Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
article

કમરનો સ્નાયુઓનો દુખાવો ક્યારેક મટ્યા પછી ફરી પણ ઉથલો મારે છે.

ડો. શ્રીરામ વૈદ્યMob: 9825009241

Email: sksvaid@outlook.com 

કારણો; આ રોગનાં કારણો પરત્વે આયુર્વેદ કહે છે કે વારંવાર ઠંડી ગરમીની શરીર પર પડતી અસરોથીજ્ઞાનતંતુઓ પર દબાણ થવાથી, આંતરડામાંઆમનો સંગ્રહ થવાથી, નિતંબપ્રદેશ પર શિત્ત કે આઘાત લાગવાથી વાતપ્રકોપ પામી નાડીઓમાં શૂળ પેદા થઈ સાઈટીકા જેવા રોગ થાય છે. વિશેષ કારણોમાં જીર્ણ વૃક્કશોથ, મધુમેહ, કરોડરજ્જુમાં આઘાત લાગવાથી,આ રોગ થાય છે.

લક્ષણો; શરુઆતમાંનિતંબમાં દુખાવો જણાય છે. ધીરે ધીરેજાંઘનાપાછળના ભાગમાં પિંડીઓમાં અને પગના નીચેના ભાગમાં પણ પીડા જણાય છે. કોઈ કોઈ વાર પગનાઅંગૂઠા સુધી વેદના અને ખેંચાણ થાય છે. કીડીઓકરડતી હોય કે સોયાભોંકાતા હોય તેવી પીડા સંભવે છે. રોગી સીધો સૂવે, પણ પગ સીધો રાખી શકે નહીં, તે ટૂંટિયું વાળી સૂવે છે. જ્યારે આ રોગ જીર્ણ અવસ્થા પામે છે ત્યારે સ્પર્શજ્ઞાન પણ ખૂબ ઓછું થઈ જાય છે. ચાલતી વખતે રોગી એક બાજુ નમીને ચાલે છે. મુખ્યત્વે આ લક્ષણ પ્રોલેપ્સડિસ્કમાં જોવા મળે છે. આવી પીડા એક જ પગ ઉપર થાય છે અને મહિનાઓ સુધી ચાલે છે. ક્યારેક મટ્યા પછી ફરી પણ ઉથલો મારે છે. આ રોગની તીવ્ર અવસ્થામાં, રોગી ટેકા કે લાકડી વગર ઊભો રહી શક્તો નથી. દુખતી બાજુએ સૂઈ પણ શકતો નથી. સ્ત્રી રોગોમાં અને મધુમેહની તીવ્ર અવસ્થામાં બંને પગે આવી પીડા ક્યારેક સંભવે છે.

સુકાધાણામાંબમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથીસાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે. અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીતપીવાથીસાંધાનો દુખાવો મટે છે. હળદરના સુકાગાંઠીયા શેકી એટલા જ વજનનાસુંઠનાટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથીસાંધાનો દુખાવો મટેછે.દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો-લેમન ગ્રાસનો-ઉકાળો પીવાથીસાંધાનો દુખાવો joints pain ઓછો થવા લાગે છે. ઉકાળામાંદુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય. દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથીસાંધાનો દુખાવો મટે છે. રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથીસાંધાનો દુખાવો મટે છે. ૧૦ ગ્રામ ત્રીફળાચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથીસાંધાનો દુખાવો મટે છે. બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનોદુ:ખાવોમટે છે. સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનોદુ:ખાવોમટે છે, કેમ કે બીટમાંસોડીયમ તથા પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાંકેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.

`કમરનો દુખાવો, જૈમિન  ભાઈ આપનો ઇમેઇલ મળ્યો વાંચીને એવું લાગે છે કે તમારા કહેવા પરથી વાયુને કારણે દુખાવો થયો હોય એમ લાગે છે. જો તમને વીશ્વાસ હોય અને સારા સેવાભાવી વૈદ્ય મળી શકે તેમ હોય તો રુબરુ મળવું જોઈએ, જે પ્રશ્નોત્તરીથી જાણી શકે કે ખરેખર દુખાવાનું કારણ શું છે. એટલે  એલોપથીમાં સામાન્ય રીતે વાયુવીકારની દવા હોતી નથી. એ લોકો પેઈનકીલર આપે અને અમુક સમય સુધી દર્દમાં રાહત થાય. કેટલીક વાર વાયુ સમ થતાં દર્દ જતું પણ રહે. વાયુનાશકઔષધો લેવાં, જે ઘણા પ્રકારનાં હોય છે. તમને  અનુકુળ આવે તે લઈ શકાય. મેં નીચે મજબકમરનાદુખાવાના ઈલાજ નોંધ્યા છે.

