શૌર્ય,ધૈર્ય,રાષ્ટ્રભક્તિ ભરેલી વિરાંગનાની ભૂમિ પર રામ જન્મ ગવાયો.
બુદ્ધપુરુષનાં ચરણમાં દંડવત કરીએ ત્યારે ધરતીએ ગ્રહણ કરેલી વિદ્યુત શક્તિ આપણા મસ્તિષ્કમાં આવે છે.
આધિદૈવીક સ્વસ્તિકનાં ચાર પથ છે.
દેવમાર્ગ,પિતૃમાર્ગ,સૂર્યમાર્ગ અને સાધુમાર્ગનો સાથિયો આધિ દૈવિક છે.
શ્રદ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ પ્રાપ્ત થાય છે.
સાતમા દિવસ,શુક્રવારની સવારે બુંદેલખંડનાં ઐતિહાસિક શહેર ઝાંસીમાં કથાયાત્રા પ્રવેશી ત્યારે ‘ખંડહર બતા રહે હૈ,ઇમારત કીતની બૂલંદ થી’-એવી અનુભૂતિ સૌને થઇ.
શોર્ય,ધૈર્ય,રાષ્ટ્ર ભક્તિથી ભરપૂર વિરાંગનાની દિવ્ય ભૂમિને અને વીરાંગનાને પ્રણામ કરીને બાપુએ કહ્યું કે સવારે અહીં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત પણ ગવાયું. દંડવતનો વૈજ્ઞાનિક અર્થ આપણા મનિષીઓએ કર્યો છે.આમ તો દંડની જેમ કોઈના ચરણોમાં પડી જવું એ આધ્યાત્મિક અર્થ છે,પણ વૈજ્ઞાનિક અર્થ જોઈએ તો પ્રત્યેક માનવીનાં મસ્તિષ્કમાં ઘણી ઉર્જા હોય છે. એ સમ્યક ન હોય અને વધી જાય તો પાગલપન સુધી પહોંચાડી દે.આ ઊર્જાને સંતુલનમાં રાખવા માટે પૃથ્વીનાં ઘણા ગુણો જેવા કે ગંધ,ગ્રહણ,બીજને ગ્રહણ,ધૈર્ય,વરસાદનાં બિંદુઓને આપણને ધારણ કરવાનો ગુણ છે.એમાં કોઈ બુદ્ધપુરુષનાં ચરણમાં દંડવત કરીએ ત્યારે પૃથ્વી ગ્રહણ કરે.એની રજ ઉર્જા ફેલાઈ જાય છે.જ્યારે આપણે પ્રણામ કરીએ ત્યારે વિદ્યુત શક્તિ-જે ધરતીએ ગ્રહણ કરી છે એ મહાપુરુષ દ્વારા આપણા મસ્તિષ્કમાં આવે છે. બિંદુજી મહારાજ વિશ્વામિત્રને વૈશ્વિક વિચાર અને દશરથને જીવ કહે છે
આપણે આધિ ભૌતિક,આધ્યાત્મિક સ્વસ્તિકની વાત કરી.આધિદેૈવિક સ્વસ્તિકનાં ચાર ચરણ છે.ચતુષ્પાદ અથવા તો ચાર પથ છે.
એ ચાર માર્ગમાં એક માર્ગ દેવમાર્ગ છે.પરંતુ દેવતાઓ નો સ્વાર્થ જોઈને હું એને દિવ્યમાર્ગ કહું છું.બીજો પિતૃમાર્ગ,ત્રીજો મિત્ર એટલે કે સૂર્યમાર્ગ અને ચોથો ગુરુમાર્ગ છે.દેવમાર્ગ પણ અદભુત જ છે.બધાં પોતાની રીતે યાત્રા કરે છે.
દિવ્ય માર્ગ પર સત્ય,પ્રેમ અને કરુણા દ્વારા યાત્રા થાય છે.જેટલું થઈ શકે એટલું સત્ય સાથે યાત્રા કરવી.ભરત પ્રેમમાર્ગનો પથિક છે.સબબિધિ સાધુ છે. જેનામાં કરુણા છે એ દિવ્ય માર્ગનો માર્ગી છે.
સ્થૂળ શરીર અન્ન ઉપર આધારિત છે.ઇન્દ્રિયોનો ખોરાક વાયુ છે,આત્માનો ખોરાક બુદ્ધપુરુષની વાણી છે.બીજો પિતૃમાર્ગ-જેમાં તર્પણ,પિતૃ નિર્મિત યજ્ઞ અને પિતૃઓનું શ્રવણ છે.ત્રીજો મિત્રમાર્ગ-સૂર્યમાર્ગ જેમાં ઉત્તરાયણ અને દક્ષિણાયન છે.ઉદયાંચળ અને અસ્તાંચળ છે.આ પ્રકાશ માર્ગ છે.ચોથો સદગુરુનો માર્ગ.
