Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

Amazon.in પર બેસ્ટ ઇન ટેક સર્વેમાં જાણવા મળ્યું છે કે એઆઇ ફિચર્સ હવે 82% સ્માર્ટફોન ખરીદદારો માટે મૂળભૂત અપેક્ષા બની છે

  • જ્યારે હવે એઆઇ ટેબલ-સ્ટેક છે; ત્યારે પ્રદર્શન અને ઝડપ, ત્યાર પછી બેટરી લાઇફ અને કેમેરાની ગુણવત્તા પણ ખરીદીના નિર્ણયોને ઘણા પ્રભાવિત કરે છે
  • સર્વેક્ષણમાં ભાગ લેનારા 42% સ્માર્ટફોન ઉત્તરદાતાઓ પોતાના આગામી ફોન માટે રૂ. 25,000થી રૂ. 50,000ની કિંમતની શ્રેણીને ધ્યાનમાં લઈ રહ્યા છે, અને લગભગ અડધા લોકો ત્રણ મહિનાની અંદર અપગ્રેડ કરવાની યોજના ધરાવે છે
  • નિર્ણય લેતી વખતે રિવ્યુ અને રેટિંગ્સ કરતા કિંમત અને ડીલ્સ વધુ મહત્ત્વ ધરાવે છે, જે આત્મવિશ્વાસુ અને સંશોધન પર ધ્યાન આપનાર ખરીદદારનો સંકેત આપે છે
  • બેસ્ટ ઇન ટેક સર્વે inની પોતાની પહેલ છે, જેથી સમજી શકાય કે ગ્રાહકો પોતાની ટેકનોલોજી પાસેથી શું ઇચ્છે છે; આ આંતરદૃષ્ટિ સપ્ટેમ્બર 2026માં પરત આવી રહેલા બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ માટેનો એજેન્ડા નક્કી કરે છે

બેંગલુરુ, ભારત | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૬ | આજે, Amazon.inએ પ્રથમ બેસ્ટ ઇન ટેક સર્વેના તારણો જાહેર કર્યા હતા, જે ખરીદદારો તેમની ટેકનોલોજી પાસેથી શું ઇચ્છે છે તે સમજવા પર લક્ષ્યાંક ધરાવતો ગ્રાહક અભ્યાસ છે. Amazon.in પર જુલાઇ 2026માં હાથ ધરવામાં આવેલા આ સર્વેક્ષણમાં તમામ મોટી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં 40,000થી વધુ ઉત્તર પ્રાપ્ત થયા હતા. આ તારણો સીધા સપ્ટેમ્બર 2026માં પોતાની બીજી આવૃત્તિ માટે પરત ફરી રહેલા બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ માટેનાં કેટેગરી માળખામાં ઉપયોગમાં લેવામાં આવશે.

એઆઇ ફિચર્સ હવે 82% સ્માર્ટફોન ખરીદદારો માટે ખરીદીના નિર્ણયને આકાર આપી રહ્યા છે, જેમાં સંદર્ભ આધારિત, રોજિંદી સહાયને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. જ્યારે એઆઇ હવે મૂળભૂત અપેક્ષા બની રહ્યું છે ત્યારે બીજી બાજુએ પ્રદર્શન, બેટરી અને કેમેરા સૌથી વધુ પ્રભાવશાળી ખરીદીના ચાલકબળ તરીકે ઉભરી આવ્યા છે.

“ગ્રાહકો આજે સ્માર્ટફોન જે રીતે ખરીદી રહ્યા છે તેમાં પરિવર્તન આવ્યું છે. જ્યારે એઆઇ ચર્ચાના મુદ્દામાંથી અપેક્ષાનાં સ્વરૂપમાં બદલાયું છે ત્યારે ગ્રાહકો પ્રદર્શન, બેટરી, કેમેરા જેવી મૂળભૂત બાબતો અંગે હજુ એટલા જ સ્પષ્ટ છે. તેઓ યોગ્ય સાબિત થતા ઉપકરણને પ્રાપ્ત કરવા માટે વધુ નાણાં ખર્ચ કરવા માટે પણ તૈયાર છે. અમે બેસ્ટ ઇન ટેક સર્વે તૈયાર કર્યો છે, કારણ કે ભારતીય ગ્રાહક વિશે જે કંઈ પણ જણાવવામાં આવે છે તેમાંથી ઘણું ખરું અનુમાન હોય છે. અમે મોટા સ્તરે જઈને પૂછવા ઇચ્છતા હતા. ગ્રાહકોએ જે ધોરણ નક્કી કર્યું છે તે ક્યારેય ઊંચું નહોતું, અને આ એ જ ધોરણ છે જેને ઓળખવા માટે બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સ અસ્તિત્ત્વ ધરાવે છે.” એમ એમેઝોન ઈન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સના નિર્દેશક ઝેબા ખાને જણાવ્યું હતું. 

ખરીદદારો એવું એઆઇ ઇચ્છે છે જે સહાય કરે, હાઇપ નહીં !

