Nirmal Metro Gujarati News
GujaratPolitics

હું તેમને મર્દ માણસ માનતો હતો, પણ તેઓ આજે ભાજપની ભાષા બોલે છે

ઈટાલિયાનો રાજુ કરપડાને જવાબ

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાજુ કપરડાના આક્ષેપોનો જવાબ આપ્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬: આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ રાજીનામું આપી ગોપાલ ઈટાલિયા અને અને મનોજ સોરઠીયા પર સણસણતા આક્ષેપો કર્યા છે. તમામ આક્ષેપોને મનોજ સોરઠીયાએ પાયાવિહોણા ગણાવ્યા છે. તો સાથે જ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, રાજુભાઈએ જેલના ડરથી ગુજરાતના લોકો અને ખેડૂતોનો વિશ્વાસ તોડ્યો છે.
આપમાંથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ છછઁ પર જોરદાર પ્રહાર કર્યા છે. રાજુ કરપડાએ કહ્યું ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને પતાવી નાંખશે. કરપડાએ કહ્યું કે, ગોપાલ ઈટાલિયા તો આપને ગુજરાતમાં ઉભી જ નહીં થવા દે. હું જેલમાંથી જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. જેલમાં અમને કોઈ કાનુની મદદ મળી નહોતી. જેલમાં કોઈ સારા વકીલને પણ આપના નેતાઓએ મોકલ્યા નહીં. આમ આદમી પાર્ટીએ ખેડૂતોની કોઈ મદદ કરી નહીં હું જયારે જેલમાં હતો ત્યારે જ રાજીનામું આપવા વિચારી લીધુ હતું. રાજુ કરપડાએ રાજીનામું આપ્યા બાદ કર્યા આમઆદમી પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું, જેલમાં બંધ થયેલા ખેડૂતોને બચાવવા છછઁએ કોઈ પ્રયાસ ન કર્યા.. પ્રદેશના કેટલાક નેતાએ ભાવનગર કેસમાં મને ફસાવવા પ્રયત્નો કર્યા.

તો રાજુ કપરડાના આક્ષેપો પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ જવાબ આપ્યો છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, રાજુભાઈ આજે અમારી પાર્ટીમાં નથી એનું દુઃખ છે. સાથે જ તેઓએ પાર્ટીમાં રહી જે કામ કર્યું એ માટે એમનો અને એમના પરીવારનો ખૂબ ખૂબ આભાર. એક સમય હતો જ્યારે રાજુભાઈ મારી પાસે બેસીને ભાજપ સામે લડતા હતા. પણ આજે તેઓએ જે શબ્દો કહ્યા એ એમના અંતરના શબ્દો નથી, પણ તેઓને પકડાવવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબના છે. આજે તેમના ચહેરા પર ડર અને ગ્લાનિ છે. તેમની સામે જુદા જુદા કોર્ટ કેસ છે, જે પૈકીના ૨ કેસની સુનાવણી આજે સુરેન્દ્રનગર કોર્ટમાં હતી. આજે ફાઈનલ હિયરિંગ હતું. ભાજપ તરફથી તેમને ધમકી આપવામાં આવી કે આજે પ્રેસ નહીં કરો તો કોર્ટમાં કઈ પણ થઈ શકે છે. આજે મજબૂરી અને ડરના કારણે તેઓએ પ્રેસ કરી છે.

Related posts

ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન યોજાયું

Master Admin

પલસાણામાં ૧૦ કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ

Master Admin

સરકારે ભારત દેશને વેચી નાખ્યો, ટ્રેડ ડીલને લઈને સંસદમાં રાહુલ ગાંધી ગર્જ્યા

Master Admin

Leave a Comment

Translate »