Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
IPOMain Board IPO Gujarati

શ્રી રામ ટિ્‌વસ્ટેક્સ આઈપીઓ સમીક્ષા

• કંપની વિવિધ કાઉન્ટ અને વેરાયટીમાં કોટન યાર્નના ઉત્પાદન અને માર્કેટિંગમાં કાર્યરત છે.
• તેણે અહેવાલ કરેલા સમયગાળા માટે તેની ટોપ અને બોટમ લાઈન્સમાં વૃદ્ધિ નોંધાવી છે.
• નાણાકીય વર્ષ ૨૦૨૪ થી તેના દ્વારા નોંધવામાં આવેલા ઊંચા માર્જિન ચિંતા પેદા કરે છે કારણ કે તે અત્યંત સ્પર્ધાત્મક અને વિખરાયેલા સેગમેન્ટમાં કાર્યરત છે.
• તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, ઈશ્યુની કિંમત અતિશય વધારે જણાય છે.
• આ મોંઘી અને જોખમી ઓફરને છોડવામાં કોઈ નુકસાન નથી.

કંપની વિશેઃ
શ્રી રામ ટિ્‌વસ્ટેક્સ લિમિટેડ (એસઆરટીએલ) કોટન યાર્નના ઉત્પાદનમાં કાર્યરત છે, જેમાં કોમ્પેક્ટ રિંગ સ્પન અને કાર્ડેડ યાર્ન, કોમ્બ્ડ અને કાર્ડેડ બંનેનો સમાવેશ થાય છે. તેની પ્રોડક્ટ રેન્જમાં એલી ટિ્‌વસ્ટ (કોમ્બ્ડ અને કાર્ડેડ ), કોમ્પેક્ટ સ્લબ યાર્ન અને લાયક્રા-બ્લેન્ડેડ યાર્ન જેવી વેલ્યુ-એડેડ યાર્નનો પણ સમાવેશ થાય છે. તેના યાર્નનો ઉપયોગ નીટિંગ અને વીવિંગ બંનેમાં થાય છે, જે ડેનિમ, ટેરી ટુવાલ, શર્ટિંગ, શીટિંગ, સ્વેટર, મોજાં, બોટમ વેઅર, હોમ ટેક્સટાઇલ અને ઔદ્યોગિક કાપડ જેવા અંતિમ ઉપયોગના ક્ષેત્રોની વિશાળ શ્રેણીમાં સેવા આપે છે.

કંપની વિશિષ્ટ રીતે બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) સેગમેન્ટમાં કાર્ય કરે છે, જે ટેક્સટાઇલ ઉત્પાદકો, ગારમેન્ટ નિકાસકારો, જથ્થાબંધ ખરીદદારો અને ફેબ્રિક પ્રોસેસર્સ જેવા સંસ્થાકીય ખરીદદારોને ઉત્પાદનો સપ્લાય કરે છે. તેનું વિશિષ્ટ બીટુબી ફોકસ તેને મોટા પાયાના ખરીદદારોની જરૂરિયાતો મુજબ ઉત્પાદન અને સપ્લાય ચેઈન પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવાની મંજૂરી આપે છે, જે સતત ગુણવત્તા, ડિલિવરી અને કાર્યક્ષમ ઓર્ડર પરિપૂર્ણતાની ખાતરી આપે છે. તે તેને લાંબા ગાળાના ગ્રાહક સંબંધો બાંધવા અને કાઉન્ટ, ટિ્‌વસ્ટ અને મજબૂતી સહિતના વિશિષ્ટ તકનીકી પરિમાણોને અનુરૂપ કસ્ટમાઇઝ્‌ડ યાર્ન સોલ્યુશન્સ ઓફર કરવાની પણ મંજૂરી આપે છે.

કંપનીની કામગીરી કોટન વેસ્ટ જેવી ઉપ-પેદાશોમાંથી પણ આવક પેદા કરે છે, જે નોન-વોવન ફેબ્રિક્સ અને ઓપન-એન્ડ યાર્ન બનાવતા ઉદ્યોગોને વેચવામાં આવે છે. કંપની વિસ્કોસ-કોટન મિક્સ યાર્ન, એફપી બેલ્સ અને ઓપન-એન્ડ યાર્ન પણ વેચે છે, જે વિવિધ ટેક્સટાઇલ સેગમેન્ટની જરૂરિયાતો પૂરી કરે છે. આ ઉત્પાદનો ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને આધારે ફેબ્રિક ઉત્પાદકો, વીવિંગ યુનિટ્‌સ અને વેપારીઓને વેચવામાં આવે છે.

