Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
businessnational

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026ની ડીલ્સ જાહેર થઈ, પ્રાઇમ મેમ્બર્સને મળશે વધારાની બચતનો લાભ

એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ તમામ ગ્રાહકો માટે 8 ઑક્ટોબરથી શરૂ થશે 

  • એસબીઆઈ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇએમઆઈથી ચૂકવણી કરવા પર 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મેળવો. એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર અનલિમિટેડ 5% કૅશબૅક મેળવો. પ્રાઇમ મેમ્બર્સને લાખો પ્રોડક્ટ્સ પર વધારાના 250* રૂપિયાના કૅશબૅકનો લાભ મળશે.
  • સેમસંગ, એપલ, સોની, એલજી, શાઓમી, નાઇકી, લૉરિઅલ પેરિસ સહિતની ટોચની બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ પર વર્ષના સૌથી નીચા ભાવનો લાભ મેળવો.
  • સ્માર્ટફોન, લેપટોપ અને ટેબ્લેટ્સ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ તથા એપ્લાયન્સિસ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ; 1,500થી વધુ ટોચની ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ; 2 લાખથી વધુ હૉમ, કિચન, ટોઇઝ અને આઉટડોર પ્રોડક્ટ્સ પર વર્ષના સૌથી નીચા ભાવ અને 1 લાખથી વધુ પ્રોડક્ટ્સ પર ફ્લેટ 50% ડિસ્કાઉન્ટ; વિવિધ કેટેગરીના 5 લાખથી વધુ પુસ્તકો પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ અને હેલ્થ તથા ન્યુટ્રિશન, હાઉસહોલ્ડ તથા પર્સનલ કૅર, કરિયાણા, બેબી અને પેટ્સની રોજિંદી જરૂરિયાતોની ચીજવસ્તુઓ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ.
  • પરવડે તેવી કિંમતો મેળવવા માગતા લોકોને એમેઝોન બઝારમાં કરોડો પ્રોડક્ટ્સ પર ઓછી કિંમતમાં વધુ મેળવવાની તક મળશે. ફેશન, બ્યુટી, હૉમ અને કિચન સહિતની કેટેગરીઓમાં 70% સુધીના ડિસ્કાઉન્ટની સાથે વધારાના કૅશબૅકનો પણ લાભ મળશે.
  • ગ્રાહકો આ વર્ષે તહેવારોની સિઝનમાં એઆઈની મદદથી વધુ સ્માર્ટ રીતે ખરીદી કરી શકશે. એમેઝોનના કન્વર્સેશનલ શૉપિંગ આસિસ્ટન્ટ રુફસની મદદથી પ્રોડક્ટ્સની સરખામણી કરી શકાશે, તેની કિંમતોની હિસ્ટ્રી જાણી શકાશે, વ્યક્તિગત ભલામણો મેળવી શકાશે, ડીલ એલર્ટ સેટ કરી શકાશે અને તે સિવાય પણ બીજું ઘણું બધું કરી શકાશે. લેન્સ એઆઈની મદદથી પ્રોડક્ટ્સને ફોટાની મદદથી શોધી શકાશે, જ્યારે એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવેલી રીવ્યૂ હાઇલાઇટ્સની મદદથી વધુ વિશ્વાસપૂર્વક તહેવારોની ખરીદી કરી શકાશે.
  • તહેવારોની સિઝનમાં એમેઝોન પેની મદદથી તમારી મુસાફરીનું પ્લાનિંગ કરો અને ફ્લાઇટ, હોટેલ તથા બસ બૂકિંગ પર આકર્ષક ડીલ્સનો લાભ મેળવો. ફ્લાઇટ બૂકિંગ પર 23% સુધીની બચત, હોટેલ બૂકિંગ પર 75% સુધીનું ડિસ્કાઉન્ટ અને બસ બૂકિંગ પર 17% સુધીના ડિસ્કાઉન્ટ ઉપરાંત 100 રૂપિયાનું કૅશબૅક મેળવો. આ ઉપરાંત, પસંદગીની ફ્લેશ સેલ ઑફર્સનો પણ લાભ મળશે. 

