Nirmal Metro Gujarati News
Uncategorized

બ્લેકબેરીઝ – ભારતનાં ‘ફિટ એક્સ્પર્ટ’ સમગ્ર ભારતમાં પૂરક રીફિટ વોર્ડરોબ સર્વિસ પૂરી પાડે છે

બ્લેકબેરીઝની નવી અને પ્રથમ પ્રકારની પહેલ ભારતમાં પુરુષોની કોઈ પણ એપેરલ બ્રાન્ડનાં વસ્ત્રોને દેશભરમાં રીફિટ કરવા સક્ષમ બનાવશે, જે અન્ય કોઈ પણ બ્રાન્ડનાં સૂટ, જેકેટ, ટ્રાઉઝર્સની પેર કે શર્ટ પસંદગીના સ્ટોર્સમાં રીફિટ કરી આપશે; રીફિટ સર્વિસ 12 જૂન, 2024 સુધી ઉપલબ્ધ છે

ગુરુગ્રામ, 23 મે, 2024 – અગ્રણી અદ્યતન ભારતીય મેન્સવેર બ્રાન્ડ બ્લેકબેરીઝે દેશના ફિટ એક્ષ્પર્ટ તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે, જેણે ગ્રાહક સેવાને નવેસરથી પરિભાષિત કરતો વધુ એક વિશિષ્ટ વિચાર રજૂ કર્યો છે. બ્રાન્ડની પ્રથમ પ્રકારની રીફિટ સર્વિસના ભાગરૂપે સમગ્ર ભારતમાં પુરુષો તેમની નજીકના પસંદગીના બ્લેકબેરી સ્ટોરમાં જઈને એના ફિક્સએક્સ્પર્ટ્સ દ્વારા તેમની સૌથી વધુ પસંદગીના આઉટફિટ કે વસ્ત્રોમાંથી ખરીદી કરી શકે છે. આ ઓફર 12 જૂન, 2024 સુધી ચાલુ છે.

ગ્રાહકે અન્ય કોઈ પણ બ્રાન્ડનો ખરીદેલો સૂટ હોય, જેકેટ હોય, ટ્રાઉઝર્સની પેર હોય કે શર્ટ બ્લેકબેરીના ફિટ એક્સ્પર્ટ્સ કોઈ પણ પ્રકારનાં ખર્ચ વિના તેને રીફિટ કરી આપશે. આ સર્વિસનો ઉદ્દેશ પુરુષોને સ્ટાઇલિશ જાળવવાનો અને બદલાતી ફેશન સાથે પ્રસ્તુત રાખવાનો છે, જે તેમનાં માટે તેમની પસંદગીનાં વસ્ત્રોને રીફિટ કરી આપશે.

બ્લેકબેરીઝના ડાયરેક્ટર નીતિન મોહને કહ્યું હતું કે, “જ્યારે પુરુષોનાં વસ્ત્રોને બનાવવાની ખાસિયતોની વાત આવે છે, ત્યારે ત્રણ દાયકાથી વધારે સમયથી બ્લેકબેરીઝ દેશના ‘ફિટ એક્ષ્પર્ટ’ તરીકે જાણીતો છે. અમારી નવીન રીફિટ સર્વિસ મારફતે અમે સમગ્ર ભારતનાં ગ્રાહકોને પરફેક્ટ ફિટ વસ્ત્રો પહેરવાનો આનંદ મેળવવા આવકારે છે. આ કામગીરી દ્વારા અમે તેમને એ દર્શાવવાની આશા રાખીએ છીએ કે કેવી રીતે એક શ્રેષ્ઠ ફિટ સૌથી આકર્ષક સિલ્હટને કટ કરી શકીએ છીએ અને તમને પોતાને એક સકારાત્મક પરિવર્તન કરીને ફિટ કરી શકો છો.”

બ્લેકબેરીઝની પૂરક રીફિટ સર્વિસ પુરુષો માટે છે, જેમની પાસે વસ્ત્રોનો મનપસંદ પીસ છે – જેમાં પોતાની લાગણી સાથે જોડાયેલું સૂટ કે મનપસંદ વસ્ત્ર સાથે એક મનપસંદ જેકેટ, જેણે વર્તમાન ફેશન ટ્રેન્ડ પ્રમાણે પોતાનો આકાર અને પ્રાસંગિકતા ગુમાવી દીધી છે કે પછી તાજેતરમાં ખરીદેલો શર્ટ જે તમને બરોબર ફિટ નથી એ સામેલ છે. નીતિન ઉમેરે છે કે, “અહીં બ્લેકબેરીઝના નિષ્ણાત ભારતના ‘ફિટ એક્ષ્પર્ટ’ તમારાં મનપસંદ વસ્ત્રોમાં નવું જીવન આપે છે.!”

બ્લેકબેરીઝ મહત્વાકાંક્ષી અને પ્રેરિત પુરુષો – ‘કાર્યરત’ પુરુષોને સેવા આપે છે, જે આત્મવિશ્વાસ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો ધરાવે છે. વર્ષ 1991થી બ્રાન્ડ પુરુષોને શ્રેષ્ઠ દેખાવા અને અનુભવવા સક્ષમ બનાવે છે, આ માટે તેઓ કોઈ પણ ખામી વિના સિલાઈ અને આરામદાયક સ્ટાઇલિશ ડિઝાઇન રજૂ કરે છે, જે તેમને ભીડમાં અલગ ઓળખ આપે છે.

કોઈ પણ બ્રાન્ડનો તમારો મનપસંદ શર્ટ, ટ્રાઉઝર્સ કે શર્ટ બ્લેકબેરીઝ સ્ટોરમાં લઈ આવો અને રીફિટની પરિવર્તનક્ષમતાને અનુભવો. આ પૂરક સેવા 12 જૂન, 2024 સુધી સમગ્ર ભારતમાં પસંદગીના સ્ટોરમાં ઉપલબ્ધ છે. તો રાહ કોની જુઓ છો!

પરફેક્શન માટે રીફિટ કરાવો, #KeepRising with Blackberrys!

 

Related posts

ડ્યુરોપ્લાય પ્લાયવૂડ ઉત્પાદનમાં ઉત્કૃષ્ટતા અને વારસાના 68મા વર્ષની ઉજવણી કરે છે

Reporter1

Toyota Kirloskar Motor Exchanges Memorandum of Understanding with Ohmium to advance ScalableHydrogen-Based Energy Solutions in India

Reporter1

ઇન્ડિયા સ્કિલ્સ 2024 ગ્રાન્ડ ફિનાલે: 58 વિજેતાઓ વર્લ્ડસ્કિલ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

Reporter1
Translate »