Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

શ્રીમદ્ ભાગવતજીની અવતરણ ભૂમિ-શુક્રતાલમાં ગુંજી માનસની પંક્તિઓ રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે.

શુકદેવજી ચિરંજીવી નહીં,અમર છે.

સાધુનું ધ્યાન એ મૂર્તિનું ધ્યાન નહીં મૂર્તિમંત ધ્યાન છે.

બીજ પંક્તિઓ:

સુક સનકાદિ ભગત મુનિ નારદ;

જે મુનિબર બિગ્યાન બિસારદ.

સુક સનકાદિ સિધ્ધ મુનિ જોગી;

નામ પ્રસાદ બ્રહમસુખ ભોગી.

પૂંછેહું રામકથા અતિ પાવનિ;

સુક સનકાદિ સંભુ મન ભાવનિ.

દ્વાપર યુગમાં પૃથ્વિ ધરાતલ ઉપર પહેલીવાર શ્રીમદ ભાગવત મહાપુરાણ મહર્ષિ-બ્રહ્મર્ષિ શુકદેવજીએ રાજર્ષિ પરીક્ષિતને સંભળાવ્યું એ ભાગવતજીની અવતરણ ભૂમિ,શ્રી સુખદેવ આશ્રમ, શુક્રતાલ-મુઝફ્ફરનગર (યુ.પી.)થી મોરારિબાપુનાં શ્રીમુખથી શનિવાર સાંજનાં રામકથાની આ પંક્તિઓ ગુંજી ઊઠી.કથા ક્રમની આ ૯૭૭મી કથા છે.

આરંભમાં શુક્રતીર્થ મહામંડલેશ્વર ઉમાનંદજી ગુરૂ કલ્યાણ દેવજી,હનુમંતધામનાં મહામંડલેશ્વર શ્રી કેશવાનંદજી,ગાયત્રી ઉપાસક શ્રી બ્રહ્મચારીજી અને સંતોનાં હસ્તે દીપ પ્રાગટ્ય,સ્વાગત થયું.

કથા મનોરથી યુગાન્ડા નિવાસી ચેતનભાઇ અને પરિવાર છે.

બાલ અવધૂત આરંભમાં નિર્ગુણ નિષ્ઠ પછી ઉત્તમ શ્લોકથી જેનું ચિત્ કૃષ્ણમાં ખેંચાયું એવા અવધૂત શિરોમણી,પરમહંસ,બુદ્ધપુરુષ શુકદેવજી મહારાજના ચરણમાં પ્રણામ કરીને પરમ પાવની ભગવતી ગંગાનાં તટ પર ફરી એક વધુ રામકથા ગાવાનો અવસર મળ્યો એનો આનંદ વ્યક્ત કરતા બાપુએ કહ્યું કે આ ભાગવત ભૂમિ એક મોટા મહાપુરુષ,અવધૂત કલ્યાણ દેવજી ભગવાનની ભૂમિ પણ છે.

મારા મનમાં અવધુતો,પરમહંસો,બુદ્ધપુરુષો પ્રત્યે કદાચ જનમ-જનમનો લગાવ રહ્યો છે.આ પહેલા પણ પાંચ કથાઓ થઈ છે.ગોપીગીતનો ૧૮મો શ્લોક પણ આ ભૂમિ ઉપર ગવાયેલો.

જોકે પહેલી વખત એક યાત્રામાં અહીં આવેલો ત્યારે મા આનંદમયી હયાત હતા.એના આશ્રમમાં રોકાયેલા.પણ રાત્રિના કોઈ કારણવશ નીંદર ન આવતી હતી,આથી આખી રાત ભાગવતજીનાં દશમ સ્કંધનો પાઠ કરેલો એ યાદ કરતા બાપુએ કહ્યું કે કથા ઇજિપ્તમાં થવાની હતી પણ દુનિયાની રાજકીય પરિસ્થિતિને કારણે પરિવર્તન થતું ગયું.કથાના નામકરણ બાબત વાત કરી અને અહીં લીધેલી ત્રણ પંક્તિઓ વિશે પણ પ્રકાશ પાડ્યો.