કમરનો દુખાવો: કમરનાદુખાવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે જેમાં ઉઠવા બેસવાની ખરાબ આદતો પણ આવી જાય છે. ઘરગથ્થુ ઉપાય સુંઠ અને ગોખરુંનો સરખે ભાગે ઉકાળો બનાવી, દરરોજ સવારે પીવાથીકમરનો દુખાવો મટે છે. ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથી ઉમેરી પીવાથીકમરનાદુખાવામાં રાહત રહેશે. સુંઠ અને હીંગ નાખીને તેલ કરમ કરી માલીશ કરવાથી કમરનાદુખાવામાં ફાયદો થય છે.: સુંઠ અને અશ્વગંધાનુંચુર્ણ સરખા ભાગે હળવો નાસ્તો કર્યા પછી અડધી ચમચી લો. કમરનાદુખાવા માટે આ  શ્રેષ્ઠ ઔષધી છે. અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. જાયફળનેસરસીયાના તેલમાં ઘસી કમર પર માલીશ કરવાથી કમરનો તેમજ સંધીવાનો દુખાવો મટે છે. સુંઠ, લસણ, અજમો અને રાઈ નાખીને તેલ ગરમ કરી માલીસ કરવાથી કમરનાદુખાવામાં આરામ મળે છે.  ૩૦ ગ્રામ કપુર અને ૨૦૦ ગ્રામ સરસીયું તેલ ભેળવી કાચની એક બોટલમાં ભરી લઇ ૧૫-૨૦ મિનિટ માટે તડકામાં મુકી રાખો. આનાથી નીયમીતમાલીશ કરો. ૨૦ ગ્રામ ગરમ પાણીમાં અડધો ચમચો સીંધવ ભેળવી તેમાં કપડું પલાળો. આ કપડાથીકમરનેશેકવાથીદુખાવામાં રાહત રહેશે. રાતે એક ગ્લાસ ગરમ દુધમાં પા ચમચી સુંઠ અને હળદર ભેળવીસુતાં પહેલાં નીયમીત રીતે પીવાનું રાખો.
રોજ સવારે નરણાકોઠેઅખરોટના ૩-૪ ટુકડાખુબ ચાવીને ખાવ. ૧૦ ગ્રામ સાકર અને થોડી ખસખસ ક્રશ કરો. આ પાઉડર રોજ રાતે દુધ સાથે લેવાનું રાખો. સીંધવ, સુંઠ અને મરી સરખા ભાગે લઇ ક્રશ કરો. આ મીશ્રણ એક ચમચી દરરોજ દુધ સાથે લો. બાવળનાગુંદરનો પાઉડર બનાવી દુધ સાથે અડધી ચમચી લેવાથીકમરનાદુખાવામાં રાહત થશે

શું ન ખાવું? કમરનાદુખાવાને દુર કરવા ચણા, જવ, ચોળા, વટાણા, ભીંડા, રીંગણ, આમલી, ગુવાર, દહીં, છાશ વગેરે પદાર્થો ન લેવા જોઇએ. વાસી ખોરાક ન લેવો, તેલ, મસાલા, અથાણાં ન ખાવાં જોઇએ. શું ખાવું? સાદો-સુપાચ્ય તાજો આહાર લેવો. લસણ, હીંગ, મેથી, અજમો, લીલાં શાકભાજી અને વાયુ દુર કરે તેવો આહાર લેવો. વાયુનો પ્રકોપ થાય તેવું ભોજન લેવાથીકમરનો દુખાવો થાય છે.  શું ન કરવું? ઉજાગરા ન કરવા જોઇએ. મળ, મુત્ર, છીંક વગેરેનાવેગોને રોકવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો. કબજીયાત ન થવા દેવી, ચીંતા, ભય, ક્રોધથી બચવાના પ્રયત્નો કરવા જોઇએ. શું કરવું? જ્યારે પણ ખુરશી પર બેસો ત્યારે પીઠને ખુરશી સાથે ટેકો આપી કરોડરજજુને સીધી રાખીને જ બેસો . ખુરશી હાથાવાળી હોવી જોઈએ અને પીઠને ટેકો આપવામાં મદદગાર હોવી જોઈએ. ચાલતી વખતે, બેસતી વખતે અને સુતી વખતે છાતી આગળ અને પેટ દબાયેલું હોવું જોઈએ, એટલે કે કરોડને સીધી રાખવી જોઈએ. 

