Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

મલ્ટી-એસેટ એલોકેશન દ્વારા બજારની અનિશ્ચિતતામાં સુરક્ષિત માર્ગદર્શન

બજારની અસ્થિરતા સામે મજબૂત કવચ: SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ પહેલ:

એવા વાતાવરણમાં જ્યાં બજારો રિસ્ક-ઓન અને રિસ્ક-ઓફ વચ્ચે બદલાતા રહેતા હોય તેવા વાતાવરણમાં, એક કરતાં વધારે એન્જિન ધરાવતું પોર્ટફોલિયો બનાવવો એ નવીનતા ઓછી અને આવશ્યકતા બની ગઈ છે. આ તે જગ્યા છે જ્યાં મલ્ટી-એસેટ એલોકેશન ફંડ્સ – જે ઇક્વિટી, ડેબ્ટ અને સોના અને ચાંદી (અને ક્યારેક REITs) જેવી કોમોડિટીઝને જોડે છે.

મલ્ટી-એસેટ એલોકેશન રોકાણ એક સમયે પ્રમાણમાં નવો ખ્યાલ હતો, જેના કારણે ઘણા રોકાણકારોને એવો પ્રશ્ન થતો હતો કે જ્યારે તેઓ વ્યક્તિગત રીતે ઇક્વિટી, ડેબ્ટ અથવા સોનામાં નાની રકમનું રોકાણ કરી શકે છે, ત્યારે તેમને આવા ફંડની શું જરૂર છે? જો કે, ઉપલબ્ધ રોકાણ વિકલ્પોની વિશાળ શ્રેણીને ધ્યાનમાં રા ખીને આ ચોક્કસપણે શક્ય હતું, પરંતુ વ્યવહારમાં ઘણી બધી એસેટ્સનું સ્વતંત્ર રીતે સંચાલન કરવું અને સાથે તેની વ્યવહારિકતા, ખર્ચ કાર્યક્ષમતા, ટેક્સ કાર્યક્ષમતા અને સતત પર્ફોર્મન્સ ટ્રેકિંગ જેવી બાબતો ઘણી વખત પડકારજનક સાબિત થાય છે.

વિવિધ બજાર પરિસ્થિતિઓમાં જોખમ ઘટાડવા માટે ‘યુનિફાઇડ પોર્ટફોલિયો‘ એક મજબૂત કવચ:

હાઇબ્રિડ કેટેગરીમાં આવતું મલ્ટી-એસેટ એલોકેશન ફંડ એક જ પોર્ટફોલિયોમાં ઇક્વિટી, ડેબ્ટ અને અન્ય એસેટ્સ જેમ કે REITs અથવા સોના-ચાંદી જેવી કોમોડિટીઝનું સંયોજન કરીને પ્રક્રિયાને સરળ બનાવે છે. કારણ કે આ એસેટ ક્લાસ કોઈ પણ સમયે એકસમાન રીતે વર્તતા નથી, તેથી એકનું પ્રદર્શન બીજા સાથે સીધું જોડાયેલું હોતું નથી. આ કુદરતી વૈવિધ્યકરણ  પોર્ટફોલિયોને વધુ સંતુલિત રહેવામાં મદદ કરે છે અને બજારના વિવિધ ચક્ર દરમિયાન સંભવિત રીતે વધુ સારો જોખમ-સમાયોજિત અનુભવ પ્રદાન કરે છે.

નીચેનું કોષ્ટક દર્શાવે છે કે 2007 થી અત્યાર સુધીના વિવિધ વર્ષોમાં અલગ-અલગ એસેટ ક્લાસે શાનદાર પ્રદર્શન કર્યું છે. કારણ કે તેમની હિલચાલ એકબીજા સાથે સંપૂર્ણપણે જોડાયેલી નથી, તેમને પોર્ટફોલિયોમાં જોડવાથી એક એસેટ બીજાના નુકસાનને વિવિધ સમયે સરભર કરી શકે છે, જે સંભવિતપણે એકંદરે વધુ સ્થિર પરિણામ મેળવવામાં મદદરૂપ થાય છે.

                 કોષ્ટક: “વર્ષો દરમિયાન વિવિધ રોકાણ શ્રેણીઓના પ્રદર્શનનું વિશ્લેષણ”

મલ્ટી-એસેટ એલોકેશન ફંડનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વિવિધ એસેટ્સનું સંયોજન હોય છે, જેમાં દરેકનું પોતાનું અલગ કાર્ય હોય છે. આ બિલકુલ એક વિજેતા સ્પોર્ટ્સ ટીમ જેવું છે, જે ક્યારેય માત્ર ‘સ્ટ્રાઈકર્સ’ અથવા ફક્ત ‘ડિફેન્ડર્સ’  થી બનતી નથી.