બેંગલુરુ | ૧લી ઓક્ટોબર ૨૦૨૬ | લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 8 ઑક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં ગ્રાહકોને અગ્રણી બ્રાન્ડ્સના સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, હૉમ અને કિચન, રોજિંદી જરૂરિયાતોની ચીજવસ્તુઓ સહિતની વિવિધ પ્રોડક્ટ્સ પર આકર્ષક ડીલ્સનો લાભ મળશે. ગ્રાહકોને વર્ષના સૌથી નીચા ભાવ સહિત તહેવારોની ખરીદી માટે આકર્ષક ડીલ્સ અને ઑફર્સનો પણ લાભ મળશે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં પ્રોડક્ટ્સના વિશાળ વિકલ્પોની સાથે ઝડપી અને સુવિધાજનક ડિલિવરીની સુવિધા પણ મળશે.

એમેઝોન ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું, ‘આ વખતે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલમાં સેમસંગ, એપલ, સોની, એલજી, શાઓમી, નાઇકી અને લૉરિઅલ પેરિસ સહિતની અગ્રણી બ્રાન્ડ્સ તથા લાખો વિક્રેતાઓ લાખો પ્રોડક્ટ્સ પર વર્ષના સૌથી નીચા ભાવનો લાભ ગ્રાહકોને આપી રહ્યા છે. ગ્રાહકો 10%ના ઇન્સ્ટન્ટ એસબીઆઈ બેંક ડિસ્કાઉન્ટ, એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડથી અનલિમિટેડ 5% કૅશબૅક, કૂપન્સ, નો-કૉસ્ટ ઇએમઆઈ, એક્સચેન્જ ઑફર્સ અને પ્રાઇમ મેમ્બર્સ માટેની વધારાની બચત સાથે વધુ લાભ મેળવી શકશે. આ એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ ડિલિવરીની દૃષ્ટિએ અત્યાર સુધીનો અમારો સૌથી ઝડપી ફેસ્ટિવલ રહેશે, ખાસ કરીને પ્રાઇમ મેમ્બર્સ માટે. એમેઝોન નાઉની મદદથી હજારો પ્રોડક્ટ્સની ડિલિવરી ગણતરીની મિનિટોમાં કરવામાં આવશે, જ્યારે 10 લાખથી વધુ પ્રોડક્ટ્સની વિશાળ રેન્જની ડિલિવરી એક જ દિવસે, 40 લાખથી વધુ પ્રોડક્ટ્સની ડિલિવરી બીજા દિવસે અને વધુ લાખો પ્રોડક્ટ્સની ડિલિવરી અનલિમિટેડ તથા ફ્રી પ્રાઇમ ડિલિવરી સાથે કરવામાં આવશે. તાજેતરમાં અમે અમારા ઓપરેશન્સ નેટવર્કના અત્યાર સુધીના સૌથી મોટા વિસ્તરણની જાહેરાત કરી છે, જેમાં સ્ટોરેજ કેપેસિટીમાં 50%નો વધારો કરીને તેને 64 મિલિયન ક્યુબિક ફીટ સુધી પહોંચાડવામાં આવી છે. આ વિસ્તરણને કારણે સમગ્ર દેશમાં વધુ ઝડપી અને ભરોસાપાત્ર ડિલિવરીની ખાતરી થઈ શકશે. 150થી વધુ નવી ડિલિવરી સ્ટેશન્સ સાથે નેટવર્કના વિસ્તરણમાં કરવામાં આવેલા અમારા રોકાણોને કારણે છેલ્લાં એક વર્ષમાં એ જ દિવસે કરવામાં આવતી ડિલિવરીનો વિસ્તાર 30% વધુ શહેરો સુધી પહોંચ્યો છે, જેના પરિણામે સમગ્ર દેશના ગ્રાહકોને વધુ ઝડપી અને ભરોસાપાત્ર ડિલિવરી મળી રહી છે.’

