Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

અતરશી દ્વારા ફરાહ ખાન અલીનું ‘એટેલિયર જ્વેલરી 2026’ કલેક્શન લોન્ચ કર્યું

ગુજરાત, અમદાવાદ | ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬ — અતરશી મિનિમેલિસ્ટિક જ્વેલરીએ કેકે જ્વેલ્સ સાથે મળીને ધ કલર એડિટ ખાતે સેલિબ્રિટી જ્વેલરી ડિઝાઇનર ફરાહ ખાન અલીના ‘એટેલિયર જ્વેલરી 2026’ કલેક્શન લોન્ચ કર્યું , જે એક વિશિષ્ટ જ્વેલરી શોકેસ છે જે રંગ, કારીગરી અને સમકાલીન ડિઝાઇનને એકસાથે લાવે છે.

આ પ્રદર્શનમાં વાઇબ્રન્ટ રંગીન રત્નોથી જડેલા હીરાના આભૂષણો રજૂ કરવામાં આવ્યા હતા, જે વ્યક્તિગત આગવી ઓળખ અને આધુનિક અભિવ્યક્તિની ઉજવણી કરે છે. “તમે જેટલા રંગીન છો, તેવા જ રંગીન તૈયાર થાઓ” થીમને સાર્થક કરતા, આ કલેક્શનમાં બોલ્ડ રંગો અને ઝીણવટભરી કારીગરી સાથે તૈયાર કરવામાં આવેલ સ્ટેટમેન્ટ પીસીસ રજૂ કરાયા હતા, જે સમકાલીન લક્ઝરી જ્વેલરીમાં એક નવો દ્રષ્ટિકોણ પૂરો પાડે છે.

મહેમાનોને ફરાહ ખાન અલીની 2026 ની ‘એટેલિયર ડિઝાઇન’ની એક વિશિષ્ટ ઝલક જોવાની તક મળી હતી, જેના દ્વારા કલેક્ટર્સ અને કલાપારખુઓને તેમની આગામી રચનાઓનો પ્રારંભિક દેખાવ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના સામાજિક અને ફેશન જગતના અગ્રણીઓ, આભૂષણ પ્રેમીઓ અને કલાના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અતરશી મિનિમલિસ્ટિક જ્વેલરીના સ્થાપક વૃંદા અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમદાવાદ હંમેશા ઉત્કૃષ્ટ કારીગરીની કદર કરી છે, અને ‘ધ કલર એડિટ’ એ એક એવી ડિઝાઇન શૈલી રજૂ કરવાનો અમારો પ્રયાસ હતો જે રંગો અને વ્યક્તિગત વિશિષ્ટતાની ઉજવણી કરે છે. આ લોન્ચિંગ માટે ફરાહ ખાન અલી સાથેની ભાગીદારી અમને અમારા ગ્રાહકો સુધી આધુનિક આભૂષણો પહોંચાડવાની તક આપે છે.”

ડિઝાઇનર ફરાહ ખાન અલીએ જણાવ્યું હતું કે, “આ કલેક્શન રંગોને વ્યક્તિત્વના એક ભાગ તરીકે સ્વીકારવા વિશે છે. અતરશી અને કેકે જ્વેલ્સ સાથેનો સહયોગ એક અદ્ભુત અનુભવ રહ્યો છે, અને ‘ધ કલર એડિટ’ પ્રત્યે અમદાવાદનો પ્રતિસાદ ખરેખર પ્રોત્સાહક રહ્યો છે.”

≡≡≅≡≡≅≡≡≅≡≡≅≡≡

Related posts

હિમતનગરમાં બીએનઆઇ ઇન્ટરનેશનલ દ્વારા અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરના ઉદ્યોગ સાહસિકો માટેનો એક મહાકુંભ યોજાયો

Reporter1

દક્ષિણ આફ્રિકી પ્રવાસને અમદાવાદના રોડશોમાં 250થી વધુ વેપારી ભાગીદારોને રોક્યા

Master Admin

Tata Motors Announces Biggest Bonanza on Small Commercial Vehicles & Pickups

Reporter1

Leave a Comment

Translate »