ડો. શ્રીરામ વૈદ્ય. – Mob: 9825009241
Email: sksvaid@outlook.com
આજ કાલનામોડર્ન જમાનામાં એકજ મોટો પ્રશ્ન વધારે જોવામાં આવ્યો છે જે છે ઓબેસિટી મોટાપણું જાડાઈ. ઉંમર તથા ઊંચાઈ પ્રમાણે જેટલું વજન હોવું જોયે તેના કરતા ૧૦% અથવા તેનાથી વધુ જો વજન વધ્યું હોય તો તેને મેદોવૃદ્ધિ ઓબેસિટીobesity કહેવાય છે. ચરખાસંહિતામાં આ રોગના લક્ષણો આ પ્રમાણે જણાવ્યા છે. ઓછું આયુષ્ય, ઓછી શકૂરતી, સામાન્ય અશક્તિ, શરીરમાં પસીનાની દુર્ગન્ધ, પસીનો વધુ આવવો, ભૂખ, તથા તરસ વધુ લાગવી. સામાન્ય રીતે આ રોગ ૨ પ્રકારનો હોય છે એક છે અભ્યંતર બીજો છે બાહ્ય.
અભ્યંતર મેદો વૃદ્ધિમાં ક્ષુદ્ધા કેન્દ્ર અથવા તો એપૅટાઈટappetite control centre પર લોહીમાં રહેલું ગ્લુકોઝ તથા ફેટીએસિડનો પ્રભાવ પડે તથા વ્યક્તિની ભૂખ વધવા માંડે છે. જો આ કેન્દ્ર ઉપર પિટ્યુટરીગ્રન્થિનો કોઈપણ દબાવ પડે અથવા તો તેનો સ્ત્રાવ વધે તો શરીરની બીજી ગ્રંથિઓનો પણ સ્ત્રાવ વધે છે અને અભ્યંતર મેદોવૃદ્ધિ થઇ શકે છે આસિવાય ઘણી વખત જન્મથીજમેદોવૃદ્ધિની પ્રવૃત્તિ થાય છે, જેને પાશ્ચાત્ય વૈદકમાંidiopathic obesity પણ કહેવાય છે પરંતુ આ પ્રમાણેની મેદોવૃદ્ધિ સામાન્ય રીતે ઓછી જોવા મળે છે.
ખાસ કરીને તો બાહ્ય કારણોથી થતી મેદોવૃદ્ધિ સામાન્ય રીતે જોવા મળતી હોય છે. શરીરને જરૂરિયાત માટેની જેટલી કૅલરી લેવાની આવશ્યકતા હોય તેના કરતા વધુ કૅલરી લેવામાં આવે તો શરીર ભારે થવા માંડે. આપણા શરીરમાં વજન ને નિયન્ત્રિત રાખવા માટેની એવી મશીનરી છે કે જેના કારણો માણસને જેટલી કૅલરીસની આવશ્યકતા હોય તેટલી જ ભૂખ લાગે. આવશ્યકતા પ્રમાણેનીકૅલરીસ લય લીધા પછી તેનું મન ભરાઈ જાય. આ મશીનરીમાંજયારે કોઈપણ જાતની વિકૃતિ આવી જાય છે જેના કારણે માણસ વધુ ને વધુ કેલોરીઝ લીધી કરે છે. જેનો શરીરમાં ચરબીના રૂપમાં સન્ચય થાય છે. આ રીતે જેટલા ભોજનની શરીરને જરૂરિયાત છે તેના કરતા વધુ જો લેવામાં આવે તો તે શરીરમાં મેદોવૃદ્ધિનું કારણ બની જાય છે. યુવાવસ્થાપુરી થતા ૪૦-૪૫ ની ઉંમર પછી શરીર ભાર થવા માંડે છે તેનું કારણ એ છે કે આ ઉંમરમાં શારીરિક શ્રમ પેહલા કરતાં ઓછો થઇ જાય છે અને ભોજનનું પ્રમાણ પેહજેટ્લુજ આદત પ્રમાણે ચાલુ રહે છે. કેલોરીઝનીઇન્ટેક તેની આઉટપુટ કરતા વધી જાય છે અને શરીરમાં મેદ વધી જાય છે.
