Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gujarat

AMCએ આગામી સાત દિવસ ગરમીનું યલો એલર્ટ આપ્યું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને ઉકળાટની અસર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાઈ રહી છે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ,તા.૪ મે ૨૦૨૬ — ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમ પવનને કારણે ઉકળાટની અસર જોવા મળી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉકળાટની સ્થિતિ અનુભવાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. બીજી તરફ રાજકોટમાં આકરા તાપ સાથે લૂ વરસાવતા ગરમ પવન ફૂંકાયા છે. શહેરમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આગામી સાત દિવસ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. શહેરમાં ૪૨ ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવનાઓ છે. મહાનગર પાલિકા દ્વારા ૧૦મે સુધી યલો એલર્ટ અપાયું છે. શહેરમાં આગામી ત્રણ દિવસ માટે ૫૦ હોટ સ્પોટ જાહેર કરાયા છે. આ તમામ હોટ સ્પોટ પર ગરમીનું પ્રમાણ વધુ રહેશે. આ હોટ સ્પોટમાં શહેરના લાંભા, રામોલ હાથીજણ, વસ્ત્રાલ, વટવા, સરખેજ નરોડા, ઓઢવ, બોડકદેવ વોર્ડના વિસ્તારો રહેશે.

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમી અને ઉકળાટની અસર જોવા મળી છે. કેટલાક શહેરોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદમાં ૪૨.૪, સુરેન્દ્રનગરમાં ૪૨.૫, ગાંધીનગરમાં ૪૧.૮, વડોદરામાં ૪૦, રાજકોટ ૪૦, કંડલામાં ૩૯.૬ અને ભાવનગરમાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે.રાજકોટ શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીએ પહોંચી ગયો છે. શહેરમાં આકરા તાપ સાથે લૂ વરસતા ગરમ પવનો ફૂંકાયા છે.

હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. શહેરમાં ગરમીને પગલે રસ્તાઓ સૂમસામ બન્યા છે. આકરા તાપથી જનજીવન પ્રભાવિત થયું છે.

Related posts

વિરમગામમાં આંગણવાડી વર્કરોએ મામલતદારને આવેદન આપ્યું

Master Admin

જુનાગઢ મહાશિવરાત્રીના મેળામાં યોજાશે ભવ્ય ડમરુ યાત્રા

Master Admin

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Master Admin

Leave a Comment

Translate »