ઇક્વિટી – તે પોર્ટફોલિયોમાં વૃદ્ધિ લાવવાનું લક્ષ્ય રાખે છે અને ઓફેન્સીવ રમે  છે. જ્યારે પણ તક મળે ત્યારે તે ગણતરીપૂર્વકનું જોખમ લઈને સ્કોર વધારવામાં મદદ કરે છે.

ડેબ્ટ – તે પોર્ટફોલિયોને સંભવિત સ્થિરતા પૂરી પાડે છે અને ડિફેન્સ ની ભૂમિકા ભજવે છે. — જેમ ક્રિકેટમાં ફીલ્ડર્સ અને વિકેટકીપર અથવા ફૂટબોલમાં ગોલકીપર ટીમને સુરક્ષિત રાખે છે.

કોમોડિટીઝ – જેમ કે સોનું અથવા ચાંદી ઓલ-રાઉન્ડર જેવી ભૂમિકા ભજવે છે. અનિશ્ચિતતા ના સમયમાં તે સારું પ્રદર્શન કરી શકે છે. આ અન્ય એસેટ ક્લાસ સાથે સીધા સંબંધિત નથી, તેથી બજારની પરિસ્થિતિ અનુસાર ઓફેન્સ અને ડિફેન્સ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે.

“આ તમામ એસેટ ક્લાસ ભેગા મળીને એક એવી સક્ષમ અને સંતુલિત ટીમ બનાવે છે, જે બજારની વિવિધ ‘મેચ સિચ્યુએશન્સ’ ને હેન્ડલ કરવામાં સક્ષમ છે, અને રોકાણકારોને એક વધુ સુવ્યવસ્થિત અને વૈવિધ્યસભર રોકાણ અભિગમ પૂરો પાડે છે.”

માર્કેટ ડ્રોડાઉન દરમિયાન મલ્ટી-એસેટ અભિગમ:

બજારના ઘટાડા સામે રક્ષણ મેળવવા માટે ‘મલ્ટી-એસેટ’ વ્યૂહરચના સૌથી અસરકારક સાબિત થઈ.

બજાર સામાન્ય રીતે ક્યારેય સીધી રેખામાં ગતિ કરતું નથી; તે વિવિધ ચક્રો, નીતિગત ફેરફારો અને સેન્ટિમેન્ટના આધારે સતત બદલાતું રહે છે. આવા અસ્થિર વાતાવરણમાં, મલ્ટી-એસેટ એલોકેશન અભિગમ રોકાણમાં પરસ્પર પૂરક ભૂમિકાઓ ભજવે છે, જેથી પોર્ટફોલિયો બજારના તીવ્ર ઘટાડા જેવી વિવિધ પરિસ્થિતિઓમાં પોતાને અનુકૂળ બનાવી શકે છે.

નીચે દર્શાવેલા ગ્રાફ મુજબ, બજારના કરેક્શન દરમિયાન, છેલ્લા ત્રણ વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં BSE 500 TRI માં ‘SBIMF મલ્ટી એસેટ એલોકેશન ફંડ ઇન્ડેક્સ’ અને ‘SBI મલ્ટી એસેટ એલોકેશન ફંડ’ની સરખામણીએ વધુ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

ગ્રાફ: છેલ્લા ૩ વર્ષ દરમિયાન બજારના ઘટાડા સામે સ્થિરતાનું પ્રદર્શન  

આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે મલ્ટી-એસેટ અભિગમમાં વિવિધ એસેટ ક્લાસ સામાન્ય રીતે એકસરખી દિશામાં ગતિ કરતા નથી. તેમનું આ વૈવિધ્યસભર વર્તન ‘કોન્સન્ટ્રેશન રિસ્ક’ ઘટાડવામાં મદદ કરે છે અને બજારના અલગ-અલગ તબક્કામાં વધુ સારું સંતુલન લાવે છે.

ટૂંકમાં, મલ્ટી-એસેટ વ્યૂહરચના બજારના કરેક્શન દરમિયાન નીચે મુજબના મુખ્ય ફાયદાઓ પ્રદાન કરે છે:

1. વૈવિધ્યસભર રિસ્ક ડ્રાઇવર્સ : આ અભિગમમાં ઇક્વિટી પોર્ટફોલિયોની વૃદ્ધિમાં ફાળો આપે છે, ડેબ્ટ બચાવ પક્ષ મજબૂત કરે છે, અને સોનું અનિશ્ચિતતાઓ સામે એક ‘હેજ’ તરીકે કામ કરે છે.

