Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessGujarat

વી-ગાર્ડને લક્સીક્યુબ વોટર હીટર માટે જર્મન ડિઝાઈન એવોર્ડ 2026 ખાતે વૈશ્વિક સન્માન

ગુરુગ્રામ | ૦૯ માર્ચ ૨૦૨૬ — ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને તેનાં ઈનોવેટિવ લક્સીક્યુબ વોટર હીટર માટે પ્રતિષ્ઠિત જર્મન ડિઝાઈન એવોર્ડ 2026 પ્રાપ્ત થયો છે. જર્મન ડિઝાઈન કાઉન્સિલ દ્વારા એનાયત આ એવોર્ડ પ્રોડક્ટ ડિઝાઈનમાં અનન્ય સિદ્ધિનું સન્માન છે. એવોર્ડ સમારંભ ફ્રેન્કફર્ટમાં યોજાયો હતો, જેમાં 17 દેશના અગ્રણી ડિઝાઈનરો અને ઉદ્યોગના નિષ્ણાતો એકત્ર આવ્યા હતા.

2026ની એડિશનને 57 દેશમાંથી 3900થી વધુ એન્ટ્રીઓ આવી હતી, જે તેને સૌથી સ્પર્ધાત્મક વૈશ્વિક ડિઝાઈન મંચમાંથી એક બનાવે છે. વૈવિધ્યપૂર્ણ અને ઉચ્ચ કક્ષાના ક્ષેત્રમાં વિજેતા તરીકે ઊભરી આવી છે તે વી-ગાર્ડની એ માન્યતાને અધોરેખિત કરે છે કે અર્થપૂર્ણ ડિઝાઈન ફંકશનાલિટી, એસ્થેટિક્સ અને રોજબરોજની સુસંગતતા સાથે ઉત્તમ રીતે સંમિશ્રિત થાય છે. આ કંપનીની જર્મન ડિઝાઈન એવોર્ડસ ખાતે લાગલગાટ બીજી જીત છે. ગયા વર્ષે તેને ઈનસાઈટ-જી બીએલડીસી ફેન્સ માટે સન્માન પ્રાપ્ત થયું હતું. આ તેની વધતી વૈશ્વિક ડિઝાઈન વિશ્વસનીયતા પર વધુ ભાર આપે છે.

એવોર્ડ વિજેતા લક્સીક્યુબ વોટર હીટર આધુનિક ઘરો માટે વિચારપૂર્વક ઘડવામાં આવેલી અને પ્રીમિયમ ડિઝાઈન લેન્ગ્વેજ થકી રોજિંદા ઉપયોગની શ્રેણીને નવી ઊંચાઈએ લઈ જવા પર વી-ગાર્ડની એકાગ્રતા પ્રદર્શિત કરે છે. તેમાં આધુનિક થર્મોક્લાઈન ટેકનોલોજીની વિશિષ્ટતા છે, જે 38 ટકા વધુ ગરમ પાણી પ્રદાન કરે છે. બહેતર ટકાઉપણા માટે ટાઈટેનિયમ- ઈન્ફ્યુઝ્ડ ઈનેમલ- કોટેડ ટેન્ક અને મજબૂત ઈન્કોલોય 800 હીટિંગ તત્ત્વ હાઈ પ્રેશર અને હાર્ડ વોટર સ્થિતિઓને સહનશીલ બની રહે તે રીતે ઘડવામાં આવ્યું છે. 10 લિ, 15 લિ અને 25 લિ ક્ષમતામાં ઉપલબ્ધ અને બીઈઈ 5-સ્ટાર રેટેડ લક્સીક્યુબ કોમ્પેક્ટ ક્યુબ- પ્રેરિત સ્વરૂપમાં પરફોર્મન્સ, ઊર્જા કાર્યક્ષમતા અને રિફાઈન્ડ એસ્થેટિક્સને જોડે છે.

આ સિદ્ધિ પર બોલતાં વી-ગાર્ડ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મિથુન ચિત્તીલાપિલ્લીએ જણાવ્યું હતું કે, “લાગલગાટ બીજા વર્ષે જર્મન ડિઝાઈન એવોર્ડ જીતવો તે વી-ગાર્ડના વૈશ્વિક ડિઝાઈન પ્રવાસમાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે. તે અમારી એ માન્યતા પર ભાર આપે છે કે અર્થપૂર્ણ ઈનોવેશન ટેકનોલોજી, એસ્થેટિક્સ અને જ્ઞાનાકાર ઉપભોક્તા અનુભવના આંતરજોડાણ વચ્ચે રહેલી છે. વી-ગાર્ડમાં ડિઝાઈન સ્વરૂપની પાર છે. તે અસલ ગ્રાહકની જરૂરતોનો ઉકેલ લાવવાની અને રોજબરોજના જીવનને નવી ઊંચાઈએ લઈ જવાની બાબત છે. આ સન્માન ઈનોવેશન પ્રેરિત ડિઝાઈનમાં નવાં સીમાચિહનો સ્થાપિત કરવા સાથે ઉત્ક્રાંતિ પામતી આકાંક્ષાઓ પ્રદર્શિત કરતા ભવિષ્ય લક્ષી હોમ સોલ્યુશન્સ નિર્માણ કરવાની અમારી કટિબદ્ધતાને મજબૂત બનાવે છે.’’

જર્મન ડિઝાઈન એવોર્ડ 2026 જીતવો તે ભારતના ઈનોવેશન અને ડિઝાઈન ઉત્કૃષ્ટતાને નવી ઊંચાઈ લઈ જવાના બ્રાન્ડ તરીકે વી-ગાર્ડના સ્થાન પર વધુ ભાર આપે છે. ચાર દાયકાથી વધુના વારસા સાથે વી-ગાર્ડે ભારત અને તેની પાર પરિવારો માટે રોજબરોજનું જીવન બહેતર બનાવત ભવિષ્યલક્ષી, વિચારપૂર્વક તૈયાર કરાયેલા સમાધાન નિર્માણ કરવાનું ચાલુ રાખ્યું છે.

Related posts

Samsung Brings Irregular Heart Rhythm Notification to Galaxy Watches in India

Reporter1

Samsung Announces Special Offers on Galaxy S25 Ultra in India

Reporter1

Top Road Trips from Brisbane: Nature, Photography & Family-Friendly Escapes

Reporter1

Leave a Comment

Translate »