એમેઝોન પે દરેક તબક્કે તહેવારોની ખરીદીને વધુ લાભદાયી બનાવે છે. એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા પ્રાઇમ મેમ્બર્સને અનલિમિટેડ 5% કૅશબૅક, જ્યારે નૉન-પ્રાઇમ મેમ્બર્સને 3% કૅશબૅક મળે છે. આ ઉપરાંત, 2,500 રૂપિયા સુધીના વેલકમ રીવૉર્ડ્સનો લાભ પણ મળે છે અને કોઈ જોઇનિંગ તથા વાર્ષિક ફી પણ નથી. એમેઝોન પે લેટરની મદદથી ગ્રાહકોને વિવિધ ખરીદી પર 10% કૅશબૅકનો લાભ મળશે અને 1,500 રૂપિયા કે તેથી વધુની કાર્ટ વેલ્યુ પર કોઈ પ્રોસેસિંગ ફી વિના 3 ઇન્ટરેસ્ટ-ફ્રી ઇએમઆઈમાં ચૂકવણી કરી શકાશે. રોજિંદા ખર્ચ પર પણ વધુ લાભ મેળવી શકાય છે. ફેશન, બ્યુટી, હૉમ અને કિચન કેટેગરીમાં 300 રૂપિયા કે તેથી વધુના એમેઝોન પે બેલેન્સ ઑર્ડર પર ફ્લેટ 20 રૂપિયાનું કૅશબૅક મળશે. આ ઉપરાંત, પ્રથમ વખત ખરીદી કરનારા ખરીદદારોને બિલની ચૂકવણી પર 500 રૂપિયા સુધીના રીવૉર્ડ્સ અને રીચાર્જ તથા બિલની ચૂકવણી પર 50 રૂપિયા સુધીનું કૅશબૅક મળશે. તહેવારોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહેલા પ્રાઇમ મેમ્બર્સને એમેઝોન પે આઇસીઆઇસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર ફ્લાઇટ્સ અને હોટેલ્સ પર 5% કૅશબૅકની સાથે 15% સુધીના ડિસ્કાઉન્ટનો લાભ મળશે. ગ્રાહકો એમેઝોન પેની મદદથી તેમની તહેવારોની મુસાફરીનું પ્લાનિંગ કરીને ફ્લાઇટ, હોટેલ અને બસ બૂકિંગ પર શ્રેષ્ઠ ડીલ્સનો લાભ પણ મેળવી શકશે. ફ્લાઇટના બૂકિંગ પર 23% સુધીની બચત, હોટેલ બૂકિંગ પર 75% સુધીનું ડિસ્કાઉન્ટ અને બસ બૂકિંગ પર 17% સુધીના ડિસ્કાઉન્ટ ઉપરાંત 100 રૂપિયાનું કૅશબૅક પણ મળશે. આ ઉપરાંત, પસંદગીની તારીખો અને સમયે તમામ ગ્રાહકો માટે આ ડીલ્સ સાથેની ફ્લેશ સેલ ઑફર પણ ઉપલબ્ધ રહેશે.

ગ્રાહકો એમેઝોન નાઉ પર હજારો પ્રોડક્ટ્સ પર ડીલ્સનો લાભ મેળવી શકશે, જેની ડિલિવરી ગણતરીની મિનિટોમાં ખૂબ જ ઝડપથી કરવામાં આવશે. એમેઝોન નાઉનો વિસ્તાર હવે સમગ્ર ભારતમાં 120થી વધુ શહેરો સુધી કરવામાં આવ્યો છે, એટલે કે માત્ર બે અઠવાડિયામાં તેની પહોંચ બમણી થઈ છે. અમૃતસર, અબોહર, જલંધર, અંબાલા, મેંગલોર, મણિપાલ, વિશાખાપટ્ટનમ, કોચી, ચંગનાસેરી, ભુવનેશ્વર અને કરવાર જેવા શહેરોના ગ્રાહકોને હવે એમેઝોન નાઉ દ્વારા ગણતરીની મિનિટોમાં ડિલિવરી મળી રહી છે. 

