Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
GujaratPolitics

અમેરિકા-ભારતની ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ

ટ્રમ્પ સામે વડાપ્રધાન મોદી ઘૂંટણીએ : કોંગ્રેસ

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્રમ્પના દબાણ અને ખેડૂતોના નુકસાન અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ – આજે ગુજરાત બજેટ સત્ર ૨૦૨૬-૨૭નું વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો હતો. દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા પગથિયાં પાસે ઉગ્ર વિરોધ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા ભારત અને અમેરિકા વચ્ચે ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ અંગે બેનર અને સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યા હતા.

વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમેરિકાની સાથે થતી ટ્રેડ ડીલ દેશના ખેડૂતો અને અર્થતંત્ર માટે ઘાતક સાબિત થશે. તેમણે આક્ષેપ કર્યો કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ દ્વારા ભારત અંગે ધમકીભર્યા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તેમજ જે ભારત પર ટેરિફ લગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે દેશની છબી પર અસર પડે છે.

આવી પરિસ્થિતિમાં અમેરિકાના દબાણ સામે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંપૂર્ણ પણે ઘૂંટણીએ પડી સરેન્ડર થઈ ચૂક્યા છે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

ધારાસભ્ય અમિત ચાવડાના કહેવા મુજબ આ ટ્રેડ ડીલ સીધી રીતે ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરશે. જો અમેરિકાની ડેરી પ્રોડક્ટ્‌સ ભારતમાં પ્રવેશ કરશે, તેમાં સ્થાનિક ડેરી ઉદ્યોગ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ જશે. ખાસ કરીને ગુજરાતમાં સહકારી ડેરી સંસ્થાઓ અને ઉદ્યોગો ઉપર લાખો પરિવારો નિર્ભર છે, જે આ ડીલથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી શકે છે.
અમેરિકાના દબાણમાં થયેલી આ ખેડૂત વિરોધી ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગ અંગેનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. તેમજ આ ડીલ દેશના અર્થતંત્રને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. હવે પ્રશ્ન એ છે કે સરકાર આ મુદ્દે શું સ્પષ્ટતા આપે છે અને વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દે કેવી ચર્ચા થાય છે તે જોવાનું રહેશે.

Related posts

બૂટલેગરો બેફામઃ રાજ્યની સરહદ ઉપરથી બે વર્ષમાં ૪૨.૨૨ કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

Master Admin

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર, એકસાથે ૭૨ IAS અધિકારીઓની બદલી

Master Admin

ચૂંટણી પહેલા જ રાજ્યપાલ સીવી આનંદ બોસે રાજીનામું આપ્યું

Master Admin

Leave a Comment

Translate »