Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Crimenational

ઓડિશામાં ધોરણ-૭ની બાળકીનું જાતીય શોષણ કરનારા ૫ શિક્ષકો ઝડપાયા

ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવતો એક અત્યંત શરમજનક કિસ્સો

ખાનગી શાળાના પાંચ શિક્ષકોએ મળીને ૧૩ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું

(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશા,તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૬: ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લામાંથી ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધને લજવતો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક ખાનગી શાળાના પાંચ શિક્ષકોએ મળીને ૧૩ વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે પાંચેય આરોપી શિક્ષકોની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સગીરા ધોરણ-૭ માં અભ્યાસ કરે છે. બાળકીએ તેના માતા-પિતાને જાણ કરી હતી કે, શાળાના શિક્ષકો લાંબા સમયથી તેનું જાતીય શોષણ કરી રહ્યા છે. આ સાંભળી ચોંકી ઉઠેલા માતા-પિતાએ તાત્કાલિક જિલ્લા બાળ કલ્યાણ સમિતિ (ઝ્રઉઝ્ર) નો સંપર્ક કર્યો હતો.બાળ કલ્યાણ સમિતિએ આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.

સમિતિના સભ્ય સ્વાગતિકા પાત્રાએ જણાવ્યું કે, “અમને ૧૮ ફેબ્રુઆરીએ ફરિયાદ મળી હતી. ૪૮ કલાકની તપાસ બાદ અમે આ મામલો કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો.” સમિતિએ જિલ્લા શિક્ષણ અધિકારીને પણ આ બાબતે અલગથી તપાસ કરવા આદેશ આપ્યો છે.રાજકનિકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંજય મલિકે જણાવ્યું કે, સગીરાના પિતા અને બાળ કલ્યાણ સમિતિની ફરિયાદના આધારે શનિવારે પાંચેય આરોપી શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે આ રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષ બીજેડી એ આ મામલે કેન્દ્રાપાડા એસપીને આવેદનપત્ર પાઠવીને દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

Related posts

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી ૨૫ કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો

Master Admin

લખનઉમાં ૧૦૦થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ૧૦૦૦થી વધુ ઝૂંપડા રાખ

Master Admin

પેટ્રોલની નિકાસ પર ૩ વિન્ડફોલ ટેક્સ ઝીંકાયો, ડીઝલ-ATF પર રાહત

Master Admin

Leave a Comment

Translate »