Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessIPO

સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ લિમિટેડનો આઈપીઓ 26ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે

  • ટોટલ ઇશ્યુ સાઇઝ પ્રત્યેક 10ના 50,40,000 ઇક્વિટી શેર સુધી
  • ફ્રેશ ઇશ્યુ – 45,31,200ઇક્વિટી શેર સુધી
  • ઓફર ફોર સેલ – 5,08,800ઇક્વિટી શેર સુધી
  • આઈપીઓ સાઇઝ – ₹28 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર)
  • પ્રાઇઝ બેન્ડ – ₹71- ₹72પ્રતિ શેર
  • લોટ સાઇઝ – 1600 ઇક્વિટી શેર (ઓછામાં ઓછા 3,200 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 1,600 ઇક્વિટી શેરના ગુણાંકમાં બોલી લગાવી શકાય છે.)

મુંબઈ | ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ — સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ લિમિટેડ, ટોયઝ અને કિડ્ઝ કન્ઝ્યુમર મર્ચેન્ડાઇઝ સેગમેન્ટમાં ઉભરતી કંપની છે, તેણે26 ફેબ્રુઆરી, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનું લક્ષ્યએનએસઇઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે ₹36.28 કરોડ એકત્ર કરવાનો છે.

ઇશ્યુની સાઇઝપ્રત્યેક ₹10ના અંકિત મૂલ્ય પર અને પ્રતિ શેર ₹71 – ₹72 પ્રાઇઝ બેન્ડ સાથે 50,40,000 ઇક્વિટી શેરની છે.

ઇક્વિટી શેરની ફાળવણી

  • ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 23,90,400થી વધુ ઇક્વિટી શેર નહીં
  • નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – 7,20,000થી ઓછા ઇક્વિટી શેર નહીં
  • ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 16,76,800થી ઓછા ઇક્વિટી શેર નહીં
  • માર્કેટ મેકર – 2,52,800 ઇક્વિટી શેર સુધી

આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ મેઇનલેન્ડ યુએઇમાં નવી પ્રસ્તાવિત સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં સંસ્થાપન અને રોકાણ, લોનની ચુકવણી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.એન્કર પોર્શન મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે અને સોમવાર, 02 માર્ચ, 2026ના રોજ બંધ થશે.

આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર કેપિટલસ્ક્વેર એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે, અને રજિસ્ટ્રાર લિંક MUFG ઇનટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.

સ્ટ્રાઈડર્સ ઈમ્પેક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર્સશ્રીકુમારશ્રી રાજકુમાર બાહેતી અને શ્રી મુસ્તફા ઈસ્માઈલ કપાસીએ જણાવ્યું,સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ લિમિટેડ ખાતે, અમારી સફર ટોયઝ અને કિડ્ઝ કન્ઝ્યુમર મર્ચેન્ડાઇઝમાં એક અલગ પ્લેટફોર્મ બનાવવાના સ્પષ્ટ વિઝન સાથે શરૂ થઈ હતી.અમારા પ્રથમ લાઇસન્સ પ્રાપ્ત પ્રોડક્ટ લોન્ચ પછી, અમે સતત અમારા પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે, ડિઝની, હેમલીઝ, મિનિસો અને લેન્ડમાર્ક ગ્રુપ જેવી અગ્રણી બ્રાન્ડ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારી બનાવી છે, તેમજભારત અને યુનાઇટેડ આરબ અમીરાતમાં મજબૂત ડિસ્ટ્રિબ્યુશન ફૂટપ્રિંટબનાવ્યું છે.

આજે, અમે એક એસેટ-લાઇટ મોડેલ દ્વારા કાર્ય કરીએ છીએ, જે ગ્લોબલ લાઇસન્સિંગને માલિકીના બ્રાન્ડ્સના વધતા પોર્ટફોલિયો સાથે મિશ્રિત કરે છે, જેને સમગ્ર ભારતમાં ઓમ્નિચેનલ નેટવર્ક અને વિસ્તરતા આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો સપોર્ટ મળે છે.

પ્રસ્તાવિત આઈપીઓઅમારી વૃદ્ધિ યાત્રાના આગામી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. આ રકમ અમને વિતરણને વધુ ગાઢ બનાવવા, બ્રાન્ડ નિર્માણમાં રોકાણ કરવા, કાર્યકારી મૂડીને મજબૂત બનાવવા અને અમારા યુએઇપ્લેટફોર્મ દ્વારા આંતરરાષ્ટ્રીય વિસ્તરણને વેગ આપવા સક્ષમ બનાવશે, જે સ્કેલેબલ વૃદ્ધિને આગળ ધપાવશે અને ટકાઉ લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરશે.”

કેપિટલસ્ક્વેર એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ડૉ.સુનિલ કુમાર મનોચાએ જણાવ્યું, “અમે સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ લિમિટેડની વૃદ્ધિ યાત્રાની આ મહત્વપૂર્ણ ક્ષણે તેની સાથે ભાગીદારી કરવાને લઇને આનંદ અનુભવી રહ્યાં છીએ.પ્રમાણમાં ટૂંકા ગાળામાં, કંપનીએટોયઝ અને કિડ્ઝ કન્ઝ્યુમર મર્ચેન્ડાઇઝ સેગમેન્ટમાં એક જબરદસ્ત હાજરી બનાવી દીધી છે, જે સ્કેલેબલ એસેટ-લાઇટ મોડેલ, મજબૂત લાઇસન્સિંગ અલાયંસ અને પ્રોપરાઇટરી બ્રાન્ડ્સના સતત વિસ્તરતા પોર્ટફોલિયોને કારણે છે.

અગ્રણી ગ્લોબલ અને રિટેલ પાર્ટનર્સ સાથે સ્થાપિત સંબંધો અને યુનાઇટેડ આરબ અમીરાતમાં તેના ઇન્ટરનેશનલ પ્લેટફોર્મના સમર્થન સાથે, કંપની વૃદ્ધિની તકોના આગામી લેહરને કબજે કરવા માટે વ્યૂહાત્મક રીતે તૈયાર છે.

અમને સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ લિમિટેડને તેના આગામી આઈપીઓમાં ટેકો આપવાને લઈને ગર્વ છે અને અમે સ્થાયી ધોરણે વૃદ્ધિ કરવા અને સાર્થક લાંબા ગાળાના મૂલ્ય પહોંચાડવા માટે તેના લાંબા ગાળાના વિઝનમાં વિશ્વાસ ધરાવીએ છીએ.”

Related posts

Westin Hotels & Resorts Launches ‘The 90-Hour Rest Week’ In Search of Person Most Deserving of Rest in India

Reporter1

રેમેડિયમ લાઇફકેરના રાઇટ્સ ઇશ્યૂને મળ્યો સકારાત્મક પ્રતિસાદ : પહેલા બે દિવસમાં જ 26% સબસ્ક્રાઇબ થયો

Reporter1

A Culinary Odyssey: Kotak Private collaborates with Celebrity Chef Marco Pierre White to redefine luxury dining for UHNI & HNI clientele  

Reporter1

Leave a Comment

Translate »