એઆઈની મદદથી શૉપિંગનો પર્સનલાઇઝ્ડ અનુભવ મેળવો

એમેઝોન ઇન્ડિયા પ્રોડક્ટ્સને ઝડપથી શોધવા અને વધુ સ્માર્ટ નિર્ણયો લેવા માટે બનાવવામાં આવેલા એઆઈ ટૂલ્સની મદદથી શૉપિંગને વધુ સરળ અને સાહિક બનાવી રહી છે. રુફસની મદદથી ગ્રાહકો ‘દિવાળીના ગિફ્ટિંગ માટે બેસ્ટ ઇલેક્ટ્રોનિક્સ ડીલ્સ બતાવો’ અથવા ‘ઘરમાં દિવાળીની સફાઈ માટે જરૂરી વસ્તુઓ’ જેવા નેચરલ પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરીને પર્સનલાઇઝ્ડ ભલામણો મેળવી શકશે. જ્યારે લેન્સ એઆઈની મદદથી ગ્રાહકો ફક્ત ફોટો ક્લિક કરીને ઑનલાઇન કે ઑફલાઇન તરત જ પ્રોડક્ટ્સ શોધી શકશે. રુફસની મદદથી ગ્રાહકો 30થી 90 દિવસના પ્રાઇઝ હિસ્ટ્રી ટ્રેકરનો ઉપયોગ કરીને સ્માર્ટ રીતે કિંમતોને ટ્રેક કરી શકશે અને પ્રોડક્ટની ઇચ્છિત કિંમત નક્કી કરેલા ભાવ સુધી પહોંચે ત્યારે ખરીદી પૂરી કરવા માટે એલર્ટ મેળવી શકશે. આ ઉપરાંત, એઆઈ રીવ્યૂ હાઇલાઇટ્સ, ક્વિક લર્ન અને બાઇંગ ગાઇડ્સ જેવી સુવિધાઓ પ્રોડક્ટનું મૂલ્યાંકન કરવામાં અને તેની વધુ સારી સમજ મેળવવામાં મદદરૂપ થશે, જ્યારે વધુ પર્સનલાઇઝ્ડ હૉમપેજ વ્યક્તિગત પસંદગીઓના આધારે પ્રોડક્ટ્સને વધુ અનુકૂળ રીતે શોધી શકાય તેની ખાતરી કરશે.

વિવિધ કેટેગરીઓમાં અર્લી ડીલ્સ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે, જેના લીધે ગ્રાહકો તહેવારોની ખરીદી વહેલી શરૂ કરી શકવાની સાથે 8 ઑક્ટોબર, 2026થી શરૂ થનારા એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ પહેલાં જ બચતનો લાભ મેળવી શકશે. 

સ્માર્ટફોન, ઍક્સેસરીઝ અને અન્ય પ્રોડક્ટ્સ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ

  • સેમસંગ ગેલેક્સી એમ47 5G (બ્લેઝ બ્લુ, 6જીબી રેમ, 128જીબી સ્ટોરેજ, 6000 એમએએચ બેટરી): સ્નેપડ્રેગન પ્રોસેસર, 6.7-ઇંચની સુપર એમોલેડ ડિસ્પ્લે, 120 એચઝેડ રીફ્રેશ રેટ અને 6000 એમએએચ બેટરી ધરાવતો આ સ્માર્ટફોન સ્મૂથ પર્ફોમન્સ આપે છે અને તેને આખો દિવસ ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત, તે 50 એમપી ઓઆઇએસ, ગોરિલા ગ્લાસ વિક્ટસ+, નૉક્સ સિક્યુરિટી અને એઆઈ આધારિત ફીચર્સ પણ ધરાવે છે. તેને ફક્ત 30,999 રૂપિયામાં ખરીદો.
  • સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ8 5G સ્માર્ટફોન વિથ ગેલેક્સી એઆઈ (ગ્રેફાઇટ, 12જીબી રેમ, 256જીબી સ્ટોરેજ): ફોલ્ડેબલ ડાયનેમિક એમોલેડ 2X ડિસ્પ્લે અને 120 એચઝેડ સુધીના રીફ્રેશ રેટ સાથેનો આ સ્માર્ટફોન કન્ટેન્ટ ક્રીએશન, ફોટો એડિટિંગ અને પ્રોડક્ટિવિટી માટે ગેલેક્સી એઆઈના ફીચર્સ સાથે આવે છે. તેની પ્રીમિયમ ફોલ્ડેબલ ડિઝાઇન, 5G કનેક્ટિવિટી, ફાસ્ટ ચાર્જિંગ અને વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ તેને મલ્ટિટાસ્કિંગ અને મનોરંજન માટે બિલકુલ યોગ્ય બનાવે છે. તેને 1,79,999 રૂપિયામાં ખરીદો.

ઇલેક્ટ્રોનિક્સ, ઍક્સેસરીઝ અને અન્ય પ્રોડક્ટ્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ

