Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
AgriculturebusinessGujarat

IPL Biologicals દ્વારા અદ્યતન cGMP-અનુરૂપ બાયોલોજિકલ મેન્યુફેક્ચરિંગ સુવિધાનું ઉદ્ઘાટન; ભારતમાં ટકાઉ ખેતીને મળશે નવી દિશા

અમદાવાદ, ગુજરાત | ૨૧ મે ૨૦૨૬ | IPL Biologicals Ltd. એ આજે ગુજરાતના વડોદરામાં પોતાની અદ્યતન cGMP-અનુરૂપ Biological Manufacturing Facilityનું ઉદ્ઘાટન કર્યું. આ ઐતિહાસિક રોકાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશવ્યાપી આહ્વાન — રાસાયણિક ખાતરના ઉપયોગમાં 50% સુધી ઘટાડો કરીને સુરક્ષિત, ટકાઉ અને આત્મનિર્ભર ખેતી તરફ આગળ વધવા ને વેગ આપતું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

આ ઉદ્ઘાટન સમારંભમાં કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અને ક્રિકેટ જગતના આઇકન યુવરાજ સિંહ ઉપરાંત વૈજ્ઞાનિકો, નીતિ નિર્માતાઓ, મુખ્ય વિતરણકારો તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

આ સુવિધા ભારતના સ્વદેશી એગ્રી-બાયોલોજિકલ ઇકોસિસ્ટમને મોટા પાયે મજબૂત બનાવશે અને ખેડૂતોને જમીનની ઉપજાઉ શક્તિ જાળવી રાખતાં પાક ઉત્પાદન વધારવામાં સીધી મદદરૂપ બનશે.

“રાસાયણિક ખાતરના ઉપયોગમાં 50% સુધી ઘટાડો કરવાનો વડાપ્રધાન મોદીના આહ્વાન માત્ર કૃષિ સુધારાનો મુદ્દો નથી, પરંતુ દેશની જમીન, આરોગ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલ એક રાષ્ટ્રીય ફરજ છે. આ સુવિધા IPL Biologicals તરફથી તે આહ્વાનને આપેલો સીધો પ્રતિસાદ છે. છેલ્લા ત્રણ દાયકાથી વિકસાવેલી અમારી માઇક્રોબિયલ ઇનોવેશન ક્ષમતાને હવે વધુ વ્યાપક સ્તરે લઈ જઈને દેશના અન્નદાતાઓને અદ્યતન અને પર્યાવરણમૈત્રી બાયોલોજિકલ સોલ્યુશન્સ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ, જેથી ટકાઉ ખેતી વ્યવહારુ, નફાકારક અને રોજિંદી હકીકત બની શકે,” એમ IPL Biologicals Ltd. ના પ્રમુખ શ્રી હર્ષવર્ધન ભગચંદકાએ જણાવ્યું.

12 એકર વિસ્તારમાં અને અંદાજે 2 લાખ ચોરસ ફૂટ બિલ્ટ-અપ એરિયામાં ફેલાયેલ આ પ્લાન્ટ IPL Biologicalsની કુલ ઉત્પાદન ક્ષમતા વધારીને દર વર્ષે 70,000 KL સુધી લઈ જશે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી આ સુવિધામાં સંપૂર્ણપણે ઓટોમેટેડ પ્રોડક્શન લાઇન, ઓટોમેટિક હાર્વેસ્ટિંગ અને ટ્રાન્સફર સિસ્ટમ્સ છે, જેના કારણે માનવીય હસ્તક્ષેપ લગભગ શૂન્ય સમાન રહેશે.

આ પ્લાન્ટ Zero-Liquid-Discharge (ZLD) સિસ્ટમ પર કાર્ય કરે છે, જેમાં તમામ ગંદા પાણીનું પુનઃપ્રક્રિયા દ્વારા પુનઃઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત, 500 kW ક્ષમતાવાળી કેપ્ટિવ સોલાર પાવર સુવિધા કંપનીની જવાબદાર અને ટકાઉ મેન્યુફેક્ચરિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ સુવિધા cGMP-અનુરૂપ છે તથા OHSAS અને ISO 9001:2015 ધોરણોને અનુસરે છે. પ્લાન્ટ SCADA-નિયંત્રિત છે, જે રિયલ-ટાઇમ પ્રોસેસ મોનિટરિંગ સુનિશ્ચિત કરે છે. ઉપરાંત, IMO, Indocert અને OMRI જેવા ઓર્ગેનિક સર્ટિફિકેશન્સ ધરાવતા હોવાથી કંપનીના ઉત્પાદનો વૈશ્વિક બજારોમાં પણ સ્પર્ધાત્મક રહેશે.

