Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
nationalPolitics

લોકસભા-વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ કરવા પ્રયાસ

યુપીમાં ચૂંટણી પહેલાં પ્રયાસ

લોકસભા-વિધાનસભા બેઠકોનું સીમાંકન થાય તે પહેલાં જ મહિલાઓને ખુશખબર મળી શકે

(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા.૧૧ માર્ચ ૨૦૨૬ — વસતિ ગણતરી પછી લોકસભા અને વિધાનસભા બેઠકોની સીમાંકન કવાયત પૂરી થાય તે પહેલાં જ સરકારે મહિલા અનામત ધારાના અમલની મોટી હિલચાલ ચાલુ કરી છે. ૨૦૨૭માં યુપી અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો અમલ કરવાની સરકારની ઇચ્છા છે. આ મામલે કેન્દ્રીય મંત્રીમંડળ માટે ઔપચારિક દરખાસ્ત તૈયાર કરવા માટે હજુ સુધી કોઈ સૂચના અપાઇ નથી, પરંતુ ૨૦૨૩માં સંસદમાં પસાર કરાયેલા કાયદામાં સુધારો કરવાની વિચારણા ચાલે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.બંધારણમાં સુધારો કરીને લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત પૂરી પાડવાની જોગવાઈ કરાઈ છે. જોકે આ મહિલા અનામતનો અમલ સીમાંકન કવાયત પૂરી થયા પછી જ થશે તેવી પણ જોગવાઈ છે. તેથી સીમાંકન કવાયત પૂરી થયા પહેલા જ આ કાયદાનો અમલ કરવાની દરખાસ્ત કરવામાં આવે તો બંધારણમાં વધુ એક સુધારો જરૂરી બને છે.કેટલાંક અહેવાલમાં જણાવાયું છે કે સરકારે સીમાંકન કવાયતની રાહ જોયા વગર મહિલા અનામતના અમલ માટે સુધારા બિલ લાવવા કેટલાંક વિપક્ષી નેતાઓનું સમર્થન મેળવવા માટે બિનસત્તાવાર પ્રયાસ ચાલુ કર્યાં છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા અનામત બિલને સપ્ટેમ્બર ૨૦૨૩માં મંજૂરી આપી હતી. આ કાયદો સત્તાવાર રીતે બંધારણીય (૧૦૬મા સુધારા) એક્ટ તરીકે ઓળખાય છે. આ કાયદો હજુ અમલમાં નથી, છતાં પણ જો સરકાર ઈચ્છે અને તેને બંને ગૃહોમાં જરૂરી સમર્થન મળે તો બીજા બંધારણ સુધારા બિલ દ્વારા તેમાં સુધારો કરી શકે છે.કેન્દ્ર સરકાર હેઠળ સિવિલ પોસ્ટ્‌સ અને સેવાઓમાં સીધી ભરતીમાં અન્ય પછાત વર્ગો માટે ૨૭ ટકા અનામત આપે છે. અનામત નીતિનો અમલ કર્મચારી અને તાલીમ વિભાગ કરે છે, એવી સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી બી એલ વર્માએ લોકસભામાં એક સવાલના જવાબમાં માહિતી આપી હતી.

Related posts

ભારતમાં ૧૮૦ ફ્લાઈટ્‌સ રદ, મુસાફરો મુશ્કેલીમાં

Master Admin

ખુશ્બુ પાઠક રૂપારેલના તિતલી ડિઝાઇનર સ્ટુડિયોએ અમદાવાદ ટાઇમ્સ ફેશન વીકમાં વાઇબ્રન્ટ નવરાત્રી કલેક્શનનું અનાવરણ કર્યું

Master Admin

બેરોજગારીથી મળશે છૂટકારો, 4.10 કરોડ યુવાઓને મળશે લાભ

Reporter1

Leave a Comment

Translate »