Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
national

ક્રૂડનો પૂરવઠો જાળવવા ભારતે વૈકલ્પિક માર્ગો શોધવા શરૂ કર્યા

૨૦૨૫માં નોન- હોર્મુઝ સ્ટ્રેટ સ્ત્રોતોનો હિસ્સો ૬૦ ટકા હતો

યુએસ, રશિયા, પશ્ચિમ આફ્રિકાથી વધુ આયાત માટે વાટાઘાટો રિફાઇનરીઓએ તેમના નિર્ધારિત મેન્ટેનન્સ શટડાઉન મોકૂફ રાખ્યા

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૯ માર્ચ ૨૦૨૬ — મધ્ય પૂર્વ સંઘર્ષ લંબાય તો પણ પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય મળતો રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતની રિફાઇનિંગ કંપનીઓએ અમેરિકા, રશિયા અને પશ્ચિમ આળિકાથી વધારાના ક્રૂડ કાર્ગોની આયાત માટે વાટાઘાટો શરૂ કરી દીધી છે. આ ઉપરાંત એમ ઉદ્યોગના અધિકારીઓ અને વિશ્લેષકોએ જણાવ્યું હતું.દેશની રિફાઇનરીઓએ નજીકના ગાળામાં દેશોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો બફર સ્ટોક ઊભો કરવા માટે તેમના નિર્ધારિત મેન્ટેનન્સ શટડાઉને પણ મોકૂફ રાખ્યા છે અને સામાન્ય દરે રિફાઇનિંગ કામગીરી ચાલુ રાખી છે. ભારતની તેની કુલમાંથી આશરે ૮૮ ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ફેબ્રુઆરી દરમિયાન આમાંથી આશરે અડધો સપ્લાય સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈને આવ્યો હતો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાન અને ઓમાન વચ્ચેનો સાંકડો દરિયાઈ માર્ગ છે. જે વૈશ્વિક બજારો માટે મુખ્ય ઉર્જા પરિવહન માર્ગ છે. જોકે ઇરાન યુદ્ધને કારણે આ દરિયાઇ માર્ગમાં ઓઇલ ટેન્કરોની અવરજવર લગભગ અટકી પડી છે. ઓઇલ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સિવાયના બીજા દરિયાઇ માર્ગથી સપ્લાય સંપૂર્ણપણે ચાલુ છે, તેથી અમે સંઘર્ષ ચાલુ ન હોય તેવા ઝોનમાંથી વધુને વધુ સપ્લાય મેળવી રહ્યાં છીએ. ૨૦૨૫માં નોન- હોર્મુઝ સ્ટ્રેટ સ્ત્રોતોનો હિસ્સો ૬૦ ટકા હતો, જે મધ્ય પૂર્વ સંઘર્ષ પછી વધીને ૭૦ ટકા થયો છે. ભારતની રિફાઇનરીઓ પશ્ચિમ આફ્રિકા, લેટિન અમેરિકા અને યુએસમાંથી ક્રૂડ ઓઇલનો સપ્લાય વધારવાના પ્રયાસો કરી રહી છે. અમેરિકાના નાણા મંત્રાલયે ભારતને રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી અને વેચાણને ૩૦ દિવસ માટે મંજૂરી આપી છે. ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતની રિફાનરીઓએ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી ફરી ચાલુ કરી છે. ગયા વર્ષે અમેરિકાના પ્રતિબંધને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, એચપીસીએલ-મિત્તલ એનર્જી જેવી કંપનીઓએ રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરી હતી. પરંતુ આ કંપનીઓ પણ રશિયન કાર્ગો માટે બજારમાં પરત આવી છે. ઓઇલ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતે ક્યારેય રશિયન તેલ ખરીદવાનું બંધ કર્યું નથી. ફેબ્રુઆરીમાં દરરોજ લગભગ ૧૦.૪૦ લાખ બેરલ રશિયન ક્રૂડની આયાત થઈ હતી, જે ૨૦૨૩-૨૦૨૫માં જોવા મળેલી દૈનિક ૧૬થી ૧૮ લાખ બેરલની આયાત કરતી ઓછી છે. ક્રૂડ અને ફિનિશ્ડ પ્રોડક્ટ્‌સના મામલે આપણે ખૂબ જ આરામદાયક સ્થિતિમાં છીએ. કુલ ઇન્વેન્ટરી દેશની ૫૦ દિવસની માંગને પૂરી કરી શકે છે.

Related posts

પંજાબઃ ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ થયો

Master Admin

નવા મંત્રીમંડળનું સમીકરણ: મણિપુરમાં ફરી ભાજપ સરકાર બનાવવા હલચલ તેજ

Master Admin

આતંકવાદ સામે ભારત સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી

Master Admin

Leave a Comment

Translate »