  • એપલ મૅક મિની વિથ એપલ એમ6 ચિપ: એપલ એમ6 ચિપ, 16જીબી યુનિફાઇડ મેમરી અને 256જીબી સ્ટોરેજથી સજ્જ આ કૉમ્પૅક્ટ ડેસ્કટોપ રોજિંદા કમ્પ્યુટિંગ અને પ્રોડક્ટિવિટી માટે એક પાવરફુલ સેટઅપ છે. તેને 94,400 રૂપિયામાં ખરીદો અને ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સાથે 5,500 રૂપિયા સુધીના વધારાના ડિસ્કાઉન્ટનો લાભ મેળવો.
  • જેબીએલ બાર 800 પ્રો સાઉન્ડબાર: ટ્રુ ડૉલ્બી એટમોસ, વાયરલેસ સબવૂફર અને ડિટેચેબલ રીયર સ્પીકર્સ ધરાવતો આ સાઉન્ડબાર ઘરમાં મનોરંજન માટે ઇમર્સિવ ઑડિયો સેટઅપ આપે છે. તેને 54,999 રૂપિયામાં ખરીદો અને ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ સાથે વધારાના 2,500 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ મેળવો.
  • બોઝ ન્યૂ ક્વાયેટકમ્ફર્ટ ઇયરબડ્સ: એક્ટિવ નોઇઝ કેન્સલેશન અને 8.5 કલાક સુધીની બેટરી લાઇફ સાથે, આ ઇયરબડ્સ ઇમર્સિવ લિસનિંગ પૂરું પાડે છે અને રોજિંદા ઉપયોગ માટેનો એક કૉમ્પૅક્ટ વિકલ્પ છે. તેને 9,999 રૂપિયામાં ખરીદો અને વધારાના 1,000 રૂપિયાના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટનો લાભ મેળવો.

સ્માર્ટ ટીવી અને પ્રોજેક્ટર્સ પર 65% સુધીનું ડિસ્કાઉન્ટ, 18 મહિના સુધીના નો-કૉસ્ટ ઇએમઆઈ, ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ, કૂપન્સ અને અન્ય ઑફર્સ સાથે

  • સેમસંગ 65 ઇંચ (163 સેમી) ક્રિસ્ટલ યુએચડી 4કે વિઝન એઆઈ 2026 સ્માર્ટ ટીવી: તે એચડીઆર10+, 4કે અપસ્કેલિંગ, ક્રિસ્ટલ પ્રોસેસર 4કે અને 30ડબ્લ્યુ સાઉન્ડ આઉટપુટ સાથે 4કે અલ્ટ્રા એચડી રીઝોલ્યુશન આપે છે. વિઝન એઆઈ કમ્પેનિયન, 150થી વધુ ફ્રી ચેનલ્સની સાથે સેમસંગ ટીવી પ્લસ અને ગેમિંગ તથા સ્ટ્રીમિંગ માટેની કનેક્ટિવિટી ધરાવતું આ ટીવી રોજિંદા મનોરંજન માટે બિલકુલ યોગ્ય છે. તેને 44,990 રૂપિયામાં ખરીદો.
  • ડબલ્યુઝેડએટીસીઓ યુવા હોરાઇઝન ગૂગલ ટીવી પ્રોજેક્ટર: 4કે સપોર્ટ સાથે નેટિવ 1080 પી રિઝોલ્યુશન, 1500 એએનએસઆઈ બ્રાઇટનેસ આપે છે અને વધુ સ્પષ્ટ વિઝ્યુઅલ્સ માટે એડવાન્સ્ડ સીલ્ડ ઑપ્ટિકલ એન્જિન ધરાવે છે. તેનું ઑફિશિયલ ગૂગલ ટીવી ઇન્ટિગ્રેશન, ઑટો ફોકસ, ઑટો કીસ્ટોન અને બિલ્ટ-ઇન સ્ટેન્ડ તેને હૉમ સિનેમા તથા રોજિંદા મનોરંજન માટે બિલકુલ યોગ્ય બનાવે છે. તેને 20,990 રૂપિયામાં ખરીદો.

ફેશન અને બ્યુટી પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ, ટોચની બ્રાન્ડ્સ, લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને આકર્ષક કિંમતોની સાથે

