Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

ત્રીજા ત્રિમાસિકનાં પરિણામ બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ

31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે નાણાકીય પરિણામ

એકત્રિત પરિણામોની રૂપરેખાઃ

  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે મહેસૂલી મોરચે કામગીરી ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 2875.1 કરોડ પરથી 0.3 ટકા વધીને રૂ. 2984.0 કરોડે પહોંચી છે.
  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે ઈબીઆઈટીડીએ (અન્ય આવકો સિવાય) ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 471.7 કરોડ સામે 0.2 ટકા ઘટીને રૂ. 471.0 કરોડ થયો છે.
  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે ચોખ્ખો નફો ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 296.0 કરોડની સામે 8.3 ટકા વધીને રૂ. 271.3 કરોડ થયો છે.

સ્ટેન્ડઅલોન પરિણામોની રૂપરેખાઃ

  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે મહેસૂલી મોરચે કામગીરી ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 2584.8 કરોડ પરથી 0.4 ટકા વધીને રૂ. 2595.0 કરોડે પહોંચી છે.
  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે ઈબીઆઈટીડીએ (અન્ય આવકો સિવાય) ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 417.5 કરોડ સામે 0.1 ટકા ઘટીને રૂ. 417.2 કરોડ થયો છે.
  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા ત્રિમાસિક માટે ચોખ્ખો નફો ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 306.1 કરોડની સામે 2.5 ટકા ઘટીને રૂ. 298.4 કરોડ થયો છે.

31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા નવ મહિના માટે નાણાકીય પરિણામોઃ
એકત્રિત પરિણામોની રૂપરેખાઃ

  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા નવ મહિના માટે મહેસૂલી મોરચે કામગીરી ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 8840.7 કરોડ પરથી 1.9 ટકા વધીને રૂ. 9012.2 કરોડે પહોંચી છે.
  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા નવ મહિના માટે ઈબીઆઈટીડીએ (અન્ય આવકો સિવાય) ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 1428.3 કરોડ સામે 5.4 ટકા વધીને રૂ. 1351.6 કરોડ થયો છે.
  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા નવ મહિના માટે ચોખ્ખો નફો ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 919.9 કરોડની સામે 13.8 ટકા ઘટીને રૂ. 792.8 કરોડ થયો છે.

સ્ટેન્ડઅલોન પરિણામોની રૂપરેખાઃ

  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા નવ મહિના માટે મહેસૂલી મોરચે કામગીરી ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 7821.8 કરોડ પરથી 1.2 ટકા વધીને રૂ. 7916.1 કરોડે પહોંચી છે.
  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા નવ મહિના માટે ઈબીઆઈટીડીએ (અન્ય આવકો સિવાય) ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 1284.6 કરોડ સામે 4.4 ટકા વધીને રૂ. 1227.8 કરોડ થયો છે.
  • 31 ડિસેમ્બર, 2025ના પૂરા થયેલા નવ મહિના માટે ચોખ્ખો નફો ગયા વર્ષે સમાન ગાળામાં રૂ. 840.6 કરોડની સામે 8.6 ટકા ઘટીને રૂ. 768.4 કરોડ થયો છે.

નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકની કામગીરીની રૂપરેખા
ત્રિમાસિકમાં 8.5 ટકાની ઉચ્ચ સ્ટેન્ડઅલોન વોલ્યુમ વૃદ્ધિ.
છેલ્લા 15 ત્રિમાસિકમાં ઉચ્ચ ગ્રોસ માર્જિન. ઈબીઆઈટીડીએ માર્જિન માર્ગદર્શન રેન્જમાં રહી છે.
ત્રિમાસિકમાં મહિના દર મહિના માગણીની સ્થિતિઓ અને વૃદ્ધિમાં પ્રગતિશીલ સુધારણા.

“ઓક્ટોબરમાં વિસ્તારિત ચોમાસુ અને ટૂંકી તહેવારની મોસમને લીધે ઓક્ટોબર નકારાત્મક રહ્યો, જે પછી અમે બાકી ત્રિમાસિકમાં પ્રગતિશીલ માગણીમાં સુધારણા જોઈ છે, જેથી ત્રિમાસિક માટે 8.5 ટકાની ઉત્તમ વોલ્યુમ વૃદ્ધિ હાંસલ કરી છે.
અમે છેલ્લા 15 ત્રિમાસિકમાં અમારું ગ્રોસ માર્જિન સર્વોચ્ચ સ્તરે પહોંચેલું પણ જોયું છે, જેને લઈ ઈબીઆઈટીડીએની ડિલિવરી માર્ગદર્શન રેન્જમાં રહી છે. ઈબીઆઈટીડીએ ટકાવારી નકારાત્મક સ્તરની અસરને લીધે અને બ્રાન્ડ નિર્માણમાં એકધાર્યા રોકાણને કારણે પ્રભાવિત રહી છે. અમે આગામી મહિનાઓમાં એકરૂપ સુધારણાઓ જોવા મળશે એવી અપેક્ષા છે.

