Nirmal Metro Gujarati News
business

ક્લાસિક લિજેન્ડ્સ આ ગણતંત્ર દિવસે જાવા, યેઝદી અને બીએસએ બાઈક ચલાવવાના ઉત્સાહીઓને એકીકૃત રાઇડિંગ સમૂહ ‘નોમેડ્સ’ હેઠળ એકસાથે લાવ્યું

પુણે | ૨૮મી જાન્યુઆરી ૨૦૨૬ — જાવા, યેઝદી અને બીએસએ ચલાવનારા રાઇડર્સે 26 જાન્યુઆરી 2026 ના રોજ સમગ્ર ભારતમાં એ સહિયારી માન્યતા સાથે બાઈક ચલાવી કે મોટરસાયકલિંગ, ગણતંત્ર દિવસની જેમ, વિવિધતામાંથી મેળવેલી એકતા પર ખીલે છે. આધુનિક પર્ફોર્મન્સ ક્લાસિક્સના નિર્માતાઓ, ક્લાસિક લિજેન્ડ્સે તેની અધિકૃત વેબસાઇટ પર નોમેડ્સ: રાઇડ એઝ વન, રાઇડ ધ લેગસીશીર્ષકવાળા તેના કમ્યુનિટી પેજ સાથે લાઇવ થઈને તેમની સાથે ઉજવણી કરી. નવું પેજ રાઇડર્સને તેમના સ્થાનિક રાઇડિંગ સમૂહ (જાવા-યેઝદી-બીએસએ રાઇડર ક્લબ) ને શોધીને અને ફક્ત એક ક્લિક વડે કનેક્ટ કરીને નજીક લઈ જવા માટે બનાવવામાં આવેલ છે.

ગણતંત્ર દિવસની રાઇડ્સ, નોમેડ્સ ફોર યુનિટી ઈન ડાઇવર્સીટી, જમ્મુથી તમિલનાડુ, ગુજરાતથી મણિપુર સુધીના પ્રદેશો અને સંસ્કૃતિઓમાં ફેલાયેલી, જાવા, યેઝદી અને બીએસએના પર્ફોર્મન્સ ક્લાસિક્સ માટે એક જ જુસ્સા દ્વારા સંયુક્ત ભારતના વિશાળ ભૂગોળને પ્રતિબિંબિત કરે છે. મોટરસાયકલ પ્રત્યેના આ પ્રેમથી 2,000 થી વધુ રાઇડર્સ એકસાથે આવ્યા અને તેઓએ વિવિધ ઉંમરના લોકો, વ્યવસાયો અને બાઈક ચલાવવાની વિવિધ રીતો ધરાવતા 20 થી વધુ સ્વતંત્ર રાઇડિંગ સમૂહો અને 150 થી વધુ ડીલરશીપ-આધારિત રાઇડિંગ સમૂહોનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પહેલને ચાલુ રાખવાના ભાગરૂપે, અનુભવી રાઇડર્સ પહેલી વાર પ્રવાસ કરનારાઓ સાથે સવારી કરી રહ્યા હતા, અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવતી બ્રાન્ડ્સ જાવા, યેઝદી અને બીએસએ આધુનિક પરફોર્મન્સ ક્લાસિક્સ સાથે મેળ ખાતી હતી. સ્વતંત્ર સમૂહો અને ડીલરશીપ-આગેવાની હેઠળના રાઇડિંગ સમૂહો હવે ક્લાસિક લિજેન્ડ્સના રાઇડિંગ સમૂહ નોમેડ્સની મદદથી એકબીજાની સાથે જોડાશે, જે બ્રાન્ડ્સની એક જ વેબસાઇટ પર તમામ બ્રાન્ડ્સના રાઇડિંગ સમૂહોને એકીકૃત કરશે.

જાવા, યેઝદી અને બીએસએમાં ફેલાયેલા રાઇડિંગ સમુહોના, નોમેડ્સ તેમની સહિયારી ઓળખ તરીકે બનાવવામાં આવ્યું છે જે તેમની બ્રાન્ડ્સ, પ્રદેશો અને રાઇડની પસંદગીને ધ્યાનમાં લીધા વિના સમુહોને એકસાથે લઇ આવે છે. અભિયાનો દ્વારા નહીં, રાઇડર્સ દ્વારા બનાવવામાં આવેલ, નોમેડ્સ સહિયારા આનંદ, સંતુષ્ટિ અને સુરક્ષા સાથે સવારી કરવામાં સમાવેશન, સ્વતંત્રતા અને આનંદનું પ્રતીક છે. તેનાથી ગણતંત્ર દિવસને રાષ્ટ્રીય સ્તરે નોમેડ્સ વેબસાઇટ શરૂ કરવા માટે યોગ્ય દિવસ બની ગયો. આ પેજ રાઇડર માટે સૌથી નજીકની રાઇડિંગ ક્લબ શોધવાનું સરળ બનાવશે અને તેમને તેમના જેવી વિચારધારા ધરાવતા લોકો સાથે વધુ વખત રાઇડિંગનો અનુભવ આપશે.

