Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

આજ કુછ તૂફાની કરતે હૈં : હનુમાનકાઈન્ડ અને થમ્સ અપ ભારત વિ. પાકિસ્તાન આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપનો રોમાંચને નવી ઊંચાઈએ લઈ જાય છે

ભારતની અબજો ડોલરની બ્રાન્ડ થમ્સ અપ સ્ટેડિયમમાં ટેસ્ટ અને ઠંડરનું એન્થમ લાવી 


નેશનલ | ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — અમુક દિવસો જોશ વધારવાની માગણી કરે છે તો અન્ય દિવસો સંપૂર્ણ ઠંડરની માગણી કરે છે. આવા સંજોગોમાં ભારત વિ. પાકિસ્તાન ક્રિકેટ મેચ હોય ત્યારે તે દર્શાવવાની એક જ રીત હોય. છે અને તે છે તૂફાની. આજ કુછ તૂફાની કરતે હૈની તેની એન્થમની ફિલોસોફીને જીવિત કરતાં થમ્સ અપે ભારત- પાકિસ્તાન આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ મેચને જબરદસ્ત નજારામાં ફેરવી દીધી હતી. આઈકોનિક હિપ-હોપ આર્ટિસ્ટ હનુમાનકાઈન્ડે સ્ટેડિયમને રોમાંચક ટેસ્ટ ધ ઠંડર મોમેન્ટ સાથે મેચ ડે ઊર્જામાં ફેરવી દીધું હતું.

ખીચોખીચ સ્ટેડિયમની પાર્શ્વભૂમાં હનુમાનકાઈન્ડે થમ્સ અપનું નવું એન્થમ- ટેસ્ટ ધ ઠંડર સાથે તેનાં અમુક ચુનંદાં ગીતો પણ ગાયાં હતાં. હનુમાનકાઈન્ડનો અજોડ પરફોર્મન્સ મેચની ઘનતામાં જોવા મળ્યો હતો, જે સાથે થમ્સ અપનો ઠંડરસ જોશ સ્ટેન્ડ્સ અને પડદા પર પણ જીવંત બન્યો હતો.

થમ્સ અપના સિગ્નેચર વિઝ્યુઅલ્સ એલઈડી સ્ક્રીન્સ પર છવાઈ ગયા હતા, જે પછી શાર્પ કાઉન્ટડાઉને વાતાવરણ વધુ સમૃદ્ધ બનાવી દીધું હતું. હનુમાનકાઈન્ડે તે પછી ટેસ્ટ ધ ઠંડર સાથે મંચ સંભાળી લીધું હતું. સમન્વયી રોશનાઈ, ધુમાડો અને હવાઈ કોરિયોગ્રાફીએ પરફોર્મન્સને નવી ઊંચાઈ આપી હતી, જે પછી ઉચ્ચ ઊર્જાવાળી ફિનાલેની આગેવાની કિંગ્સ યુનાઈટેડ ઈન્ડિયાએ કરી હતી. આ અવસરે ઘરઆંગણે વૃદ્ધિ પામેલી રૅપ અજાયબી, આઈકોનિક હિપ- હોપ ડાન્સ ક્રુ ને આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપની એકશન એકત્ર આવતાં સાંસ્કૃતિક જોડાણ અજોડ બન્યું હતું, જેની પૂર્ણહુતિ શક્તિશાળી, ગિરદી પ્રેરિત તૂફાની ખૂબી સાથે થઈ હતી.

હનુમાનકાઈન્ડ કહે છે, આવી મેચ ખાતે પરફોર્મ કરવાનું અતુલનીય લાગે છે. તમને હવામાં ઊર્જા મહેસૂસ થાય છે. થમ્પ સાથે આવું કરવા મળ્યું તે વિશેષ હતું. સ્પોર્ટસના ચાહકો માટે આ ઉત્તમ સમય છે.’’

ટેસ્ટ ધ ઠંડર હનુમાનકાઈન્ડની ગલીઓની અકશન અને વિશાળ દદલાની કમાન્ડિંગ હૂક્સને એકત્ર લાવે છે. મુંબઈમાં તાજેતરમાં પ્રેસ શોમાં લોન્ચ કરાયેલું એન્થમ તેના રૉ સાઉન્ડ અને નીડર વલણ માટે ચાહકોમાં જબરદસ્ત ઘેલું બન્યું છે.

કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “આવી મેચ ક્રિકેટના ઈતિહાસમાં છાપ છોડે છે, જે ફક્ત બે ટીમના ચાહકો માટે જ નહીં, પરંતુ એકંદરે સ્પોર્ટ માટે. સ્ટેડિયમમાં વાતાવરણ અત્યંત મંત્રમુગ્ધ કરનારું હતું! થમ્સ અપ ક્રિકેટ માટે આવી ઉચ્ચ ઘનતા અને રોમાંચના અવસરનો આંતરિક ભાગ રહી છે. આ રૉ, ભેળસેળરહિત ઊર્જા સાથે હનુમાનકાઈન્ડે આજ કુછ તૂફાની કરતે હૈને અવસર અને મેચ માટે ઉત્તમ સંયોજન કર્યું હતું.’’

ક્રિકેટનું મેદાનમાં વર્ચસ અને સ્ટેન્ડ્સમાં સંગીત વાતાવરણ તરબોળ કરી નાખે છે ત્યારે હનુમાનકાઈન્ડનો પરફોર્મન્સ મેચના દિવસના રોમાંચમાં શક્તિશાળી નવી સપાટી ઉમેરે છે. સ્ટુડિયોથી સ્ટેડિયમ સુધી ટેસ્ટ ધ ઠંડર પ્રવાસ ભારતના સૌથી મોટા અવસરોને દર્શાવવાનું ચાલુ રાખે છે, જે યુવા સંસ્કૃતિમાં તેના સ્થાન અને જીવંત અનુભવ, જ્યારે ફક્ત એક જ બાબત અનુકૂળ બને છે તૂફાનમાં તેની સ્થાન પર ભાર આપે છે.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ 

Related posts

Vogue Eyewear launches Exclusive Eyewear collection with brand ambassador Taapsee Pannu

Reporter1

કોર કનેક્ટ સર્કલ: એક એવો સમુદાય જ્યાં સંબંધો પ્રથમ આવે છે

Master Admin

નિકાસ-સંકળાયેલા ક્ષેત્રોમાં શરૂઆતના તણાવના સંકેતો વચ્ચે ગુજરાત એક મુખ્ય ઔદ્યોગિક MSME હબ રહ્યું છે: MSME સંપર્ક રિપોર્ટ

Master Admin

Leave a Comment

Translate »