“મોટી જીત માટે યોગ્ય વ્યૂહરચના, યોગ્ય સમય અને યોગ્ય ઈરાદો જરૂરી છે. PM મોદીએ ભારતીય કૃષિને રાસાયણિક ખાતરનો ઉપયોગ અડધો કરવા માટે સ્પષ્ટ દિશા આપી છે અને IPL Biologicals ખેડૂતોને તે માટેનું શ્રેષ્ઠ બાયોલોજિકલ ટૂલકિટ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આપણા ખેડૂતો જ સાચા ચેમ્પિયન છે અને આ વર્લ્ડ-ક્લાસ સુવિધા તેમને જમીનનું સંરક્ષણ કરવા અને ભવિષ્યની પેઢીઓ માટે ઉપજ સુરક્ષિત રાખવા શ્રેષ્ઠ બાયો-ઇનપુટ્સ ઉપલબ્ધ કરાવશે,” એમ IPL Biologicals Ltd. ના બ્રાન્ડ એમ્બેસેડર યુવરાજ સિંહે જણાવ્યું.

આ સુવિધા આગામી પેઢીના બાયોફર્ટિલાઇઝર્સ, બાયોપેસ્ટિસાઇડ્સ અને ક્રોપ હેલ્થ પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે સમર્પિત છે, જે ભારતના અન્નદાતાઓ સુધી અદ્યતન કૃષિ ઇનપુટ સોલ્યુશન્સ પહોંચાડશે.

“રાસાયણિક ઇનપુટ્સમાં 50% ઘટાડો માત્ર પર્યાવરણ માટે જ નહીં, પરંતુ નાના અને મધ્યમ ખેડૂતો માટે આર્થિક રીતે પણ અત્યંત જરૂરી છે. જ્યારે ભારે રાસાયણિક ખાતરોની જગ્યાએ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા બાયોફર્ટિલાઇઝર્સનો ઉપયોગ થાય છે, ત્યારે ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને જમીનની ઉપજાઉ શક્તિ પણ જળવાઈ રહે છે. આ પ્લાન્ટ વિશ્વસ્તરીય વૈજ્ઞાનિક સોલ્યુશન્સને સીધા ગ્રામ્ય સ્તરે પહોંચાડશે.”

IPL Biologicals બાયોલોજિકલ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મોટા પાયે રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી રહી છે અને સરકાર તરફથી ઉદ્યોગમૈત્રી નીતિઓની અપેક્ષા રાખે છે. કૃષિ ક્ષેત્રમાં આ પરિવર્તન માટે એવી નીતિઓ જરૂરી છે, જે ખેડૂતોને બાયોલોજિકલ્સ અપનાવવા અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટાડવા પ્રોત્સાહિત કરે.

દેશીય ઉત્પાદન ક્ષમતા વધારવાથી તથા સરકારની પ્રોત્સાહક યોજનાઓથી ભારતની અર્થવ્યવસ્થા અને પર્યાવરણ બંને પર સકારાત્મક અસર સર્જાશે,” એમ IPL Biologicals Ltd. ના CMD શ્રી મહેશ ભગચંદકાએ જણાવ્યું.

ભારતમાં નવી બાયોલોજિકલ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ દેશીય ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે, જેના કારણે ખેડૂતોને ગુણવત્તાસભર બાયો-ફર્ટિલાઇઝર્સ અને બાયો-પેસ્ટિસાઇડ્સ સરળતાથી ઉપલબ્ધ થશે. આથી રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટશે, દેશની ખાતર સબસિડી પરનો ભાર ઓછો થશે અને આયાત પરની નિર્ભરતા પણ ઘટશે. સાથે જ જમીનની તંદુરસ્તી, કૃષિ ઉત્પાદનની ગુણવત્તા અને માનવ આરોગ્યનું સંરક્ષણ શક્ય બનશે.

