Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

ભાજપના ધારાસભ્યએ પોતાની જ સરકારના ભ્રષ્ટાચારની પોલ ખોલી

ધારાસભ્યએ હથોડો લઈને રોડ ખોદી કાઢ્યો,

કરોડોના ખર્ચે બની રહેલા PWD વિભાગના રસ્તાનું ઓચિંતુ નિરીક્ષણ કર્યું તો ધારાસભ્ય ગુણવત્તાથી નારાજ થયા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
ભોપાલ, તા.૧૧ માર્ચ ૨૦૨૬ — મધ્યપ્રદેશના ગુનાથી ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાક્યએ રસ્તાના બાંધકામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે એક અનોખો મોરચો ખોલ્યો છે. કરોડોના ખર્ચે બની રહેલા PWD વિભાગના રસ્તાનું ઓચિંતુ નિરીક્ષણ કર્યું તો ધારાસભ્ય તેની નબળી ગુણવત્તાથી એટલા નારાજ થઈ ગયા કે તેમણે હથોડો લઈને રોડ ખોદવાનું શરૂ કરી દીધું.

PWD વિભાગના વરિષ્ઠ અધકારીને જ્યારે નિરીક્ષણની ખબર પડી તો તેઓ દોડતા ધારાસભ્ય પાસે પહોંચ્યા. પરંતુ ત્યાં સુધી પન્નાલાલ શાક્ય ન રોકાયા. જ્યારે ધારાસભ્યએ રસ્તાના બાંધકામની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા ત્યારે PWD વિભાગ બેકફૂટ પર નજર આવ્યો. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ રસ્તાની ટેન્ડર પ્રક્રિયા પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અવગણના કરવા બદલ પણ ધારાસભ્ય નારાજ છે, તેથી તેમણે પોતાની જ સરકારની નિર્માણ એજન્સીની પોલ ખોલી દીધી. તેમણે સરકારના બાંધકામ પર હથોડો ચલાવ્યો. જ્યારે ભાજપના ધારાસભ્યને રસ્તાના બાંધકામના કામની ગુણવત્તા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, હું વિધાનસભામાં કંઈ ખોટું કામ થવા દઈશ નહીં.

PWD વિભાગના અધિકારીઓને રસ્તાની ગુણવત્તા અંગે જાણ કરવામાં આવી છે. જનપ્રતિનિધિઓએ તેમના વિસ્તારોમાં વિકાસ કાર્ય જોવા માટે જમીન પર ઉતરીને જોવું જોઈએ.

Related posts

ડાબેરી પક્ષોએ મમતા બેનર્જી સાથે હાથ મિલાવવાનો સાફ ઇનકાર કર્યો

Master Admin

ભારતને નબળું સમજવાની ભૂલ કરવી મોટી મુર્ખામી છે

Master Admin

ભારતે અમેરિકાને ઘણું આપ્યું, બદલામાં આપણને કઈ ન મળ્યું

Master Admin

Leave a Comment

Translate »