  • ધી ડર્મા કૉ સેલી-સિનામાઇડ એન્ટિ-એકને ફેસ વૉશ: 2% સેલિસિલિક એસિડ અને 2% નાયસિનામાઇડથી તૈયાર કરવામાં આવેલું આ ફેસ વૉશ રોમછિદ્રોને ખોલવામાં, વધારાના ઑઇલને નિયંત્રિત કરવામાં તથા ચહેરા પર દેખાતા ખીલ અને તેના ડાઘને ઘટાડવામાં મદદ કરે છે. ઍક્વાક્સિલથી સમૃદ્ધ તેનો ફોર્મ્યુલા ચામડીમાં ભેજ જાળવે છે. વળી, તેમાં મિનરલ ઑઇલ, ડાઈ, પેરાબેન્સ અને સલ્ફેટ્સ નથી. તેને 162 રૂપિયામાં ખરીદો.
  • યુ.એસ. પોલો એએસએસએન. મેન્સ સિમોન 2.0 સ્નીકર: સૉલિડ લાઇટ ગ્રે ફિનિશમાં પીયુ અપર, રબર સોલ અને લેસ-અપ ક્લોઝર સાથે તૈયાર કરવામાં આવ્યાં છે. તેની રાઉન્ડ-ટૉ ડીઝાઇન તેને રોજિંદા ઉપયોગ અને કેઝ્યુઅલ આઉટિંગ્સ માટે યોગ્ય બનાવે છે. તેને 2,249 રૂપિયામાં ખરીદો.
  • પાલ્મોનાસ 18કે ગોલ્ડ પ્લેટેડ ગિલ્ડેડ રિંગ્સ લેયર્ડ નેકલેસ: 18 કેરેટ ગોલ્ડ-પ્લેટેડ ફિનિશ સાથે સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવવામાં આવેલા આ લેયર્ડ નેકલેસમાં સૉલિડ ચેઇન અને લૉબ્સ્ટર ક્લૅસ્પ છે. તેની વૉટરપ્રૂફ અને એન્ટિ-ટાર્નિશ ડીઝાઇન તેને રોજિંદા ઉપયોગ, તહેવારો અને ગિફ્ટિંગ માટે બિલકુલ યોગ્ય બનાવે છે. તેને 884 રૂપિયામાં ખરીદો.
  • કેસિયો જી-શૉક જીએ-2100-1એ1ડીઆર બ્લેક એનાલોગ-ડિજિટલ ડાયલ બ્લેક રેઝિન સ્ટ્રેપ મેન્સ વૉચ: તેમાં બ્લેક એનાલોગ-ડિજિટલ ડાયલ, રેઝિન કેસ અને સ્ટ્રેપ, ક્વૉર્ટ્ઝ મૂવમેન્ટ અને મિનરલ ગ્લાસ છે. શૉક રેઝિસ્ટન્સ અને 200 મીટર સુધીના વૉટર રેઝિસ્ટન્સ સાથે, આ વૉચ રોજિંદા ઉપયોગ અને આઉટડોર એક્ટિવિટીઝ માટે પર્ફેક્ટ છે. તેને 8,276 રૂપિયામાં ખરીદો. 

હૉમ એપ્લાયન્સિસ પર 65% સુધીના ડિસ્કાઉન્ટ સાથે 15,000 રૂપિયા સુધીના ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટનો લાભ લઈ તમારા ઘરને અપગ્રેડ કરો

  • એલિકા 90 સેમી 1500 m³/hr બેફલ ફિલ્ટર ઑટોક્લીન કિચન ચિમની: તેમાં ડ્યુઅલ બેફલ ફિલ્ટર્સ અને સરળ મેઇન્ટેનન્સ માટે ઓઇલ કલેક્ટર ધરાવતું ઑટો-ક્લીન ફંક્શન આપવામાં આવ્યું છે. તેના ટચ અને મોશન સેન્સર કન્ટ્રોલ્સ, કર્વ્ડ ગ્લાસ ડીઝાઇન અને બે એલઇડી લેમ્પ તેને મૉડર્ન કિચન માટે બિલકુલ યોગ્ય બનાવે છે. તેને 15,790 રૂપિયામાં ખરીદો.
  • આઇએફબી 24 લિ. સોલો માઇક્રોવેવ અવન વિથ 69 ઑટો કૂક મેન્યુ: રોજિંદા ભોજનને રાંધવા, ફરી ગરમ કરવા અને ડિફ્રોસ્ટ કરવા માટે તેમાં 69 ઑટો કૂક મેન્યુ, 10 પાવર લેવલ્સ અને 900W આઉટપુટ આપવામાં આવ્યું છે. તેનું સ્ટીમ ક્લીન ફંક્શન, પ્રીસેટ ટાઇમર, પાવર-સેવિંગ મૉડ અને ચાઇલ્ડ સેફ્ટી લૉક કિચનના રોજિંદા ઉપયોગને વધુ સુવિધાજનક બનાવે છે. તેને 8,690 રૂપિયામાં ખરીદો.
  • સેમસંગ 236 લિ. 3 સ્ટાર કન્વર્ટિબલ 3-ડોર રેફ્રિજરેટર: કન્વર્ટિબલ ફ્રીઝર, ડિજિટલ ઇન્વર્ટર ટેકનોલોજી અને ફ્રોસ્ટ-ફ્રી કૂલિંગથી સજ્જ આ રેફ્રિજરેટર રોજિંદી જરૂરિયાતો માટે ફ્લેક્સિબલ સ્ટોરેજની સુવિધા આપે છે. તેનું થ્રી-ડોર કન્ફિગરેશન તાજા અને ફ્રોઝન ફૂડને વ્યવસ્થિત રીતે રાખવા માટે ખૂબ જ સુવિધાજનક છે. તેને 11,799 રૂપિયામાં ખરીદો. 

