Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujarat

કડીના બિલ્ડરની હત્યાના ગુનામાં ૧૫ વર્ષે એક આરોપીને આજીવન કેદ

મહેસાણા સેશન્સ કોર્ટે ચૂકાદો આપ્યો

બિલ્ડરને રૂ.૪૫ લાખ આપવા ન પડે તે માટે ગોળી મારીને તેની હત્યા કરી કારની ડીકીમાં મુકીને પેટ્રોલ છાંટી સળગાવી દઈ પુરાવાનો નાશ કરાયો હતો

(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા, તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: કડીના બિલ્ડરને રૂ.૪૫ લાખ આપવા ન પડે તે માટે ગોળી મારીને તેની હત્યા કરી કારની ડીકીમાં મુકીને પેટ્રોલ છાંટી સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાના ગુનામાં બે આરોપીઓ પૈકી એકને મહેસાણા સેશન્સ કોર્ટે આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે, કન્સ્ટ્રક્શનના ધંધા સાથે સંકળાયેલા કડીના અલદેસણ ગામના અનંતકુમાર હસમુખભાઈ પટેલ તથા તેમના ભાગીદારોએ લક્ષ્મીપુરા ગામની સીમમાં પટેલ ભરતકુમાર ઉર્ફે ભાટી ભીખાભાઈ (રહે.કડી, સિન્ધુનગર સોસાયટી)ની ડીપીએસ સ્કૂલનું કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હતું. જે પેટે તેમને રૂ.૪૫ લાખ લેવાના હતા. જે આપવા ન પડે તે માટે ભરતકુમાર પટેલ તેમજ રોહિતસિંહ કિરીટસિંહ ઝાલા (રહે.ધાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર)એ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. જે મુજબ તા.૧૪-૩-૧૫ના રોજ સાંજે તેમણે બોલાવતાં અનંતકુમાર તેમની કાર લઈને કડી ટાઉનના સીટી પાર્ક આગળ આવ્યા હતા. આરોપીઓ તેમની કારમાં બેસીને અચરાસણ ગામની સીમમાં નર્મદા કેનાલ ઉપર લઈ ગયા હતા અને પિસ્તોલથી અનંતકુમારના માથાના પાછળના ભાગે ફાયરિંગ કરી ગોળી મારી હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ આરોપીઓએ તેમને કારની ડીકીમાં મુકીને તેમના પર તેમજ કાર ઉપર પેટ્રોલ છાંટીને સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાનું કૃત્ય કર્યું હતું. આ ઘાતકી હત્યા અંગે મૃતકના ભાઈ મૌલિકભાઈની ફરિયાદના આધારે કડી પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને આરોપીઓની અટક કરી હતી.આ કેસમાં સરકારી વકીલ અશોકકુમાર એમ. મકવાણાની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી મહેસાણાના પાંચમા એડિશનલ સેશન્સ જજ આર.બી.ઈટાલિયાએ આરોપી પટેલ ભરતકુમાર ઉર્ફે ભાટી ભીખાભાઈ પટેલને ૈંઁઝ્ર કલમ ૩૦૨ (હત્યા) મુજબના ગુનામાં આજીવન કેદની સજા તથા રૂ.૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો તેમજ પુરાવાનો નાશ કર્યો હોઈ ૈંઁઝ્ર કલમ ૨૦૧ મુજબના ગુનામાં ત્રણ વર્ષની સખત કેદની સજા અને રૂ.૫ હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે બીજા આરોપી રોહિતસિંહ ઝાલાને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો.

Related posts

કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ

Master Admin

અમદાવાદના વાડજમાં છરા સાથે જાહેરમાં યુવકનો આતંક

Master Admin

ગુજરાતમાં LPGની બૂમરાણ વચ્ચે સરકારને ૧૦,૦૦૦ ફરિયાદો મળી

Master Admin

Leave a Comment

Translate »