Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

મેકમાયટ્રિપ અને ડ્રુકએર ડાયરેક્ટ- ફ્લાઈટ હોલીડે પેકેજીસ સાથે ભૂતાનને અમદાવાદથી પહોંચક્ષમ બનાવે છે

આ ડાયરેક્ટ રુટને કારણે પ્રવાસ સમય ત્રણ કલાક ઓછો થશે, જેને લઈ આ સમરમાં હિમાલયન શાસન આસાન પહોંચમાં આવશે

ગુરુગ્રામ | ૧૪મી એપ્રિલ ૨૦૨૬ — ભારતની અગ્રગણ્ય ઓનલાઈન ટ્રાવેલ કંપની મેકમાયટ્રિપ દ્વારા આજે ડ્રુકએર સાથે ભાગીદારીમાં ભૂતાન હોલીડે પેકેજીસના લોન્ચની ઘોષણા કરી હતી. અમદાવાદના પ્રવાસીઓને પારો માટે સીધી ફ્લાઈટ્સને પહોંચ મળશે, જેને લઈ આઠ કલાક સુધી લાંબો પ્રવાસ થાય છે તે લેઓવર્સની જરૂર નહીં પડશે. નવાં પેકેજીસ 26 એપ્રિલથી શરૂ થતી ફ્લાઈટ્સ સાથે પ્રવાસનો સમય પાંચ કલાક ઓછો કરશે. તે મેકમાયટ્રિપ એપ પર, મેકમાયટ્રિપ ફ્રેન્ચાઈઝીઓમાં અને ગુજરાતમાં ફ્લેમિંગો આઉટલેટ્સ ખાતે પણ ઉપલબ્ધ થશે.

ભૂતાન તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે અને મંત્રમુગ્ધ કરનારા નિસર્ગસૌંદર્ય માટે પ્રસિદ્ધ છે, જે ભારતીય પ્રવાસીઓ માટે લાંબા સમયથી રુચિનું સ્થળ બની રહ્યું છે. નોંધપાત્ર રીતે ભૂતાન માટે સર્ચ 2026ના પ્રથમ ત્રિમાસિકમાં બે આંકડામાં વધી ગયું છે, જેમાં સર્વોચ્ચ સર્ચ ગુજરાતમાંથી થયું છે, જે રાજ્યમાંથી વધતી માગણી પ્રદર્શિત કરે છે. આ વધતી ભૂખની રેખામાં કંપનીએ સાત રાત, બહુશહેરી હોલીડે પેકેજ ભૂતાન માટે તૈયાર કર્યાં છે, જે વ્યક્તિદીઠ રૂ. 99,699 છે, જેમાં સમર્પિત ગ્રુપ સાથે પ્રવાસમાં અંગત કૂક સમર્પિત મહારાજ દ્વારા તૈયાર કરાયેલું અસલી ગુજરાતી ભોજન, શ્રેણીની પસંદગીમાં મુકામ, પારો ખાતે નિશ્ચિત પ્રસ્થાનો અને ભારતીય ટુર મેનેજર સાથે સ્થાનિક ભૂતાની ગાઈડનો સમાવેશ થાય છે.

મેકમાયટ્રિપના હોલીડેઝ અને એક્સપીરિયન્સીસના ચીફ કમર્શિયલ ઓફિસર જસમીત સિંહે જણાવ્યું હતું કે, “ભૂતાને લાંબા સમયથી ભારતીય પ્રવાસીઓને રુચિ જગાવી છે, જેમાં એપ્રિલ અને જૂન વચ્ચે સર્ચ સૌથી વધુ થાય છે, જે યોગાનુયોગ સમર હોલીડેનો સમયગાળો હોય છે. અમારી ડ્રુકએર સાથે ભાગીદારીનું લક્ષ્ય તેનું નિર્ભેળ સૌંદર્યની ખોજ કરવા અને આ પીક સીઝનમાં માગણીને પહોંચી વળવા માટે રોમાંચક નવા માર્ગો નિર્માણ કરવાનું છે. પેકેજની દરેક બારીકાઈનું ધ્યાન રખાયું છે, જેથી પ્રવાસીઓ સંપૂર્ણપણે અનુભવ પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે.’

ડ્રુકએર કોર્પોરેશન લિમિટેડના સીઈઓ તાંડી વાંગચુકે જણાવ્યું હતું કે, “ભારત અમારી સૌથી મહત્ત્વપૂર્ણ બજાર છે અને અમદાવાદ નોંધપાત્ર તકો આલેખિત કરે છે. મેકમાયટ્રિપ સાથે આ ભાગીદારીને કારણે ભરપૂર પ્રવાસની માગણી સાથે શહેરને સીધી કનેક્ટિવિટી મળી છે. અમને વિશ્વાસ છે કે પ્રવાસીઓને ઘરની જેમ ભૂતાનનો અનુભવ કરવાનું ગમશે.’’

સાત રાતની આઈટિનરી પ્રવસીઓને ભૂતાનનાં ત્રણ પ્રતીકાત્મક સ્થળે લઈ જાય છે, જેમાં પારો મનોહર હિમાલયાના સાંનિધ્યમાં પારો છુ નદી પાસે સ્થિત નયનરમ્ય ખીણ છે, પુનાખાને તેની હરિયાળી ખીણ માટે પ્રેમ કરાય છે અને ફો ચુ અને મો ચુ નદીઓ અને ભૂતાનની જીવંત રાજધાની થિમ્પુના સંગમ ખાતે પુનાખા જોંગનો સમાવેશ થાય છે.

ભૂતાનનો અનુભવ ખુદ ત્યાંની હવા સાથે શરૂ થાય છે. અમદાવાદથી પારો સુધી સીધી ફ્લાઈટ હિમાલયા થકી મંત્રમુગ્ધ કરનારા માર્ગમાંથી પસાર થાય છે, જે દુનિયામાં સૌથી નિસર્ગરમ્ય રુટ છે, જે નાટકીય પહાડી ઉતરાણ પૂર્વે પહાડીઓ અને ખીણનો અદભુત નજારો પ્રદાન કરે છે.

કનેક્ટિવિટી અંતર દૂર કરવા ઉપરાંત અમદાવાદથી આ પેકેજીસના લોન્ચ સાથે ભારતીય નાગરિકો માટે પ્રવાસની આસાની છે, કારણ કે તેમને પાસે ભૂતાનમાં પ્રવેશવા માટે ફક્ત પ્રમાણિત પાસપોર્ટ અથવા મતદાર ઓળખપત્ર હોવો જોઈએ, જ્યારે દેશભરમાં ભારતીય કરન્સીનો સ્વીકાર થતો હોવાથી ફોરેન એક્સચેન્જ રાખવાની જરૂર પણ દૂર કરે છે.

Related posts

Ai+ Smartphone નોવા 2 5G અને નોવા 2 અલ્ટ્રા 5G ના વેચાણની પુનઃ શરૂઆતની જાહેરાત કરે છે — 1 મે, બપોરે 12 વાગ્યે વેચાણ

Master Admin

CHUPA CHUPS’ NEW ‘SAMAJH KE BAHAR’ CAMPAIGN BRINGS ALIVE ITS SWEET & SOUR FUN

Reporter1

TECNO નવા SPARK Go 3 Pro સાથે સૌપ્રથમ વખત આ સેગમેન્ટમાં IP69 સ્તરની મજબૂતાઈ અને ટકાઉપણું સામાન્ય ગ્રાહકો સુધી પહોંચાડે છે.

Master Admin

Leave a Comment

Translate »