Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
CrimeGujaratnational

ગુજરાત સહિત દેશભરમાં ચાલતી સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ

પોલીસે ૧૬ રાજ્યોમાંથી ૧૦૪ ગુનેગારોને પકડ્યાં

ઓપરેશન દરમિયાન પોલીસે ૨૦૪ મોબાઈલ, ૧૪૧ સિમ કાડ્‌ર્સ, ૧૫૨ બેન્ક પાસબૂક્સ વિગેરેનો મુદ્દામાલ જપ્ત કર્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
હૈદરાબાદ, તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — સાયબર ફ્રોડના કિસ્સાઓમાં સતત ચિંતાજનક હદે થઈ રહેલાં વધારા વચ્ચે હૈદરાબાદ પોલીસે સાયબર ગુનેગારોની દેશવ્યાપી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદ પોલીસ દ્વારા હાથ ધરાયેલાં ‘ઓપરેશન ઓક્ટોપસ’ હેઠળ દેશના ગુજરાત સહિત ૧૬ રાજ્યોમાંથી ૧૦૪ સાયબર અપરાધીઓની ધરપકડ કરાઈ છે. આ અંગે માહિતી આપતાં હૈદરાબાદના પોલીસ કમિશનર વી.સી. સજ્જનારે જણાવ્યું હતું કે, સાયબરક્રાઈમ ટીમની આગેવાની હેઠળ ૩૨ ટીમો બનાવી હાથ ધરાયેલાં ૧૦ દિવસના આ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન અંતર્ગત પકડાયેલાં ગુનેગારો સામે દેશના વિવિધ રાજ્યોમાં ૧,૦૫૫ જેટલાં સાયબર ફ્રોડના કેસો નોંધાયેલા છે. આ કેસોમાં સામેલ છેતરપિંડીની રકમ આશરે શ્૧૨૭ કરોડ જેટલી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે ૧૫૧ જેટલાં બેન્ક એકાઉન્ટ્‌સની પણ ઓળખ કરી લીધી છે જેનો ઉપયોગ આ ગઠિયાઓ દ્વારા લોકો પાસેથી છેતરીને ભેગાં કરાયેલાં નાણાં જમાં કરવા કરાયો હતો. ઓપરેશન દરમિયાન પોલીસે ૨૦૪ મોબાઈલ ફોન્સ, ૧૪૧ સિમ કાડ્‌ર્સ, ૧૫૨ બેન્ક પાસબૂક્સ, ૨૩૪ ડેબિટ અને ક્રેડિટ કાડ્‌ર્સ, ૨૬ લેપટોપ્સ, ૫૬ કંપનીઓના સ્ટેમ્પ્સ તથા શ્૩૬ લાખની રોકડ જપ્ત કરી હતી.સાયબર ફ્રોડ વિરુદ્ધની આ કાર્યવાહી ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, પ. બંગાળ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, આંધ્રપ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ તથા ઓડિશામાં હાથ ધરાઈ હતી.કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં રોકાણને લગતાં, ટ્રેડિંગને લગતાં તથા ડિજિટલ એરેસ્ટને લગતાં ફ્રોડ્‌સમાં લોકો ઝડપથી શિકાર બની રહ્યાં છે. સામાન્ય નાગરિકોને ભોળવીને આ સાયબર ગઠિયાઓ તેમની મહેનતની કમાણી ઓળવી જાય છે.

Related posts

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન શશિ થરૂરના કાફલા પર હુમલો

Master Admin

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા

Master Admin

બોપલમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો

Master Admin

Leave a Comment

Translate »