Nirmal Metro Gujarati News
editorial

કેન્યામાં ડેમ તૂટી પડતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

વૈશ્વિક સ્તરે પર્યાવરણની સમસ્યા જટીલ બનતી જાય છે. વિવિધ દેશોની  ઋતુઓમા અણધાર્યા પરિવર્તનો આવે છે. તાજેતરમાં આફ્રિકામાં કેન્યાના નૈરોબી નજીક ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું અને તેને કારણે એક ડેમ તૂટી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં ૫૦ લોકોનાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુએ આ કરુણાંતિકામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે સેવા નૈરોબી સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા સ્થાનિક કરન્સી મુજબ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
તંત્રી શ્રી
જય સીયારામ. આ સાથેની વિગતો આપના પત્રમાં પ્રેસ નોટ તરીકે પ્રસિદ્ધ કરવા વિનંતી કરું છું.
પ્રણામ

Related posts

પૂનમબેન માડમે સાંસદની ફરજ બહાર જઈને જામનગર-દ્વારકાના લોકોની મદદ કરી છે

Reporter1

હાલારના ક્ષત્રિય સમાજનો નિર્ણય – કોંગ્રેસને તો મત નહીં જ આપીએ

Reporter1

પીપલકોસ લેમન એ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ લોન્ચ કર્યું

Reporter1
Translate »