ડોમેસ્ટિક બાયોલોજિકલ્સના વિસ્તરણથી ભારતના કૃષિ અને આર્થિક માળખામાં નીચે મુજબના મોટા પરિવર્તનો આવશે:.

  • પર્યાવરણ અને જમીનની તંદુરસ્તી: માઇક્રોબિયલ ફોર્મ્યુલેશન્સ અને બાયોફર્ટિલાઇઝર્સ જમીનમાં કુદરતી રીતે પોષક તત્વોની પુનઃસ્થાપના કરે છે. સતત રાસાયણિક ખાતરોથી થતી જમીનની એસિડિટી અને ઉપજ ક્ષમતા ઘટાડાની સમસ્યાઓથી બચાવી જમીનની લાંબા ગાળાની ઉર્વરતા જાળવી રાખે છે.
  • સબસિડીના ભારમાં ઘટાડો: માઇક્રોબિયલ ન્યુટ્રિએન્ટ કન્વર્ઝન અને કુદરતી ક્રોપ પ્રોટેક્શનના ઉપયોગથી ભારે સબસિડીવાળા રાસાયણિક ઇનપુટ્સની જરૂરિયાત ઘટે છે, જેના કારણે રાષ્ટ્રીય ખજાના પરનો નાણાકીય ભાર ઓછો થાય છે.
  • ફોરેક્સ રિઝર્વમાં વધારો: સ્થાનિક સ્તરે ઉત્પાદિત બાયોલોજિકલ્સના ઉપયોગથી આયાતી રાસાયણિક ઇનપુટ્સ પરની નિર્ભરતા ઘટે છે, જે વૈશ્વિક ભાવવધારા સામે દેશની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખે છે અને કિંમતી વિદેશી મુદ્રા ભંડાર બચાવે છે.
  • માનવ આરોગ્ય અને ઉત્પાદનની ગુણવત્તા: રાસાયણિક જંતુનાશકો અને ખાતરોના ઉપયોગમાં ઘટાડાથી પાણીમાં ઝેરી રસાયણોનું પ્રદૂષણ ઘટે છે તેમજ ખાદ્યપદાર્થોમાં રહેલા રસાયણિક અવશેષો પણ ઓછા થાય છે, જેના પરિણામે વધુ સુરક્ષિત અને ગુણવત્તાસભર કૃષિ ઉત્પાદન ઉપલબ્ધ બને છે.

માઇક્રોબિયલ આધારિત ઉત્પાદનો ક્ષેત્રે 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતી IPL Biologicals આજે 27થી વધુ દેશોમાં 8,000થી વધુ વિતરણકારોના નેટવર્ક મારફતે 4.5 કરોડથી વધુ ખેડૂતોને સશક્ત બનાવી રહી છે. કંપની પાસે 50થી વધુ વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા વિકસાવાયેલ 90થી વધુ પ્રોડક્ટ્સનો પોર્ટફોલિયો છે. IPL Biologicals હાલમાં 19 પેટન્ટ ધરાવે છે અને વધુ 37 પેટન્ટ પ્રક્રિયામાં છે.

આ નવી સુવિધા ટકાઉ કૃષિને વૈશ્વિક સ્તરે આગળ વધારવાના કંપનીના અભિયાનમાં એક નવા અને મહત્વપૂર્ણ અધ્યાયની શરૂઆત સાબિત થશે

Related posts

યુદ્ધના માહોલની વચ્ચે ગુજરાતીઓ બેહરીન સહિતના એરપોર્ટ પર ફસાયા

Master Admin

Surgingahead:ŠkodaAutooutlinesframeworkto strengthenIndiagrowthplan 2025tobecomethe‘Biggest Year’for ŠkodaAuto India

Reporter1

અમદાવાદ ડિઝાઇન વીક (ADW) 7.0 – દિવસ 2: માનવકેન્દ્રિત AI તરફનો વિચાર પરિવર્તન

Master Admin

Leave a Comment

Translate »