2. લોઅર કોરિલેશન : જ્યારે પોર્ટફોલિયોનો કોઈ એક ભાગ દબાણ હેઠળ હોય છે, ત્યારે બીજો એસેટ ક્લાસ તેની નકારાત્મક અસરને ઘટાડવામાં (Cushioning) મદદ કરે છે.

3. રીબેલેન્સિંગ : શિસ્તબદ્ધ “નીચા ભાવે ખરીદો અને ઊંચા ભાવે વેચો”  ની પ્રક્રિયા બજારના વિવિધ ચક્રો દરમિયાન રોકાણની મુસાફરીને સરળ અને સુગમ બનાવે છે.

4. સ્થિરતા : ભલે લાંબા ગાળાનું વળતર અન્ય કેટેગરીઝ જેવું જ હોય, પરંતુ આ અભિગમ દ્વારા રોકાણનો એકંદર અનુભવ વધુ સ્થિર અને ઓછી અસ્થિરતા ધરાવતો બની શકે છે.

વિવિધ રોકાણ શ્રેણીઓનું તુલનાત્મક વર્તન (સૂચક, ભવિષ્યવાણી નથી):

1. પ્યોર ઇક્વિટી: ઐતિહાસિક રીતે, જ્યારે બજારમાં તીવ્ર વેચવાલી આવે છે, ત્યારે આ ફંડ્સમાં સૌથી ઝડપી અને મોટો ઘટાડો જોવા મળે છે.

2. એગ્રેસિવ હાઇબ્રિડ / બેલેન્સ્ડ એડવાન્ટેજ: ઇક્વિટી અને ડેટ વચ્ચે ફાળવણી બદલવાની ક્ષમતાને કારણે, આ ફંડ્સમાં સામાન્ય રીતે પ્યોર ઇક્વિટી કરતા ઓછો ઘટાડો જોવા મળે છે.

3. મલ્ટી-એસેટ એલોકેશન: જોખમી સમયગાળા  દરમિયાન આ ફંડ્સનું પ્રદર્શન ઘણીવાર એગ્રેસિવ હાઇબ્રિડ જેવું જ રહે છે. ખાસ કરીને જ્યારે સોનું/ચાંદી અને ડેટમાં પૂરતું રોકાણ હોય, ત્યારે તેને ‘ઓલ-વેધર’ (દરેક સિઝન માટે અનુકૂળ) વિકલ્પ તરીકે ગણવામાં આવે છે.

વર્તમાન સમયમાં ‘મલ્ટી-એસેટ‘ અભિગમ શા માટે અનિવાર્ય છે?

આજનું બજાર વાતાવરણ મલ્ટી-એસેટ વ્યૂહરચનાની જરૂરિયાતને વધુ પ્રબળ બનાવે છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

• વૈશ્વિક અનિશ્ચિતતા અને સમયાંતરે આવતી અસ્થિરતા:
વધતા ભૌગોલિક રાજકીય તણાવ , વૈશ્વિક વિકાસના બદલાતા પ્રવાહો અને અચાનક આવતા ‘રિસ્ક-ઓફ’ તબક્કાઓનો અર્થ એ છે કે બજારનું સેન્ટિમેન્ટ ગમે ત્યારે ઝડપથી બદલાઈ શકે છે. જેમ કોઈ રમતની સ્પર્ધાત્મક મેચમાં ગણતરીની મિનિટોમાં આખું પરિણામ બદલાઈ શકે છે, તેમ આજના સમયમાં પોર્ટફોલિયોએ પહેલાં કરતા વધુ ઝડપથી ‘ઓફેન્સ’ (આક્રમણ) માંથી ‘ડિફેન્સ’ (બચાવ) તરફ વળવાની જરૂર પડી શકે છે.

• વ્યાજ દરમાં ફેરફાર જે વિવિધ એસેટ ક્લાસ પર અસર કરે છે:
પોલિસી વ્યાજ દરમાં ફેરફાર અને ભવિષ્યમાં વ્યાજ દરમાં કાપ કે વધારાની અપેક્ષાઓ ઇક્વિટી વેલ્યુએશન અને બોન્ડના ભાવ બંનેને અસર કરે છે. આ એક એવું ગતિશીલ વાતાવરણ બનાવે છે જેમાં માત્ર એક જ એસેટ ક્લાસમાં રોકાણ રાખવાથી પોર્ટફોલિયો બજારના તીવ્ર ઉતાર-ચઢાવ સામે જોખમી બની શકે છે.

• બજારની દિશા નક્કી કરતા સ્થાનિક અને વૈશ્વિક નીતિગત સંકેતો:
રાજકોષીય જાહેરાતો , નિયમનકારી અપડેટ્સ, સેન્ટ્રલ બેંકોના પગલાં અને વૈશ્વિક મેક્રો સંકેતો બજારને અચાનક બદલી શકે છે. નીતિ આધારિત આ ફેરફારો વિવિધ એસેટ ક્લાસ પર અલગ-અલગ રીતે અસર કરે છે, જેના કારણે માત્ર એક જ એસેટ પર આધારિત અભિગમમાં જોખમનું પ્રમાણ વધી જાય છે.