પુરાણો અંતર્ગત,અન્યોન્ય ગ્રંથમાં પણ શુકદેવજી વિશેની વાતો છે પણ વિશેષ રૂપે મહાભારતના શાંતિ પર્વનાં ધર્મ-મોક્ષ પ્રકરણમાં વ્યાસજી સ્વયં શુકદેવજી નાં જીવન વિશે પ્રકાશ પાડે છે.

જ્યારે ભગવાન વેદ વ્યાસ હિમાલયમાં વિચરણ કરી રહ્યા છે અને આ ભૂમિ ઉપર પધારે છે એ વખતે એનાં મનમાં એક ઈચ્છા થઈ કે સૂર્ય જેવો તેજસ્વી, જળ જેવો સરળ,તરલ અને શીતલ;આકાશ જેવો વ્યાપક,પર્વત જેવો અચળ,ધરતી સમાન સહનશીલ અને ક્ષમાશીલ પુત્રનો હું પિતા બનું.આવા અવધૂત પુત્ર માટે ઘણા સમય સુધી વ્યાસજીએ તપશ્ચર્યા કરી ભગવાન શંકર પ્રસન્ન થયા અને કહ્યું કે જેવા પુત્રની તમે કામના કરી એ કોઈ યોનિથી નહીં આવી શકે,એ અયોનિજ થઈ શકશે.માતા-પિતાના વિહારથી આવો પુત્ર મળી શકશે નહીં.આપ અરણિમંથન કરો. અરણી મંથનથી ભગવાન શુકદેવજી પ્રાપ્ત થાય છે. અન્ય ગ્રંથોમાં અલગ-અલગ કથાઓ પણ મળે છે. ચિરંજીવીઓની આપણે ત્યાં યાદી છે પણ ચિરંજીવી દીર્ઘાયું હોય છે,અમર નથી.હું વિશ્વાસથી કહીશ કે શુકદેવજી ચિરંજીવી નહીં,અમર છે.અજરનો સવાલ જ નથી એને કોઈ પણ પ્રકારની જરા-ઉંમર લાગી જ નથી એ બાળ બ્રહ્મચારી છે.એટલે જ ઘણા મહાપુરુષોને આજે પણ શુકદેવજીનાં દર્શન થાય છે રામચરિતમાન સ્વયં પક્ષીતીર્થ છે.શુક એટલે પોપટ. એ પક્ષી છે.પક્ષી ગતિ કરતા રહેતા હોય છે. રામચરિત માનસના સાતેય કાંડ ગતિનું પ્રતીક છે સાધુનું ધ્યાન એ મૂર્તિનું ધ્યાન નહીં મૂર્તિમંત ધ્યાન છે. આ રીતે બાલકાંડ ગતિનું પ્રતીક,અયોધ્યાકાંડ પ્રગતિ, અરણ્યકાંડ નીજગતિ,સુંદરકાંડ શરણાગતિ,લંકાકાંડ ઉર્ધ્વગતિ અને ઉત્તરકાંડ પરમ ગતિનું પ્રતીક છે. રામચરિત માનસના સાત સોપાન,સાત કાંડ,પ્રથમ કાંડનાં સાત મંત્રો અંતર્ગત વિવિધ વંદનાઓ તેમજ શ્લોકથી લોક સુધી ઉતરીને આવેલી ચોપાઈઓ સોરઠાઓમાં રહેલી વંદનાઓ કરતા કરતા ગુરુવંદના પછી હનુમંત વંદનાનું ગાયન કરી આજની કથાને વિરામ અપાયો.

Related posts

જીવનમાં એક વાર મૂળ મહાભારતનું અવલોકન – સ્વાધ્યાય અવશ્ય કરજો

Master Admin

મંથન અઘરું છે,મંચન સહેલું છે.

Master Admin

હિન્દુ સનાતન ધર્મના સંસ્કારો અને પરંપરાઓને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય કાર્યક્રમનું આયોજન

Master Admin

Leave a Comment

Translate »