્વર્ણ આંધ્ર-સ્વચ્છ આંધ્ર કાર્યક્રમ દરમિયાન સીએમ ચંદ્રબાબુ નાયડુએ રાજ્યના વસ્તીના ગ્રાફ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લોકોને પોતાની માનસિકતા બદલવાની અપીલ કરતાં કહ્યું કે, “બાળકોને ક્યારેય બોજ ન માનવા જોઈએ, તેઓ આપણા દેશની સાચી સંપત્તિ છે. વસ્તી વધારાને પ્રોત્સાહન આપવા માટે જ અમે આ મોટો નિર્ણય લીધો છે. ત્રીજા બાળકના જન્મ પર ૩૦,૦૦૦ રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર ૪૦,૦૦૦ રૂપિયાની સહાય તુરંત જ પરિવારને ચૂકવવામાં આવશે.”

મુખ્યમંત્રી નાયડુએ ભૂતકાળના પોતાના નિર્ણયોને યાદ કરતાં ખુલ્લેઆમ સ્વીકાર્યું કે, “મેં આ વિષય પર ઘણી વખત વિચારમંથન કર્યું છે. એક સમય હતો જ્યારે મેં પોતે પરિવાર નિયોજનની (ફેમિલી પ્લાનિંગ) દિશામાં સક્રિયપણે કામ કર્યું હતું. પરંતુ આજે સમય અને સ્થિતિ બંને બદલાઈ ગયા છે. હવે બાળકો આપણું ભવિષ્ય છે અને આપણે તેમના ભવિષ્ય માટે કામ કરવું પડશે. આ જ વિઝન સાથે અમે આ નવો નિર્ણય કર્યો છે.”

આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં વયસ્કો અને વૃદ્ધોની વસ્તી વધી રહી છે અને યુવાનો તથા બાળકોનો જન્મદર સતત ઘટી રહ્યો છે. ભવિષ્યમાં માનવ સંસાધનની અછત ન સર્જાય તે માટે ચંદ્રબાબુ નાયડુ લાંબા સમયથી વસ્તી વધારવાની ભલામણ કરી રહ્યા છે. અગાઉ તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે બેથી વધુ બાળકો ન હોવાની શરત હટાવવાના પણ સંકેત આપ્યા હતા, અને હવે આ સીધો રોકડ લાભ આપવાની સ્કીમ લાવીને તેમણે પોતાની નીતિ સ્પષ્ટ કરી દીધી છે.

Related posts

કોમર્શિયલ LPG ભાવમાં ૧૯૫.૫ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો

Master Admin

જાવા 42 આઇવરીએ રાઇડર્સમાં જન્માવ્યું ગજબનું આકર્ષણ, હવે Amazon.in અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ

Master Admin

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યુંઃ અમેરિકા પાસેથી ઓઈલની ખરીદી કરવી એ ભારતના રણનીતિક હિતમાં છે

Master Admin

Leave a Comment

Translate »