ટુ-વ્હીલર્સ, સ્પોર્ટ્સ, રમકડાં અને બીજી ઘણી બધી વસ્તુઓ પર ફ્લેટ 50%નું ડિસ્કાઉન્ટ મેળવો

  • પાવરમેક્સ ફિટનેસ ટીડીએમ-96બી 4એચપી ડીસી ટ્રેડમિલ ફોર હૉમ: આ ટ્રેડમિલ 4એચપી ડીસી મોટર, 14 કિમી/કલાક સુધીની સ્પીડ અને અલગ-અલગ વર્કઆઉટ્સ માટે ચાર મેન્યુઅલ ઇન્ક્લાઇન લેવલ્સ સાથે આવે છે. તેની ફોલ્ડેબલ ડિઝાઇન, બ્લૂટૂથ એપ કનેક્ટિવિટી, 12 પ્રીસેટ પ્રોગ્રામ્સ અને એલઇડી ડિસ્પ્લે તેને ઘરમાં જ સુવિધાજનક વર્કઆઉટ્સ કરવા યોગ્ય બનાવે છે. તેને 14,999 રૂપિયામાં ખરીદો.
  • હીરો એક્સ્ટ્રીમ 125આર બાઇક: આ વર્ષે તહેવારોની સિઝનમાં હીરો એક્સ્ટ્રીમ 125આર ડીસી એબીએસ સાથે દરેક રાઇડને વધુ રોમાંચક બનાવો. પાવરફુલ 125 સીસી એન્જિન, 5-સ્પીડનું ગીયરબૉક્સ, સ્પોર્ટી સ્ટાઇલિંગ, ડ્યુઅલ-ચેનલ એબીએસ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે, તે શહેર અને હાઇવે બંને પર મુસાફરી કરવા માટે રાઇડિંગનો આરામદાયક અને આત્મવિશ્વાસભર્યો અનુભવ પૂરો પાડે છે. તેને 97,800 રૂપિયામાં ખરીદો.
  • બેબી બ્રૉન્કો બેબી બેટરી ઑપરેટેડ જીપ ફૉર કિડ્સ: તે એલઇડી હેડલાઇટ્સ, બિલ્ટ-ઇન મ્યુઝિક અને યુએસબી/ઑક્સ કનેક્ટિવિટીની સાથે ડ્યુઅલ ડ્રાઇવિંગ મૉડ્સનો સમન્વય કરીને બાળકોને રાઇડિંગનો રોમાંચક અનુભવ આપે છે. તેની 12 વૉલ્ટની બેટરી 40 મિનિટ સુધીનો પ્લેટાઇમ આપે છે, જ્યારે સ્લો-સ્ટાર્ટ મિકેનિઝમ અને પેરેન્ટલ રીમોટ કન્ટ્રોલ માતા-પિતા માટે વધુ સુવિધાજનક બની રહે છે. તેને 6,997 રૂપિયામાં ખરીદો.

રસોડાની જરૂરી ચીજવસ્તુઓથી લઈને હૉમ ઇમ્પ્રૂવમેન્ટ સુધી શ્રેષ્ઠ ડીલ્સનો લાભ મેળવો

રોજિંદી જરૂરિયાતોની ચીજવસ્તુઓ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ મેળવો