એસઆરટીએલ સ્થાનિક બજાર અને આંતરરાષ્ટ્રીય બજારો બંનેમાં ઉત્પાદનો વેચે છે, જેમાં વિદેશી વેચાણ મર્ચન્ટ નિકાસકારો દ્વારા કરવામાં આવે છે. આ મર્ચન્ટ નિકાસકારો વૈશ્વિક વેપાર પદ્ધતિઓ, નિકાસ દસ્તાવેજો અને ગંતવ્ય પાલન જરૂરિયાતોમાં નિપુણતા ધરાવે છે, જે તેને ન્યૂનતમ લોજિસ્ટિકલ અવરોધો સાથે વિદેશી બજારોની વિશાળ શ્રેણીમાં સેવા આપવા સક્ષમ બનાવે છે. તેનું સ્થાનિક વેચાણ સંસ્થાકીય ગ્રાહકોને સીધા વેચાણ અને બ્રોકર્સ તથા એજન્ટોના નેટવર્ક દ્વારા સુલભ બને છે જેઓ મુખ્ય મધ્યસ્થી તરીકે કામ કરે છે. તેની મુખ્ય આવક સ્થાનિક બજારોમાંથી આવે છે. ૩૦ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ, તેના પેરોલ પર ૫૮ કર્મચારીઓ હતા.

ઇશ્યુની વિગતો/મૂડીનો ઇતિહાસઃ
કંપની રૂ. ૧૦ ની ફેસ વેલ્યુ ધરાવતા ૧,૦૬,૦૦,૦૦૦ ઇક્વિટી શેરના તેના પ્રથમ બુક બિલ્ડિંગ રૂટ આઈપીઓ સાથે આવી રહી છે (અપર કેપ પર રૂ. ૧૧૦.૨૪ કરોડની કિંમત). કંપનીએ રૂ. ૧૦ ના દરેક ઇક્વિટી શેર દીઠ રૂ. ૯૫ – રૂ. ૧૦૪ ની પ્રાઇસ બેન્ડ જાહેર કરી છે. આ ઇશ્યુ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ બંધ થશે. લઘુત્તમ અરજી ૧૪૪ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરવાની રહેશે. એલોટમેન્ટ પછી, શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે. આ ઇશ્યુ આઈપીઓ પછીની પેઇડ-અપ ઇક્વિટી મૂડીના ૨૬.૫૨ ટકા હિસ્સો ધરાવે છે. ફ્રેશ ઇક્વિટી ઇશ્યુની ચોખ્ખી આવકમાંથી, કંપની રૂ. ૩૯.૦૦ કરોડ કેપ્ટિવ વિન્ડ મિલ પાવર પ્લાન્ટ માટે, રૂ. ૧૪.૮૯ કરોડ અમુક બાકી લોનની ચુકવણી/પ્રીપેમેન્ટ માટે, રૂ. ૪૪.૦૦ કરોડ વર્કિંગ કેપિટલ માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરશે.

આ ઇશ્યુ માટેના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ છે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યુના રજિસ્ટ્રાર છે. બીલાઇન બ્રોકિંગ લિમિટેડ સિન્ડિકેટ મેમ્બર છે.

કંપનીએ ક્યુઆઈબી માટે ઓછામાં ઓછા ૭૫ ટકા, એચએનઆઈ માટે ૧૫ ટકાથી વધુ નહીં અને રિટેલ રોકાણકારો માટે ૧૦ ટકાથી વધુ નહીં તે રીતે ફાળવણી કરી છે.

શરૂઆતના ઇક્વિટી શેર ફેસ વેલ્યુ પર ઇશ્યુ કર્યા પછી, કંપનીએ જુલાઈ ૨૦૧૪ અને માર્ચ ૨૦૧૬ વચ્ચે શેર દીઠ રૂ. ૨૦ ની નિશ્ચિત કિંમતે વધુ ઇક્વિટી શેર ઇશ્યુ કર્યા છે. તેણે માર્ચ ૨૦૨૪ માં ૧ શેર દીઠ ૧.૫ ના રેશિયોમાં બોનસ શેર પણ ઇશ્યુ કર્યા છે. પ્રમોટર્સ દ્વારા શેર હસ્તગત કરવાની સરેરાશ કિંમત પ્રતિ શેર રૂ. ૩.૩૩, રૂ. ૫.૪૮ અને રૂ. ૬.૨૨ છે.

આઈપીઓ પછી, તેની રૂ. ૨૯.૩૮ કરોડની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી વધીને રૂ. ૩૯.૯૮ કરોડ થશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડની અપર કેપના આધારે, કંપની રૂ. ૪૧૫.૭૪ કરોડની માર્કેટ કેપ શોધી રહી છે.