સ્નાયુઓનો દુખાવો, આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે. ઉંમર વધતાં વાયુની તકલીફ પણ વધે છે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી ન લેવો, લેવો પડે ત્યારે એનું પ્રમાણ બને તેટલું ઓછું લેવું. દુખાવો થતો રોકવાનો આ ઉત્તમ ઉપાય છે. દુખાવો દુર કરવા પોતાને અનુકુળ ઔષધ લેવું, દુખાવો દુર કરવાનાં ઘણાં ઔષધો છે, નીચે એમાંના કેટલાક ઉપાય આપું છું. નગોડનાંપાનનેકપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે. નગોડનાંપાનને પાણીમાં ઉકાળી તેની વરાળથી શેક કરવાથી દુખાવો મટે છે. વડનાં પાકાં સુકવેલાંટેટાનું ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવાથી દુખાવો મટે છે. સ્નાયુઓનો દુખાવો મટાડવામાં દહીં, છાસ, આમલી જેવી ખટાશ સદંતર બંધ કરવી જોઈએ.  પગની એડી, કેડ, ડોક કે સાંધાનાદુખાવામાં સવારે ખાલી પેટે મેથીનોતાજો ઉકાળો પીવાથી થોડા જ દીવસોમાં લાભ થાય છે. ૧-૧ચમચો ગોખરુનુંચુર્ણ સવાર-સાંજ હુંફાળાદુધ સાથે કે પાણી સાથે લેવાથી વા પ્રધાન દુખાવાઓમટે છે. પ્રયોગ ઘણા લાંબા સમય સુધી જાળવીરાખવાથી સ્થાયી લાભ થઈ શકે. દુખાવો – સર્વ પ્રકારનો એલચી, શેકેલીહીંગ, જવખાર અને સીંધવનો કાઢો કરી તેમાં એરંડીયું મેળવી આપવાથી કમર, હૃદય, દુંટી, પીઠ, મસ્તક, કર્ણ, નેત્ર, પગ વગેરે ઠેકાણે થતું સર્વ પ્રકારનું શુળમટે છે. સર્વાંગ સંધીવાનો દુખાવો મટે છે થાક લાગવા પાછળ ઘણાં કારણો હોઈ શકે. પગના સાંધા દુખે છે આથી વાયુવીકાર પણ કારણ હોઈ શકે, પણ ચોક્કસ કારણ તો યોગ્ય આરોગ્ય ચીકીત્સક તમારી સાથે પ્રશ્નોત્તરી કરીને કહી શકે, અને તે મુજબ ઉપાય સુચવી શકાય.સાંધાનાદુખાવાવીશે મારી પાસે નીચે મુજબ માહીતી છે, જો આપને એ ઉપયોગી થાય તો યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો. ધાનોસાં  દુખાવો.
અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે. નગોડના ત(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે. સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનોસ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથીખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે. સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનોક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટીવગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો. શતાવરીમાંથીબનાવેલાતેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. મહાયોગરાજગુગળસ્નાયુઓનો દુખાવો, કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે. સાંધાનો સોજો અને દુખાવો મેંદીનાં પાન વાટી લેપ કરવાથી મટી જાય છે#