  • બી બૉડીવાઇઝ બાયોટિન હેર ગમીઝ: તે સ્ટ્રોબેરી ફ્લેવરવાળા ગમી ફૉર્મેટમાં બાયોટિન, ઝિંક, ફૉલિક એસિડ, ફાઇબર અને મલ્ટિવિટામિન્સ ધરાવે છે. તેમાં વધારાની રીફાઇન્ડ શુગર ઉમેરવામાં આવતી નથી અને તે 60 દિવસ માટેનું પૅક હોવાથી તેને સરળતાથી રૂટિનમાં સામેલ કરી શકાય છે. તેને 799 રૂપિયામાં ખરીદો.
  • ટ્રુ એલિમેન્ટ્સ ચિયા સીડ્સ 500 ગ્રામ – ડર્ટ અને સ્ટોન ફ્રી પ્રીમિયમ સીડ્સ: ફાઇબર અને કેલ્શિયમથી ભરપૂર આ કાચા ચિયા સીડ્સને સ્મૂધી, યોગર્ટ, બ્રેકફાસ્ટ બાઉલ અને અન્ય રોજિંદી રેસિપીમાં ઉમેરી શકાય છે. તેનું 500 ગ્રામનું પૅક સંતુલિત આહારના ભાગરૂપે નિયમિતપણે ઉપયોગમાં લેવા માટે અનુકૂળ છે. તેને 235 રૂપિયામાં ખરીદો.

એમેઝોન બઝાર

એમેઝોન બઝાર પર ફેશન, હૉમ અને અન્ય કેટેગરીની પ્રોડક્ટ્સ પર 70% સુધીના ડિસ્કાઉન્ટની સાથે રોજિંદી જરૂરિયાતોની કેટલીક પસંદગીની ચીજવસ્તુઓ પર 100 રૂપિયાના કૅશબૅક* સહિતની આકર્ષક ઑફર્સનો લાભ મેળવો.

  • મેન્સ કેઝ્યુઅલ એન ફોર્મલ સિંગલ પૉકેટ ચેક શર્ટ: કૉટન બ્લેન્ડમાંથી તૈયાર કરવામાં આવેલો આ શર્ટ ફુલ સ્લીવ્સ અને રેગ્યુલર કૉલર સાથેની સ્લિમ-ફિટ ડીઝાઇન ધરાવે છે. તેની વર્સેટાઇલ સ્ટાઇલ હોવાને લીધે તેને જીન્સ, ચિનોસ અથવા ટ્રાઉઝર્સ સાથે પહેરી શકાય છે, જે તેને ઑફિસવૅર, કેઝ્યુઅલ આઉટિંગ્સ અને તહેવારોના પ્રસંગો માટે બિલકુલ યોગ્ય બનાવે છે. તેને 199 રૂપિયામાં ખરીદો.
  • વિમન્સ શૉર્ટ કુર્તી ઇન ટૉપ્સટ્યુનિક રેયોન કૉટન બ્લેન્ડ: કૉટન ફેબ્રિકમાંથી તૈયાર કરવામાં આવેલી આ કુર્તી પ્રિન્ટેડ, સ્ટ્રેઇટ-ફિટ ડીઝાઇનની સાથે થ્રી-ક્વૉર્ટર સ્લીવ્સ અને રાઉન્ડ નેક ધરાવે છે. તેની વર્સેટાઇલ સ્ટાઇલ હોવાને લીધે તેને જીન્સ અથવા પલાઝો સાથે પહેરી શકાય છે, જે તેને રોજિંદા વસ્ત્રો, ઑફિસ લૂક અને કેઝ્યુઅલ આઉટિંગ્સ માટે બિલકુલ યોગ્ય બનાવે છે. તેને 99 રૂપિયામાં ખરીદો.
  • જયપુરી સિંગલ બેડ કૉટન બેડશીટ વિથ 1 પિલો કવર: મુલાયમ અને બ્રીધેબલ કૉટનમાંથી તૈયાર કરવામાં આવેલી આ બેડશીટ ગ્રે અને યલોના કૉમ્બિનેશનમાં ટ્રેડિશનલ જયપુરી ફ્લોરલ પ્રિન્ટ ધરાવે છે. આ સેટમાં સિંગલ બેડશીટ અને તેની સાથેનું મેચિંગ પિલો કવર સામેલ છે, જે રોજિંદા બેડરૂમ ડેકોરમાં આરામદાયક અને આકર્ષક ટચ ઉમેરે છે. તેને 199 રૂપિયામાં ખરીદો.

== સમાપ્ત ==

Related posts

એબોટ દ્વારા ભારતમાં તેની સૌથી અદ્યતન ડ્રગ-એલ્યુટિંગ સ્ટેન્ટ ઝાયન્સ સ્કાયપોઇન્ટ™ રજૂ

Master Admin

પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

Master Admin

ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

Master Admin

Leave a Comment

Translate »