નાણાકીય કામગીરીઃ
નાણાકીય કામગીરીના મોરચે, છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, કંપનીએ રૂ. ૨૧૩.૫૮ કરોડ / રૂ. ૨.૦૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૩), રૂ. ૨૩૧.૭૨ કરોડ / રૂ. ૬.૫૫ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૪), અને રૂ. ૨૫૬.૩૨ કરોડ / રૂ. ૮.૦૦ કરોડ (નાણાકીય વર્ષ ૨૦૨૫) ની કુલ આવક/ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ ૨૦૨૬ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે, તેણે રૂ. ૧૩૨.૨૭ કરોડની કુલ આવક પર રૂ. ૭.૦૦ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં, કંપનીએ રૂ. ૨.૨૨ ની સરેરાશ ઈપીએસ અને ૯.૨૩ ટકાની સરેરાશ આરઓએનડબ્લ્યુ નોંધાવી છે. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ રૂ. ૨૭.૪૭ ના તેના એનએવી ના આધારે ઇશ્યુની કિંમત ૩.૭૯ ના પી/બીવી પર છે, પરંતુ તેના આઈપીઓ પછીના એનએવી ના ડેટા ઓફર ડોક્યુમેન્ટમાંથી ગાયબ છે.

જો આપણે નાણાકીય વર્ષ ૨૦૨૬ ની વાર્ષિક સુપર કમાણીને તેની આઈપીઓ પછીની સંપૂર્ણ ડાયલ્યુટેડ પેઇડ-અપ ઇક્વિટી મૂડીને ગણતરી કરીએ, તો માગવામાં આવેલી કિંમત ૨૯.૭૧ ના પી/ઈ પર આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ ની કમાણીના આધારે, પી/ઈ ૫૨.૦૦ પર રહે છે. આમ, ઇશ્યુની કિંમત અતિશય વધારે જણાય છે.

અહેવાલ કરેલા સમયગાળા માટે, કંપનીએ સંદર્ભિત સમયગાળા માટે અનુક્રમે ૦.૯૬ ટકા (નાણાકીય વર્ષ ૨૦૨૩), ૨.૮૩ ટકા (નાણાકીય વર્ષ ૨૦૨૪), ૩.૧૪ ટકા (નાણાકીય વર્ષ ૨૦૨૫), ૫.૩૦ ટકા (નાણાકીય વર્ષ ૨૦૨૬ પ્રથમ અર્ધવાર્ષિક ગાળા) ના પીએટી માર્જિન અને ૮.૬૧ ટકા, ૧૨.૫૦ ટકા, ૧૩.૩૭ ટકા, ૧૦.૭૪ ટકાના આરઓસીઈ માર્જિન નોંધાવ્યા છે.

ડિવિડન્ડ પોલિસીઃ
કંપનીએ ઓફર ડોક્યુમેન્ટના અહેવાલ કરેલા સમયગાળા માટે કોઈ ડિવિડન્ડ ચૂકવ્યું નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે સમજદાર ડિવિડન્ડ પોલિસી અપનાવશે.

લિસ્ટેડ સાથીદારો સાથે સરખામણીઃ
ઓફર ડોક્યુમેન્ટ મુજબ, કંપનીએ અંબિકા કોટન, દામોદર ઇન્ડસ્ટ્રીઝ અને રાજપાલયમ મિલ્સને તેના લિસ્ટેડ સાથીદારો તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૧૨.૪, ૭.૬૯ અને ૯.૪૯ ના પી/ઈ (૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ મુજબ) પર ટ્રેડ કરી રહ્યા છે. જોકે, તેઓ ખરેખર સમાન ધોરણે સરખાવી શકાય તેમ નથી. આ સરખામણી માત્ર આંખમાં ધૂળ નાખવા સમાન જણાય છે.

મર્ચન્ટ બેન્કરનો ટ્રેક રેકોર્ડઃ
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં બીઆરએલએમ તરફથી આ ૨૪ મું મેન્ડેટ છે. છેલ્લા ૧૧ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગના દિવસે ૫ ડિસ્કાઉન્ટ પર, ૧ ફેસ વેલ્યુ પર અને બાકીના લિસ્ટિંગની તારીખે ૧.૧૦ ટકાથી ૧૫.૪૩ ટકા સુધીના પ્રીમિયમ સાથે ખુલ્યા હતા. બીઆરએલએમનો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ નબળો રહ્યો છે.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
એસઆરટીએલ વિવિધ કાઉન્ટ અને વેરાયટીમાં કોટન યાર્નના ઉત્પાદન અને માર્કેટિંગમાં કાર્યરત છે. તેણે અહેવાલ કરેલા સમયગાળા માટે તેની ટોપ અને બોટમ લાઈન્સમાં વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ થી તેના દ્વારા નોંધવામાં આવેલા ઊંચા માર્જિન ચિંતા પેદા કરે છે કારણ કે તે અત્યંત સ્પર્ધાત્મક અને વિખરાયેલા સેગમેન્ટમાં કાર્યરત છે. તેના તાજેતરના નાણાકીય ડેટાના આધારે, ઈશ્યુની કિંમત અતિશય વધારે જણાય છે. આ મોંઘી અને જોખમી ઓફરને છોડવામાં કોઈ નુકસાન નથી.

Related posts

ગૌડિયમ આઈવીએફ આઈપીઓ સમીક્ષા

Master Admin

Galactico Corp. BSE RI Review

Master Admin

Biopol Chem. NSE SME IPO Review

Master Admin

Leave a Comment

Translate »