Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
business

કોલાબરા એ વડોદરામાં તેનું GCC શરૂ કર્યું, ટિયર-2 શહેરમાં આ પ્રકારનું સૌ પ્રથમ સેન્ટર

વડોદરા, ગુજરાત | ૨૫મી જાન્યુઆરી ૨૦૨૬ — અગ્રણી ગ્લોબલ ડિજિટલ ટેલેન્ટ સૉલ્યુશન કંપની કોલાબરા એ ગુજરાતના વડોદરા શહેરમાં તેનું ગ્લોબલ કેપેસિટી સેન્ટર (GCC) શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીનું કોઈ ટિયર-2 શહેરમાં આ સૌ પ્રથમ GCC છે તથા ભારતમાં તેના વિકાસને લગતી વ્યૂહરચનામાં એક અત્યંત મહત્વનું પગલું છે.

વડોદરા GCC ને એક અત્યાધુનિક ક્ષમતા ધરાવતા કેન્દ્ર તરીકે સ્થાપવામાં આવેલ છે, જે સંસ્થાઓને ગ્લોબલ ઓપરેશન્સનું નિર્માણ કરવા, તેને આગળ વધારવા તથા પરિવર્તન લાવવામાં મદદરૂપ બની શકાય તેવી રીતે ડિઝાઈન કરવામાં આવેલ છે. આ સેન્ટર ડિલીવરીમાં સર્વશ્રેષ્ઠ પર્ફોમન્સ, ગવર્નન્સ તથા ટેલેન્ટને એક જ ઓપરેટિંગ ઈકોસિસ્ટમમાં સંકલિત કરે છે, તેને લીધે ટીમો ગુણવત્તાને શ્રેષ્ઠ સ્તરે જાળવ રાખવા તથા સાતત્યપૂર્ણ ડિલિવરીને સુનિશ્ચિત કરી ઝડપભેર આગળ વધવા સક્ષમ બનશે. GCC ને એક ઈન્ક્યૂબેશન સેન્ટર તથા ગ્રોથ હબ બન્ને સ્થિતિમાં તૈયાર કરવામાં આવેલ છે, જે એવી ટીમોને મદદ કરે છે કે જેમને સ્પીડ, સ્ટાન્ડર્ડાઈઝેશન તથા વિશ્વાસપૂર્ણ પરિણામોની વ્યાપક જરૂરિયાત હોય છે.

ટકાઉ GCC ગ્રોથ માટે એક મજબૂત આધારભૂત પાયાને ધ્યાનમાં રાખીને વડોદરાને નવા સેન્ટર તરીકે પસંદ કરવામાં આવેલ છે.ગુજરાતના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેર તરીકે વડોદરા કેમિકલ્સ, ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, ટેક્સટાઈલ્સ તથા એન્જીનિયરિંગમાં એક સ્થાપિત ઔદ્યોગિત આધાર પ્રદાન કરે છે, તે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરની સાથે-સાથે અમદાવાદ-સુરત કોરિડોર પર તેને વ્યૂહાત્મક સ્થાનનો પૂરો સપોર્ટ મળે છે.

શહેરને એક મજબૂત ટેલેન્ટ પાઈપલાઈનથી પણ લાભ મળે છે, જેનો પાયો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા જેવી સંસ્થાઓએ પાયો નાંખ્યો છે, જે સતત મોટી સંખ્યામાં કુશળ સ્નાતકોને તૈયાર કરી રહી છે. આ ઉપરાંત મોટા શહેરોની તુલનામાં રહેવા માટેનો ખર્ચ પણ ઓછો હોવાથી વડોદરા લાંબા સમય સુધી ટેલેન્ટને જાળવી રાખવા તથા સ્કેલેબલ ઓપરેશન્સ માટે પણ વધુ આકર્ષક બન્યું છે.

