Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

ઈરાન યુદ્ધ પૂરું થતાં જ તાઈવાન ઉપર સંકટ

ચીને સમુદ્રમાં શરૂ કરી લોખંડી ઘેરાબંધી

હવે લગભગ દરેક સમયે ચીની નૌસેનાના ૫થી ૬ યુદ્ધ જહાજ તાઈવાનને ચારેય તરફથી ઘેરીને રાખે છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
તાઈવાન, તા.૨૦ જૂન ૨૦૨૬ — ઈરાન યુદ્ધ બાદ હવે સમગ્ર વિશ્વની નજર તાઈવાન પર વધી રહેલા તણાવ પર ટકેલી છે. ચીને છેલ્લા કેટલાક વર્ષોમાં તાઈવાનની આસપાસ પોતાની સૈન્ય હાજરીમાં સતત વધારો કર્યો છે.

સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે હવે લગભગ દરેક સમયે ચીની નૌસેનાના ૫થી ૬ યુદ્ધ જહાજ તાઈવાનને ચારેય તરફથી ઘેરીને રાખે છે. મે ૨૦૨૬ના અંતમાં પણ ચીનના મોટા ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર સહિત અનેક યુદ્ધ જહાજ તાઈવાનના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને તાઈવાન સ્ટ્રેટમાં તહેનાત હતા. સુરક્ષા અધિકારીઓના હવાલાથી જાણવા મળ્યું છે કે આ કોઈ સામાન્ય સૈન્ય અભ્યાસ નથી, પરંતુ ચીનની કાયમી વ્યૂહનીતિનો જ એક ભાગ છે.

ચીને તાઈવાનને અચાનક નથી ઘેર્યું, પરંતુ ધીમે-ધીમે પોતાની સૈન્ય હાજરી વધારી છે. વર્ષ ૨૦૨૦માં ચીને તાઈવાન સ્ટ્રેટમાં એક યુદ્ધ જહાજની નિયમિત પેટ્રોલિંગ શરૂ કરી હતી. તેની સાથે જ તાઈવાનના ઉત્તર અને દક્ષિણ તટ પાસે વધુ બે જહાજો તહેનાત કરવામાં આવ્યા. ત્યારબાદ, વર્ષ ૨૦૨૨માં ચોથું યુદ્ધ જહાજ તાઈવાનના પૂર્વી તટ પર તહેનાત કરી દેવામાં આવ્યું, જેનાથી ચીનની નૌસેનાની હાજરી ત્યાં કાયમી બની ગઈ.

વર્ષ ૨૦૨૪થી અત્યાર સુધીમાં ચીને પૂર્વી ક્ષેત્રમાં પાંચમા અને છઠ્ઠા યુદ્ધ જહાજને પણ નિયમિત રીતે તહેનાત કરવાનું શરૂ કરી દીધું છે. હવે સામાન્ય દિવસોમાં પણ તાઈવાનની આસપાસ ૫થી ૬ ચીની યુદ્ધ જહાજ હાજર રહે છે અને કોઈ વિશેષ ઓપરેશન કે તણાવ દરમિયાન આ સંખ્યા હજુ વધી જાય છે.

સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે ચીન માત્ર શક્તિ પ્રદર્શન નથી કરી રહ્યું, પરંતુ સંભવિત યુદ્ધની તૈયારીઓ પણ કરી રહ્યું છે. પહેલા ચીન પેટ્રોલિંગ કરવા માટે નાના યુદ્ધ જહાજનો ઉપયોગ કરતું હતું, પરંતુ હવે તેની જગ્યાએ મોટા અને અત્યાધુનિક ગાઈડેડ-મિસાઈલ ડિસ્ટ્રોયર તહેનાત કરવામાં આવી રહ્યા છે. ચીનની નૌસેના પાસે હાલમાં આવા ૪૮ ડિસ્ટ્રોયર ઉપલબ્ધ છે. તાઈવાનના પૂર્વી તટ પાસે સતત હાજર રહીને ચીન સમુદ્રની ઊંડાઈ અને તે વિસ્તારનો નકશો તૈયાર કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં દુશ્મનની સબમરીન ક્યાં છુપાઈ શકે છે તેની માહિતી મેળવી શકાય. આ સાથે જ ચીન તાઈવાનની સેનાની ગતિવિધિઓ, તેમની સંચાર વ્યવસ્થા અને સૈનિકોની તહેનાતી પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.

Related posts

ઈરાની પોતાનું ઇન્ટરનેટ બનાવવાની તૈયારીમાં

Master Admin

પુતિનને વાતચીત કરી યુદ્ધ ખતમ કરવામાં જરાય રસ નહીં

Master Admin

રસ્તા પર ઉતરી ઈરાનના લોકોએ કરી જીતની ઉજવણી

Master Admin

Leave a Comment

Translate »