શરીરમાં જયારે મેદ વધે છે ત્યારે અમુક અંગોમાં જેવા કે પેટનો ભાગ, પેન્ક્રીયાઝ, યકૃતમાં વિશેષ જમા થાય છે. હૃદય તથા રક્તવાહિનીઓની દીવાલોમાં પણ જમા થવા માંડે છે. બીજા શબ્દોમાં `એથેરોસ્કલેરોસિસ `નો રોગ થઈ જાય છે તથા રકતભાર બ્લડ પ્રેશર નો રોગ થાય છે. આથી સ્પષ્ટ છે કે મેદસ્વી વ્યક્તિઓમાં ફેટ જમા થવાના કારણે હ્ર્દય ફેલ થવાનો ભય વધુ રહે છે .તથા ધમનિયોના રોગના કારણે હૃદયશૂળ, એન્જાયના , પક્ષાઘાત, મૂર્છા, વિગેરે થવાની સંભાવના રહે છે. ચાલીસ વર્ષની ઉંમર પછી મધુમેહ થવાની સંભાવના પણ વધે છે . શરીરમાં જેટલી ચરબી વધારે હોય તેટલીજરક્તવાહિનીઓમાં ઉત્પ્ન્ન થાય છે જેની લંબાયમાંયલો સુધીની થાય છે. તેના કારણે હૃદય ઉપરનો કાર્યભારએટલોજ વધી જાય છે અને હ્ર્દયને ફેલ થવાની સંભાવના એટલીજ વધી જાય છે માટે મેદોવૃધ્ધિનો રોગ મનુષ્યના આયુષ્યને ઓછું કરવાનું એક મોટું કારણ બની જાય છે
લક્ષણો: વિશેષ કરીને પેટ વધવું, પેઢુની ચામડી જાડી થાય જવી. પેટ તથા છાતીના માસમાં લોચા વધીને લચી પડવું, ખોરાકનું પ્રમાણ વધુ ખવાય, શ્વાશ ચઢવો , થોડો પણ શ્રમ લેવાથી થાકી જવું તથા શ્વાશચઢવો, ઊંઘ વધુ આવવી, પરસેવો વધારે આવવો તથા શરીરમાંથી દુર્ગન્ધ આવવી વિગેરે. વળી શક્તિ તેમજ પુરુષત્વ ઓછું થઈ જવું. તાવ શરદી પ્રહમે, અપચો વિગેરેદર્દો થાય તો સહેલાયથીમટવા નહીં વિગેરે લક્ષણો મેદોવૃદ્ધિમાં જોવા મળે છે. ચિકિત્સા: ચવક , ચિત્રકમૂળ, જીરું, સૂંઠ, મરી, પીપર , શેકેલી હિંગ તથા સંચળ ધાને સરખે ભાગે લય ચૂર્ણ ત્યાર કરવું. સ્વર સાંજ એક-એક તોલો મધ સાથે લેવું. યોગરાજગૂગળનું લાંબા સમય સુધી સેવન કરવું. ગળો તથા ત્રિફળાનો ઉકાળો મધમાં નાખી દરરોજ પીવું. એક અનુભૂત ટીકડી: ઘટક દ્રવ્યોત્રયોદશાંગ ગૂગળ ૩૦૦ મી.ગ્રા. આરોગ્યવર્ધિની ૫૦ મી.ગ્રા , નવક ગૂગળ
૫૦ મી.ગ્રા. શું.શિલાજીત ૨૦ મી.ગ્રા. ત્રિમૂર્તિ રસ ૩૦ મી.ગ્રા
આ ગોળી સ્લિમટેક્સનાનામથી જાણીતી છે. અનેક લાક્ષણિક કસોટીઓ (ક્લિનકલટ્રાયલ્સ ) ની ફલશ્રુતિ માટે અક્ષીર માલમ નીવડી છે . આ ગોળી માં આયુર્વેદિક ઔષધોનું સંમિશ્રણ હોવાથી મેદોવૃદ્ધિના રોગ માટે અસરકારક, હાનિરહિત અને અકસીર છે. તે શરીરમાં રહેલી વધારાની ચરબીનાભાગને fat તીસ્સુંએ ને ઓગાળીમેદનેકાપે છે . મેદ ઓગળે ત્યારે મેદનાકોષોની સંખ્યા ઓછી થતી નથી , પરંતુ મેદનાકોષોની સાઈઝ એટલે કે પ્રમાણ માં ચોક્કસ ઘટાડો થાય છે. એડીપોઝટિસ્સ્યુસેલની સાઈઝ સપ્રમાણ બને છે આમ મેદ કપાય છે. આ ગોળીના સેવન કરવાથી જરાપું અશક્તિ લાગતી નથી. સ્ફૂર્તિ અનુભવાય છે વજન ઘટાડવા માટે ખૂબજ પ્રભાવિત નીવડ્યું છે નવકગુગળ મેદોહરગુગળ મેદ બાળે છે, પાચનક્રિયા વધારે છે અને મેદની નવી ઉતપત્તીને રોકે છે આ નવકગુગળ મેદ વિકૃતિને દૂર કરવા માટેનો એક નિર્ભય અને ઉત્તમ ઔષધ છે. મેદોહરગુગળને આ ટીકડીમાં ત્રયોદશાંગ ગુગળ તથા બીજા ઔષધોજોડેનું બહોળા અનુભવ પછીનું જે પ્રમાણમાં સંયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે ત્રયોદશાંગગુગળ અને મેદોહરગુગળની કાર્યક્ષમતા વધારી ફેટ ટીશ્યુ સેલ્સનામેદનેઓગાળવાનો તથા મેદનો કોષોમાંસન્ચ્ય નહિ થવા દેવાનો ગુણાધાર ધરાવે છે.
