Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Gov. of GujaratGujarat

કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ દ્વારા તળાવોને સજીવન અને ઇન્ટરલિકિંગ કરવાનું અભિયાન ધરવામાં આવ્યું છે તે પૈકી આજરોજ આનંદમ્ જેડવા તળાવનું લોકાર્પણ કરવામાં આવશે

ગાંધીનગર, ગુજરાત | ૨૭મી મે ૨૦૨૬ | ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરની લોકસભા ક્ષેત્રમાં અનેક પહેલ આદરવામાં આવી રહી છે. જે પૈકી તળાવોને સજીવન અને ઇન્ટરલિકિંગ કરવાનું અભિયાનથી ગાંધીનગર લોકસભાનું ગ્રીન કવરેજ 8% થી વધીને 16% સુધી આગળ વધી રહ્યું છે. શ્રી અમિતભાઈ શાહના વિઝન અને મિશન મોડ કાર્યશૈલીના પરિણામે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર સમગ્ર દેશમાં અવ્વલ કક્ષાની હરિયાળી લોકસભા ક્ષેત્ર બનવા તરફ સતત આગેકૂચ કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો હંમેશા ભૌતિક વિકાસની સાથે ઇકો સિસ્ટમની જાળવણી સંવર્ધન તેમજ લોકોની સુખાકારી પણ કેન્દ્રમાં રાખવામાં આવે તેવો અભિગમ રહ્યો છે. ગાંધીનગરના સંસદીય ક્ષેત્રમાં પણ માનનીય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ પ્રધાનમંત્રી શ્રીની સંપોષિત વિકાસની વિભાવના ચરિતાર્થ થાય તે દિશામાં સતત પ્રયત્નો કરી રહ્યા છે.

તે પૈકી આનંદમ્ પરિવારના કલોલ તાલુકાના વડસર ગામમાં અનિલ પટેલ દ્વારા નિર્માણ પામેલ આનંદમ્ જેડવા તળાવનું આજરોજ માન. શ્રી અમિતભાઈ શાહ દ્વારા લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જે કુદરતી સંસાધનોના ઉપયોગથી સૌરઊર્જા સંચાલિત જાણકારી મેળવવાનું ઉત્તમ ઉદાહરણ છે.

આ સંકલ્પનાને આગળ ધપાવતા, તળાવોના ઇન્ટર લિંકિંગ માટેનો પ્રોજેક્ટ શ્રી અમિતભાઈ શાહ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવતા અમદાવાદ અને ગાંધીનગર જીલ્લાના કુલ 162 જેટલા ગામોમાં 1349 જેટલા તળાવો આવેલા છે. આ તળાવોનું આંતરીક જોડાણ કરવા માટે માનનીય કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી, અમિતભાઈ શાહ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી. જે અન્વયે ગુજરાત સરકારના વિવિધ વિભાગો જેવા કે, સિંચાઈ વિભાગ, AUDA. GUDA, GMC અને નર્મદા નિગમ દ્વારા તળાવોના આંતરીક જોડાણ માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

માન. કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી, અમિતભાઈ શાહના મત વિસ્તારમાં હાલ નર્મદા આધારીત પાઈપલાઈન અને કેનાલ દ્વારા કુલ 167 જેટલા તળાવોનું જોડાણ કરવામાં આવેલ છે. બાકીના તળાવો પૈકી વર્ષ-2026ના યોમાસા પહેલા પ્રથમ તબક્કામાં 50 તળાવો અમદાવાદ જીલ્લામાં તથા 69 તળાવો ગાંધીનગર જીલ્લામાં જોડાણ કરવાનું આયોજન હાથ ધરાશે.

હાલ અમદાવાદ જીલ્લાના 10 તળાવો તેમજ ગાંધીનગર જીલ્લાના 16 તળાવોના આંતરીક જોડાણની કામગીરી પ્રગતિ હેઠળ છે. બીજા તબક્કામાં કુદરતી રીતે વરસાદી પાણીથી ભરાતા તળાવો માટે વધારાના પાણીના નિકાલ તથા તળાવોના આંતર જોડાણ માટે વિગતવાર સર્વેક્ષણ કર્યા બાદ મોટા ભાગના તળાવોના આંતરીક જોડાણની કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવશે.

આ તળાવોના આંતરીક જોડાણ થવાથી ચોમાસા દરમ્યાન ખાલી રહેતા તળાવોને તેની નજીકમાં આવેલ વરસાદી પાણી કે પાઈપલાઈનથી જોડાણ કરતા ગામમાં પાણીના ભરવાની સમસ્યાનો નિકાલ થશે તેમજ જમીનમાં પાણીના સ્તર ઉંચા આવશે તથા ગામોમાં ખેતી તેમજ પશુધનને પણ પાણીની ઉપલબ્ધિમાં વધારો થશે. શ્રી અમિતભાઈ શાહ દ્વારા સતત સમયાંતરે આ અભિયાન માટેની ફોલો અપ બેઠક પણ તંત્ર સાથે હાથ ધરવામાં આવે છે. અને તેમના માર્ગદર્શનમાં તમામ તળાવની કામગીરી ખૂબ ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયત્નો સતત હાથ ધરવામાં આવી રહ્યા છે.

Related posts

સૌરાષ્ટ્રના ખેડૂત નેતા રાજુ કરપડાએ કેસરિયા કર્યા

Master Admin

મિશન ગુજરાતના નવા સારથી બન્યા હર્ષ સંઘવી

Master Admin

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે મેડિકલ બિલના નવા નિયમો આવ્યા

Master Admin

Leave a Comment

Translate »