આહાર, ફણગાવેલા કે બાફેલા મગ ખાવા બીજાં કઠોળ છોડવા. દહીં છાશ જેવા ખાટાપદાર્થો ન ખાવા. સાઈટીકામાં પરહેજી બરફ, ઠંડુ પાણી, એકલું દુધ, ચોખા, દહીં, ભીંડા, સકરટેટી, તરબુચ, કમરખ, આલુ, પાલખ, સંતરાં, મગ સિવાયના કઠોળ, સીંગમાંપાકતી કોઈ પણ ચીજ, વાયુનીવૃધ્ધિ કરે એવા અનાજ, રૂૂક્ષ-લુખા, વાસી આહાર, તીખાઆહારનો ત્યાગ કરવો. આથાવાળીવસ્તુઓથી પરેજી રાખવી. લીલા શાકભાજી, દૂધી, તલ, મેથી, અજમો, સૂંઠનું પાણી વગેરે આ રોગમાં પથ્ય બતાવેલું છે. પરહેજીથી પણ સાઈટીકા જેવા હઠીલા રોગને કાબુમાં રાખી શકાય છે.લસણ, સૂંઠ, વગેરેનો વધુ ઉપયોગ કરવો.
ઉપચાર : બરફ દ્વારા આપવામાં આવતા ઠંડા શેક અને ગરમ પાણીની થેલીથીગરમશેકસાઈટીકાનાદુ:ખાવામાં પ્રાથમિક સારવાર છે. તે બન્ને પ્રકારના શેકને થોડા થોડા સમય પર લેવાથી કમર દર્દ અને કમરની નીચેના દુખાવામાં તરત રાહત મળે છે. કોઈપણ પ્રકારના દુ:ખાવામાંઠંડો અને ગરમ શેક ઘણો અસરકારક હોય છે.
જટામાંસીનામૂળનુંચૂર્ણનેસાઈટીકાનાદુ:ખાવામાંલગાવવાથી ઘણો આરામ મળે છે, તેમાં થોડા એવા તત્વો હોય છે. જે કોઈપણ રીતે દુ:ખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. તેના મૂળમાં રહેલુ તેલ માંસપેશીઓને આરામ આપે છે અને જકડાઈ જવાને સારું કરે છે. તે ઉપરાંત તમે જટામાંસીનામૂળને ચા તરીકે પણ લઇ શકો છો. જટામાંસીનું 1 ગ્રામ ચૂર્ણને પાણી સાથે ઉકાળો અને તેમાંથી બનેલી ચા દિવસમાં 2 થી 3 વખત પીવો.
પંચકર્મ; પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા, પંચગુણતેલ, દશમૂલતેલથી માલિશ, નિર્ગુંડી જેવા વાતઘ્નઔષધોથી સ્વેદન, કટિબસ્તિકરોડરજ્જુનાં છેલ્લાં મણકા પાસે અડદનાંલોટની પાળી બાંધી તેમાં સુખોષ્ણ ઔષધ દ્રવ્યોનોસ્વરસ અને વાતઘ્નતેલ દ્વારા આ બસ્તિ આપવાથીપીડામાં તાત્કાલિક ઘણી જ રાહત થાય છે. ગુદબસ્તિઆપવાથીગુદામાર્ગેથી ગયેલા ઔષધસિદ્ધ તેલ વાયુનાં મુખ્ય સ્થાન પડવાશયમાંસ્નેહન કરી પ્રકુપિતવાયુનું સમગ્ર શરીરમાંથી શમન કરે છે, જેથી વાયુ શાંત થતાં દુ:ખાવો આપો-આપ ઓછો થઈ જાય છે. સમતોલન ખોરાક, કસરત, આયુર્વેદિક ઉપચાર દ્વારા સાઈટીકા જેવા અસહ્ય પીડા માંથી મુક્તિ મળી શકે છે.

Related posts

ઘુમા ગામમાં જૂના ખોડિયાર ધામનો પાંચમી વાર જિર્ણોધ્ધાર નિમિત્તે પુનઃ નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા અને શતચંડી મહાયાગ મહોત્સવનું આયોજન

Reporter1

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ યોજાયો

Reporter1

વડીલો આપણી અમૂલ્ય સંપત્તિ છે; તેમના અનુભવોનો ખજાનો આપણા યુવાનોનું ભવિષ્ય છે.

Master Admin
Translate »