આ ટીકડીનું બીજું દ્રવ્ય ત્રિમૂર્તિ રસ છે જેનું કાર્ય પણ મેદને દૂર કરવા માટેનું છે. મેદોવૃદ્ધિમાં જે મેદ છે તે શરીરને સ્થૂળ બનાવે છે. પરંતુ શરીરને કોઈ પોષણ આપતું નથી ઉલ્ટાનું શરીરના બળનું શોષણ કરે છે . પાચનક્રિયા સાથે સબંધ ધરાવતી વાતવાહિનીઓ તથા અવયવો બધાને સબળ બનાવે, આમાશય રસની ઉત્પત્તિ શરીરને કોઈ પોષણ આપતું નથી ઉલ્ટાનું શરીરના બળનું શોષણ કરે છે . પાચનક્રિયા સાથે સબંધ ધરાવતી વાતવાહિનીઓ તથા અવયવો બધાને સબળ બનાવે, આમાશયરસની ઉત્પત્તિ વધુ કરાવે આમ એ મેદ બાળવા માંડે લોહીની અંદરના તથા ત્વચ્છાનીસંબંધવાળામેદનાકોષોનું પ્રમાણ ઓગાળે છે , મળશુદ્ધી નિયમિત કરાવે , વાતવાહિનીઓ સબળ બનાવે અને પાચનક્રિયાને બળવાન બનાવે. પાચનક્રિયા જેમ બળવાન બને તેમ મેદ તથા મેદજન્યશોથ સહેલાયથી દૂર થાય છે રક્તવાહિનીઓનીદીવાલોની કઠોરતા અને લોહીની નિર્બળતાને લીધે મેદરોગ થઈ શકે છે. ત્યારે એવો મેદ દુષિત કહેવાય છે . આવા મેદરોગમાં આ અનુભૂત ટીકડી નું નિયમિત સેવન કરવાથી ખૂબજ લાભ થાય છે તે ના રોગીઓના કેસ કેટલા બધા અમારી સામેજ છે. એકતોરક્તવાહિનીઓની કઠોરતા અને બીજુથાયરૉઇડગ્રન્થિ અશક્ત થવાથી આ બે રીતે પાચનશક્તિ ઘટી અને મેદ વધે છે. આયુર્વેદના મત પ્રમાણે ધાતુ ક્રિયા મુજબ મેદ સુધીની ધાતુઓ બને છે તેમાં મેદ વધારે પ્રમાણમાં બને છે . આને લીધે વ્યક્તિ તદ્દન નબળી પડી જાય છે.
આ ટીકડીમાનું એક ઘટક દ્રવ્ય આરોગ્યવર્ધિની છે જે આવા મેદનો નાશ કરવામાં ખૂબજ સહાયક બને છે. આ અસર દીપનપાચન કાર્ય સારી રીતે વધારીને કરે છે એટલું જ નહીં પણ આરોગ્યવર્ધિનીમેદનું રૂપાંતર બીજી ધાતુઓમાં સારી રીતે કરવામાં પણ મદદ કરે છે. મળમાંથી જેટલો ભાગ શરીરમાં લેવા યોગ્ય હોય તેનું પાચન કરાવે. ઉપયોગી ભાગનું રૂપાંતર થઈ શોષણપણ મદદ કરે છે. મળમાંથી જેટલો ભાગ શરીરમાં લેવા યોગ્ય હોય તેનું પાચન કરાવે. ઉપયોગી ભાગનું રૂપાંતર થઈ શોષણ કરાવે તથા બાકીનો ભાગ બહાર કાઢી નાખવા માટે આરોગ્યવર્ધિની ખૂબજ મદદરૂપ બને છે. આમ શરીરને માટે જેટલો અયોગ્ય મેદનો ભાગ હોય તે રૂપાંતર ન કરાવી બાકીનાકિટ્ટભાગ રૂપે બહાર કઢાવી નાખે છે.
માત્રા : ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વખત નવશેકા પાણી સાથે લેવી . આ ગોળીનું લાંબા સમય સુધી નિયમિત સેવન કરવાથી કોઈ આડઅસર થતી નથી. તથા ડાયાબિટીસ , બ્લડ પ્રેશર , હ્ર્દયરોગવાળા દર્દીઓ સહેલાયથી લઈ શકે છે. આના સેવન વખતે વધુ પડતો ચરબીવાળો ખોરાક, ઘી , તેલ, ખાંડ વગેરે ઓછા કરી દેવાં. નિયમિત તથા પ્રમાણસરનો શ્રમ લેવો જોયે. નિયમિત ચાલવું, હલકી એક્સરસાઇઝ કરવી અને હલકું ભોજન લેવું આ ઔષધિથી ભૂખ ઓછી થતી નથી અને તેની કોઈ સાઈડ ઈફેક્ટ હોતી નથી.