સૌથી વધુ ઇચ્છિત ક્ષમતા સંદર્ભ આધારિત સહાય (25%) છે – એવું એઆઇ કે જે સમજી શકે કે વપરાશકર્તા શું કરી રહ્યા છે અને તે સમયે ઉપયોગી ક્રિયા કરે, જેમ કે સ્ક્રીન પર કશુંક શોધવું અથવા પૂછવાની રાહ જોયા વિના પ્રતિસાદ આપવો. ત્યાર પછી જનરેટિવ ફોટો એડિટિંગ (18%) અને વિઝ્યુઅલ સર્ચ (17%) આવે છે. એડેપ્ટિવ બેટરી મેનેજમેન્ટ (11%) આગામી સૌથી મહત્ત્વપૂર્ણ ફિચર છે, જે દર્શાવે છે કે યુઝરના સ્માર્ટફોન અનુભવ માટે સેન્ટ્રલ બેટરી લાઇફ કેટલી મહત્ત્વપૂર્ણ છે.

ખરીદદારો હજુ પણ એવો ફોન ઇચ્છે છે જે સમગ્ર દિવસ ચાલે.

ખરીદીને પ્રભાવિત કરતા ફિચર્સ હજુ પણ એવી પાયાભૂત બાબતો છે જેને ખરીદદારોએ હંમેશાં મહત્ત્વ આપ્યું છે: પ્રદર્શન અને સ્પીડ (87%), બેટરી લાઇફ (79%) અને કેમેરા ગુણવત્તા (77%). બેટરી લાઇફ એ સૌથી વધુ ઇચ્છિત ગુણવત્તા અને સૌથી વધુ સામાન્ય ખામી એમ બંને તરીકે અલગ તરી આવે છે. આ એવું પાસું છે જેને ખરીદદારો મોટે ભાગે ઉલ્લેખ કરે છે કે તેમના પ્રવર્તમાન ફોનમાં કયો સુધારો થવો જોઇએ (22%), જે કેમેરા (17%) અને પ્રદર્શન (12%) કરતા આગળ છે.

ખરીદદારો અપગ્રેડ કરવા તૈયાર છે. રિવ્યુ ડીલ્સ કરતા વધુ મહત્ત્વ ધરાવે છે.

ત્રણ સ્માર્ટફોન ખરીદદારોમાંથી એક તેમના આગામી ફોન માટે રૂ. 50,000 કે તેથી વધુનો વિચાર કરી રહ્યા છે, જેમાં રૂ. 50,000થી
રૂ. 75,000ની શ્રેણીમાં 15% અને રૂ. 75,000થી ઉપરની કિંમતના શોધી રહ્યા હોય એવા 17%નો સામાવેશ થાય છે. સૌથી મોટો સિંગલ સેગમેન્ટ રૂ. 25,000થી રૂ. 50,000નો છે, જે 42%નો છે, જ્યારે રૂ. 25,000થી રૂ. 35,000 અને રૂ. 35,000થી રૂ. 50,000 બેન્ડનાં પ્રત્યેક સ્તર 21%નાં છે. રૂ. 15,000થી રૂ. 25,000ના બેન્ડનો હિસ્સો 19% છે, જ્યારે માત્ર 7% લોકો રૂ. 15,000થી નીચે ખરીદી કરી રહ્યા છે. ખરીદદારો અપગ્રેડ કરવા માટે પણ વિચાર કરી રહ્યા છે. અડધાથી પણ વધુ લોકો (54%) તેમના ફોનને બે વર્ષ કે તેથી વધુ સમય માટે રાખે છે, જ્યારે 48% લોકો આગામી ત્રણ મહિનામાં અપગ્રેડ કરવાની યોજના ધરાવે છે. આ નિર્યણ લેતી વખતે રિવ્યુ અને રેટિંગ્સ ડિસ્કાઉન્ટ્સ કરતા વધુ મહત્ત્વ ધરાવે છે: 47% લોકો તેમને મહત્ત્વપૂર્ણ બાબત તરીકે જુએ છે, જ્યારે 35% લોકો કિંમત અને ડીલ્સને મહત્ત્વપૂર્ણ માને છે. પ્રિમિયમ સેગમેન્ટમાં રુચિ મેટ્રો શહેરો કરતા આગળ વધી છે. રૂ. 75,000થી વધુ કિંમતના ફોનનો વિચાર કરી રહેલા ઉત્તરદાતાઓમાં મેટ્રો શહેરોના 18%, ટિઅર-2ના 17% અને ટિઅર-3ના 15% લોકોનો સમાવેશ થાય છે.

બેસ્ટ ઇન ટેક સર્વે કન્ઝ્યુમર ટેકનોલોજીની કેટેગરીમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્માર્ટફોન્સ, લેપટોપ્સ અને ટેબ્લેટ્સ, હોમ એન્ટરટેઇનમેન્ટ અને એપ્લાયન્સિસ અને વેરેબલ્સ તથા ઓડિયોનો સમાવેશ થાય છે. આ આવનારા દિવસોમાં જારી થનારા તારણોની શ્રેણીમાં પ્રથમ છે, જે સપ્ટેમ્બર 2026માં પરત ફરનારા બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સની બીજી આવૃત્તિ માટે માળખું પૂરું પાડશે.

== સમાપ્ત ==

Related posts

રેકોર્ડેન્ટે સેક્શન 8 માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ (MFIs) માટે સમર્પિત ક્રેડિટ રજિસ્ટ્રીની સ્થાપના કરી છે.

Reporter1

નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરશે

Master Admin

Samsung To Launch 2025 Line-up of Vision AI Television on May 7

Reporter1

Leave a Comment

Translate »