કોલાબરાના ગ્લોબલ CFO અને COO શ્રી રણજીત દોશીએ જણાવ્યું હતું કે, “વડોદરા અમને ટેલેન્ટ ડેપ્થ, ઓપરેશનલ સ્ટેબિલિટી તથા કોસ્ટ એફિસિએન્સીનું યોગ્ય સંતુલન પ્રદાન કરે છે. અમારો લક્ષ્યાંક ટિયર-2 લોકેશનના સ્વભાવિક લાભોને ટિયર-1 એક્ઝિક્યુશન સ્ટાન્ડર્ડ્સ એટલે કે અમલીકરણના ઉચ્ચ ધોરણો સાથે જોડીને એક એવા GCC મૉડેલને તૈયાર કરવાનો છે કે જે વિશ્વાસપાત્ર, પુનરાવર્તન કરવા યોગ્ય હોય તથા લાંબા સમય સુધીના પરિણામો માટે તૈયાર કરવામાં આવેલ હોય.”

ભારત GCCs માટે વિશ્વમાં સૌથી મોટા સ્થળ તરીકે પોતાની સ્થિતિને સતત મજબૂત કરી રહેલ છે. નાણાકીય વર્ષ 2024 સુધી દેશમાં 1,700થી વધારે GCC છે,જેમાં આશરે 1.9 મિલિયન પ્રોફેશનલ્સ કામ કરે છે તથા કૂલ GCC આવક 64.6 અબજ ડોલર હોવાનો અંદાજ છે. વિશ્વભરના GCCsમાં ભારતની હિસ્સેદારી આશરે 53% છે, જે અહીંના ટેલેન્ટ તથા ડિલીવરી ઈકોસિસ્ટમની ગહેરાઈ તથા પરિપક્વતાને દર્શાવે છે. વર્ષ 2024ના અંત સુધીમાં GCC દ્વારા ભારતની સર્વિસ એક્સપોર્ટમાં 17.2% યોગદાન આપ્યું, જે રાષ્ટ્રીય અર્થતંત્રમાં આ સેક્ટરની વધી રહેલી ભૂમિકાને દર્શાવે છે.

સમગ્ર ભારતમાં ટિયર-2 શહેર ઝડપભેર પસંદગીના GCC ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહ્યા છે, જે ઝડપથી વિસ્તરણ, વધુ સારા વર્કફોર્સ કંટિન્યુટી, હાયરિંગમાં ઓછી વોલેટાલિટી તેમ જ મેટ્રો શહેરો પર ઓછી નિર્ભરતા જેવા ફાયદા આપે છે. વડોદરા GCC આ પરિવર્તનને દર્શાવે છે કે જેનું ડિલીવરી મૉડલ ક્ષમતાઓને વધારવા, એક મજબૂત સંચાલકીય તાલમેલ બનાવવા અને એવી ટીમોને તૈયાર કરવા પર કેન્દ્રીત છે કે જે કોઈ જ અવરોધ વગર આગળ વધી શકે.

વર્ષ 996માં સ્થપાયેલી કોલાબરા ટેલેન્ટ અને ટેકનોલોજી-આધારિત સોલ્યુશન્સ મારફતે બિઝનેસને સપોર્ટ કરી ત્રણ દાયકા પૂરા કરવા જઈ રહી છે. વડોદરા GCC ની શરૂઆત ભારત પ્રત્યે કંપનીની લાંબા સમયની કટિબદ્ધતા તથા ટકાઉ, પરિણામ આધારિત નિર્માણ મારફતે GCC વિકાસના આગામી તબક્કાને આકાર આપવામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવવાનો પોતાનો દૃઢ ઈરાદો ધરાવે છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡

Related posts

બોલીવુડ, આફ્રો હાઉસ અને ટેક્નો હોળીના નવા અવાજને વ્યાખ્યાયિત કરે છે : DJ યશ

Master Admin

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં GDP વૃદ્ધિ દર ૭.૪% રહેવાની ધારણા

Master Admin

મેક્સ ફેશને આ ઉનાળઆમાં ડિઝનીના ‘લિલો એન્ડ સ્ટિચ’થી પ્રેરિત એક ટ્રોપિકલ કલેક્શન લૉન્ચ કર્યું

Reporter1

Leave a Comment

Translate »