અમે વોટરપ્રૂફિંગ, બાંધકામ, રસાયણ અને વૂડ કોટિંગ્સના સેગમેન્ટમાં અમારું ધ્યાન કેન્દ્રિત રાખીને ઉત્તમ અને મજબૂત વૃદ્ધિ નોંધાવવાનું ચાલુ રાખ્યું છે. નેટવર્કના વિસ્તરણ અને શહેરી પહેલમાં પ્રયાસો મહિના દર મહિના હકારાત્મક ઉછાળો પ્રદાન કરી રહ્યો છે, જે આગળ જતાં સુધારિત પરિણામોની અમારી અંદર આશા બંધાવે છે.

ઓટોમોટિવ કોટિંગ્સ કામગીરીએ ઉત્તમ મધ્ય- આંકડાની વૃદ્ધિ ચાલુ રાખી છે, જ્યારે પ્રોટેક્ટિવ કોટિંગ્સ અને જનરલ ઈન્ડસ્ટ્રિયલ કોટિંગ્સે પણ હકારાત્મક વૃદ્ધિ નોંધાવી છે.

બીજેએન નેપાળનાં પરિણામો હકારાત્મક રહ્યાં છે ત્યારે વિચલિત રાજકીય સંજોગો દ્વારા પ્રભાવિત થવાનું ચાલુ જ છે. એસટીપી લિમિટેડને જમશેદપુરની ખાતે હંગામી તાળાબંધીને લીધે અસર થઈ હતી ત્યારે હવે કામગીરી સામાન્ય બની છે. એસબીએલ સ્પેશિયાલ્ટી કોટિંગ્સ પ્રાઈવેટ લિમિટેડની (એસબીએલ) મહેસૂલ ફેન ઉદ્યોગમાં મંદી અને નીચી નિકાસ માગણી દ્વારા અસર થઈ છે. એસબીએલ ખાતે નફાને ચંડીગઢ નજીક તેની નવી ફેક્ટરીના આરંભને લીધે વન-ઓફફ એક્સપેન્સ દ્વારા માઠી અસર થઈ છે. અમારું સંયુક્ત સાહસ બીએનપી એન્ડ બર્જર બેકરે ટોચની અને નીચેની રેખામાં પણ મજબૂત બે આંકડાની વૃદ્ધિ નોંધાવી છે.
ફોરેક્સ અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતાએ નજીકનાં ગાળામાં માર્જિનમાં જોખમો ચાલુ રાખ્યાં છે.

વિવિધ સેગમેન્ટ્સમાં ઘરઆંગણાની માગણીના સંકેતકોમાં ધીમી સુધારણા અને ત્યાર બાદ માગણીમાં માસિક ઉછાળો આગળ જતાં હકારાત્મક સંકેતક છે. આગામી મહિનાઓમાં પરિણામો આ સુધારણા પ્રદર્શિત કરવાની અપેક્ષા છે.

બર્જર પેઈન્ટ્સમાં અમારા રોકાણકારો અને હિસ્સાધારકો મૂલ્ય વધારવા અમારા પ્રયાસો નેટવર્ક વિસ્તરણ, ઈનોવેશન અને બ્રાન્ડ નિર્માણ પર રહેશે. અમને બર્જર પેઈન્ટ્સમાં ઈએસજી ઉત્કૃષ્ટતા નોંધાવવાની ખુશી છે, જ્યાં અમને એનએસઈ દ્વારા ઈએસજી પરિણામોમાં 64 સ્કોર પુરસ્કૃત કર્યો હતો, જેથી અમે અમારા લોકાભિમુખ વ્યવહારો, શિસ્તબદ્ધ શાસન અને જવાબદાર કામગીરીમાં ચાર ઉદ્યોગના સમોવડિયાઓની આગળ મૂકે છે,’’ એમ બર્જર પેઈન્ટ્સ ઈન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ અભિજિત રોયે જણાવ્યું હતું.

==========

Related posts

ભારતમાં સુલભ અને ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રોસ્ટેટિક કાળજી માટે ઉદ્યોગ આધારિત માર્ગદર્શિકા રજૂ કરે છે પરાશર ઇન્ડસ્ટ્રીઝ

Master Admin

GoDaddy’s Airo solution is helping Indian entrepreneurs save time AI-powered solution that saves small business owners precious time in establishing their online presence and attract new customers

Reporter1

મારુતિ સુઝુકી દ્વારા ‘જાગૃતિ’ ની શરૂઆત: ટ્રક ડ્રાઇવરો માટે 5-દિવસીય માર્ગ સુરક્ષા અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

Master Admin

Leave a Comment

Translate »