• સોના અને ચાંદી જેવી કોમોડિટીઝની ભૂમિકા વધુ મહત્વની બની:

જ્યારે પણ અનિશ્ચિતતા વધે છે- પછી તે ફુગાવાની ચિંતા હોય, ચલણના મૂલ્યમાં ફેરફાર હોય કે ભૌગોલિક રાજકીય તણાવ હોય—સોના અને ચાંદી જેવી કોમોડિટીઝે ઐતિહાસિક રીતે હંમેશા મહત્વની ભૂમિકા ભજવી છે. એક શ્રેષ્ઠ ‘ડાયવર્સિફાયર’ (વૈવિધ્ય લાવનાર એસેટ) તરીકે તેમનું પુનઃઆગમન મલ્ટી-એસેટ માળખામાં સંતુલનનું એક વધારાનું સ્તર ઉમેરે છે.

નિષ્કર્ષ – એક ટીમ, અનેક ભૂમિકાઓ:
મલ્ટી-એસેટ એલોકેશન અભિગમ એ એક એવું પોર્ટફોલિયો છે જે ‘ઓફેન્સ’  અને ‘ડિફેન્સ’ બંને રમે છે. વૃદ્ધિ માટે ઇક્વિટી, સ્થિરતા માટે ડેટ અને વૈવિધ્યકરણ માટે સોના-ચાંદી જેવી કોમોડિટીઝના સંતુલિત મિશ્રણ દ્વારા, તેનો ઉદ્દેશ્ય બજારના વિવિધ ચક્રો દરમિયાન રોકાણકારોને એક વધુ માપસરનો અને સુરક્ષિત રોકાણ અનુભવ પૂરો પાડવાનો છે.

એવી દુનિયામાં જ્યાં બજારની સ્થિતિ ઝડપથી બદલાય છે, ત્યાં સ્પષ્ટ ભૂમિકાઓ, સંતુલન અને શિસ્ત ધરાવતી આ ટીમ રોકાણકારોને સ્થિર રહેવામાં મદદ કરે છે. તે રોકાણકારનું ધ્યાન માત્ર હાફ-ટાઇમ ના સ્કોરબોર્ડ પર નહીં, પરંતુ આખી સીઝન (લાંબા ગાળાના લક્ષ્યો) પર કેન્દ્રિત રાખવામાં મદદરૂપ થાય છે.

SBI મ્યુચ્યુઅલ ફંડ દ્વારા એક રોકાણકાર શિક્ષણ અને જાગૃતિ પહેલ:

રોકાણકારોએ માત્ર નોંધાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સ સાથે જ વ્યવહાર કરવો જોઈએ, જેની વિગતો SEBIની વેબસાઇટ (https://www.sebi.gov.in) પર ‘Intermediaries/Market Infrastructure Institutions’ હેઠળ ચકાસી શકાય છે. વન-ટાઇમ KYC (Know Your Customer) પૂર્ણ કરવાની પ્રક્રિયા, જેમાં સરનામું, ફોન નંબર, બેંક વિગતો વગેરે બદલવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે, તે માટે કૃપા કરીને મ્યુચ્યુઅલ ફંડ્સની વેબસાઇટનો સંદર્ભ લો. જો રોકાણકારો નોંધાયેલા મધ્યસ્થીઓના પ્રતિસાદથી અસંતુષ્ટ હોય, તો તેઓ https://scores.sebi.gov.in/ પર ફરિયાદ નોંધાવી શકે છે. SCORES તમને SEBI પાસે ઓનલાઇન ફરિયાદ નોંધાવવાની અને ત્યારબાદ તેની સ્થિતિ જોવાની સુવિધા આપે છે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણો બજારના જોખમોને આધીન છે, યોજના સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.

Related posts

નવરાત્રીના પહેલા જ દિવસે સ્પિનીએ 1,370 કારની ડિલિવરી કરી; દર 41 સેકન્ડે એક કારની ડિલિવર કરાઇ

Master Admin

New Shapes, More Fun! Alpenliebe Juzt Jelly launches Jungle Land and Fruity Salad, to create more playful moments

Reporter1

IndianOil UTT 2024: Ayhika Continues Giant-Killing Ways, Beats World No. 13 Bernadette Szocs in Puneri Paltan Table Tennis’ 10-5 Win Over Ahmedabad SG Pipers

Reporter1

Leave a Comment

Translate »