Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

ટેરિફ તણાવથી શેરબજાર લાલ નિશાને! સેન્સેક્સ ૯૭૪.૭૭ પોઇન્ટ તૂટ્યો

સેન્સેક્સ ૯૦૦ પોઇન્ટના ઘટાડા સાથે બંધ

ટ્રેડિંગની શરૂઆતથી જ વેચવાલીનું દબાણ પ્રબળ રહ્યું, જેની અસર IT અને ઉચ્ચ ભારાંક શેરો પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઇ,તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ — મંગળવારે સ્થાનિક શેરબજારમાં નબળાઈનો ટ્રેન્ડ જોવા મળ્યો. BSE સેન્સેક્સ અને નિફ્ટી ૫૦ બંને મુખ્ય સૂચકાંકો દબાણ હેઠળ ટ્રેડિંગ કરતા જોવા મળ્યા. ટ્રેડિંગની શરૂઆતથી જ વેચવાલીનું દબાણ પ્રબળ રહ્યું, જેની અસર IT અને ઉચ્ચ ભારાંક શેરો પર સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

બપોરે વાગ્યા સુધીના ટ્રેડિંગમાં, નિફ્ટી ૫૦ લગભગ ૧.૧૫ ટકા એટલે કે ૨૯૫.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫,૪૨૦.૬૫ પર ટ્રેડિંગ કરતો જોવા મળ્યો. તે જ સમયે, સેન્સેક્સમાં પણ લગભગ ૧.૩૦ ટકા એટલે કે ૧,૦૮૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો અને ૮૨,૨૨૦.૨૯ ના સ્તરે પહોંચ્યો. ત્યારે ૩.૩૦ કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ ૯૭૪.૭૭ પોઇન્ટના ઘટાડા સાથે ૮૨,૩૧૯.૮૯ અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી ૨૫૩.૬૫ પોઇન્ટના ઘટાડા સાથે ૨૫,૪૫૯.૩૫ અંકે બંધ થયો.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા કામચલાઉ ટેરિફની જાહેરાતથી બજારના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. અહેવાલો સૂચવે છે કે ૧૫ ટકા સુધીના નવા કામચલાઉ ટેરિફ લાદવામાં આવ્યા છે. દરમિયાન, યુએસ સુપ્રીમ કોર્ટે આ ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે, જેનાથી વૈશ્વિક વેપાર અંગે અનિશ્ચિતતા વધુ વધી રહી છે.

આજના ઘટાડા દરમિયાન આઇટી ક્ષેત્રના શેરોમાં નોંધપાત્ર વેચાણ દબાણ જોવા મળ્યું. એચસીએલ ટેક અને કોફોર્જના શેર લગભગ ૬ ટકા ઘટ્યા. ઇન્ડેક્સ હેવીવેઇટ ભારતી એરટેલ પણ નબળો પડ્યો, જેનાથી બજાર પર વધારાનું દબાણ આવ્યું.
યુએસ નીતિ અનિશ્ચિતતા આઇટી કંપનીઓ પર દબાણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, કારણ કે આ કંપનીઓના યુએસ બજાર સાથે નોંધપાત્ર વ્યવસાયિક સંબંધો છે.

Related posts

યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત

Master Admin

કોંગ્રેસના શાસનમાં કોઈ ટ્રેડ ડિલ થઈ નહીં, તેમના કારણે દેશની અર્થવ્યવસ્થા પાછળ રહી

Master Admin

Samsung Opens Registration for its New Vision AI Televisions in India

Reporter1

Leave a Comment

Translate »