Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsGujarat

ગરબામાં બાઉન્સરો તલવાર અને ધોકા સાથે ખેલૈયા પાછળ દોડ્યા

અમદાવાદના ‘મંડળી’ ગરબામાં પ્રવેશ મુદ્દે ખેલૈયાઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬ — નવરાત્રિના પાવન પર્વ દરમિયાન અમદાવાદ અને સુરતમાં ગરબા આયોજન સ્થળેથી વિવાદ અને અરાજકતાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. અમદાવાદના ‘મંડળી’ ગરબામાં પ્રવેશ મુદ્દે ખેલૈયાઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો, જ્યાં બાઉન્સરો લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે ખેલૈયા પાછળ દોડ્યા હતા. બીજી તરફ, સુરતના અવધ ઉથોપિયામાં ગરબા દરમિયાન ડીજે પર ફિલ્મી ગીતો વગાડવાને લઈને હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.

અમદાવાદમાં આયોજિત ’મંડળી ગરબા’માં ગરબા સ્થળે પ્રવેશ મેળવવા મુદ્દે ખેલૈયાઓ અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. વાત વણસતાં બાઉન્સરોએ લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મેદાનમાં ઉતરી આવી ખેલૈયાઓ પાછળ દોટ મૂકી હતી. ઘાતક હથિયારો જોઈને ખેલૈયાઓમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. થોડીવાર માટે તો કોઈને ખબર નહોતી પડી કે આખરે મામલો શું છે. પાસ લઈને રમવા આવેલા ખેલૈયાઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ અરાજકતા અને ઘર્ષણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સાંતેજ પોલીસ અને ગાંધીનગર જિલ્લા ન્ઝ્રમ્ સહિતનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ, કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હાલ સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મામલો શાંત પાડવામાં આવ્યો છે.

બીજી તરફ, સુરતના અવધ ઉથોપિયામાં આયોજિત ગરબા મહોત્સવમાં ડીજે પર ફિલ્મી ગીતો વગાડવાને લઈને વિવાદ સર્જાયો હતો. સ્થાનિક હિન્દુ સંગઠનો દ્વારા આ બાબતે ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સંગઠનના સભ્યોએ ગરબા સ્થળે પહોંચીને જાહેરાત કરાવી હતી અને માતાજીની આરાધના દરમિયાન માત્ર પારંપરિક ગરબા જ વગાડવા તથા ભવિષ્યમાં ફિલ્મી ગીતો ન વગાડવા અંગે આયોજકો પાસેથી બાંહેધરી લીધી હતી.

Related posts

ધોરણ ૬થી ત્રીજી ભાષા ફરજિયાત, શાળાઓને ૭ દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ

Master Admin

નર્મદા મુખ્ય કેનાલમાંથી મળ્યો અજાણ્યા પુરુષનો મૃતદેહ

Master Admin

આસ્થા સ્પિનટેક્સ લિમિટેડનો IPO 29 જૂન, 2026ના રોજ ખુલશે

Master Admin

Leave a Comment

Translate »