ક્લાસિક લિજેન્ડ્સના સહ-સ્થાપક અનુપમ થરેજાએ જણાવ્યું હતું કે, “મોટરસાયકલિંગના મૂળમાં તમારી પોતાની સ્વતંત્રતા શોધવાની ઇચ્છા રહેલી છે. અમારા પર્ફોર્મન્સ ક્લાસિક્સ તે શોધ માટે બનાવવામાં આવેલ છે. પરંતુ અમે હૃદયપૂર્વક એવું કંઈક ઇચ્છીએ છીએ જે પેઢીઓ સુધી મોટરસાયકલિંગને વ્યાખ્યાયિત કરે, ખાસ કરીને ડિજિટલ ઓવરલોડના બધાથી અલગ પાડવાનો મન હોય તેવા સમયમાં,એવા સમયમાં જ્યાં તમે ઈચ્છો કે લોકો તમને સ્વીકારે. જ્યારે અમુક દિવસો તમારા પોતા માટે સવારી કરવા વિશે હોય છે, ત્યારે ગણતંત્ર દિવસ બંધાઈને સાથે સવારી કરવા વિશે છે. આ દિવસે જાવા, યેઝદી અને બીએસએની વાર્ષિક રાઇડ્સ વિવિધ રાઇડર્સને એક જ દેશના નાગરિક તરીકે સવારી કરવા માટે એકસાથે લઇ આવે છે. આ વર્ષે, અમે તેમની વાર્તાઓ લોકો સુધી પહોંચાડવા કરવા કરતાં કંઈક વધુ કરીને તેમની ઉજવણી કરી રહ્યા છીએ. અમે અમારા કમ્યુનિટી પેજ, નોમેડ્સ સાથે લાઇવ જઈ રહ્યા છીએ, જેનાથી અમારા દરેક રાઇડર્સ, એટલે કે જૂના અને નવાને, તેમની નજીક એક રાઇડિંગ સમૂહ શોધવામાં મદદ મળશે. તમારી રાઇડિંગ પહેલનું ઉદ્દેશ્યો સીમાઓને ઓળંગીને એક સામાન્ય હેતુ માટે સાથે રહેવાનું છે, જે છે મોટરસાયકલિંગ પ્રત્યેનો પ્રેમ.”

નોમેડ્સ પેજ લોન્ચ કરવા ઉપરાંત, દેશભરના રાઇડર્સની વાર્તાઓ દિવસભર જાવા, યેઝદી અને બીએસએ મોટરસાઇકલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર રીઅલ-ટાઇમમાં શેર કરવામાં આવી હતી, જેમાં સાથી નોમેડ્સ સાથે સવારી કરવાની ભાવનાની ઉજવણી પણ કરવામાં આવી હતી.

ગણતંત્ર દિવસની રાઇડ્સ નોમેડ્સ, જાવા, યેઝદી અને બીએસએ રાઇડિંગ સમૂહ માટે વાર્ષિક પરંપરા છે. આ વર્ષે મોટી, નોમેડ્સની વધુ એકીકૃત હાજરી, સ્વતંત્ર સમુદાયો સાથે ગાઢ સહયોગ અને સમગ્ર વર્ષ દરમિયાન કમ્યુનિટી રાઇડ્સથી આગળ તે ગતિને ટકાવી રાખવા માટે બનાવવામાં આવેલ નોમેડ્સ પ્લેટફોર્મના લોન્ચની સફળતા છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

2025 Yamaha R15 Range Refreshed with Bold and Premium Colours

Reporter1

લાઇફ ઇન્શ્યુરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સૌથી મોટા ભારતીય આઈપીઓ માટે ડીઆરએચપી નોંધાવ્યું

Master Admin

ફેન્ટા સ્વાદિષ્ટ ખુશીને પુનઃવ્યાખ્યાયિત કરે છે; કાર્તિક આર્યનને સમાવતી નવી Fnacking કેમ્પેન લોન્ચ કરે છે

Reporter1

Leave a Comment

Translate »