કોઇ માર્ગ સમજમાં ન આવે તો ગુરુમાર્ગ પર ચાલવું ગુરુમાર્ગ પર ચાલવાની ત્રણ રીત છે.સાત્વિક શ્રદ્ધા અને વિશ્વાસ.શ્રદ્ધાથી જ્ઞાન,વિશ્વાસથી ભક્તિ પ્રાપ્ત થાય છે.આ બંનેનું ત્રીજું સંયુક્ત રૂપ છે:ભરોસો. સ્વસ્તિકનું કેન્દ્રબિંદુ બ્રહ્મ અથવા પરમતત્વ છે.
રામ જન્મનાં કારણોની ચર્ચા કરીને પુત્રકામેષ્ટિ યજ્ઞ પછી અયોધ્યામાં રાજા દશરથનાં મહેલમાં મા કૌશલ્યાની કૂખે ભગવાન રામનું અવતરણ થયું. ઝાંસીની શૌર્યભૂમિ પરથી ત્રિભુવનને રામજન્મની વધાઈ સાથે કથા વિરાંગના રાણી લક્ષ્મીબાઇને સમર્પિત કરીને વિરામ થયો.
કથા-વિશેષ:
મથુરા-સિર્ફ નામ હી કાફી હૈ
મથુરા:પુરાણોમાં પ્રખ્યાત આ ઐતિહાસિક શહેરથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.સનાતન હિન્દુ ધર્મનું ત્રીજું સૌથી પવિત્ર શહેર છે.
અહીં કણ-કણ, કદમ-કદમ, શ્વાસ-શ્વાસ, ક્ષણ-ક્ષણ,ધડકન-ધડકન ભગવાન શ્રી કૃષ્ણની અનુભૂતિ થાય છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર મથુરામાં સૌથી મહત્વનું સ્થળ છે,જે ભગવાન કૃષ્ણનું જન્મસ્થળ છે.પોત્રા કુંડ પણ નજીકમાં છે.
દ્વારકાધીશ મંદિર: ૧૮૧૪માં બનેલ,આ મંદિર તેની ભવ્ય કોતરણી અને ભગવાન કૃષ્ણ અને રુકમણીની મૂર્તિ માટે પ્રખ્યાત છે.
વિશ્રામ ઘાટ: યમુના નદીના કિનારે સ્થિત,સૌથી પવિત્ર ઘાટ છે.અહીં સાંજની યમુના આરતી જોવાલાયક છે.
મથુરા સંગ્રહાલય: તેમાં દુર્લભ પ્રાચીન શિલ્પો, ઐતિહાસિક કલાકૃતિઓ અને અવશેષો છે.
ગીતા મંદિર: બિરલા મંદિર તરીકે પણ ઓળખાતું, આ સ્થળ ભગવદ ગીતાના શ્લોકો અને સુંદર ચિત્રો માટે પ્રખ્યાત છે.
કંસ કિલ્લો: યમુનાનાં કાંઠે રાજા કંસના કિલ્લાનાં ઐતિહાસિક અવશેષો.
ભૂતેશ્વર મહાદેવ મંદિર: વ્રજનાં ચાર મુખ્ય શિવ મંદિરોમાંનું એક.
નજીકનાં પ્રખ્યાત સ્થળો: (વૃંદાવન,ગોવર્ધન અને ગોકુળ)
બાંકે બિહારી મંદિર (વૃંદાવન): મથુરાથી થોડે દૂર વૃંદાવનનું સૌથી લોકપ્રિય મંદિર.
પ્રેમ મંદિર (વૃંદાવન): જગદગુરુ કૃપાલુ મહારાજ દ્વારા બાંધવામાં આવેલું સફેદ આરસપહાણનું મંદિર.
ઇસ્કોન મંદિર (વૃંદાવન): ભગવાન કૃષ્ણ અને બલરામને સમર્પિત પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય મંદિર.
ગોવર્ધન ટેકરી (ગિરિરાજજી): ભગવાન કૃષ્ણનાં લીલાછમ જીવન સાથે સંકળાયેલ પવિત્ર ગોવર્ધન પર્વતની પરિક્રમા.
ગોકુળ: ભગવાન કૃષ્ણનાં બાળપણ સાથે સંકળાયેલું સ્થળ,જ્યાં નંદ બાબાનો મહેલ અને રમણ રેતી જોવાલાયક છે.
આ ઉપરાંત,રાધા અને કૃષ્ણ સાથે સંકળાયેલું પવિત્ર સ્થળ રાધાકુંડ પણ છે.
પ્રાચીન સમયમાં,તે શૂરસેન સામ્રાજ્ય અને કુષાણ વંશની રાજધાની હતી.રામાયણ અને મહાભારતમાં પણ તેનો ઉલ્લેખ છે.
દ્વારકાધીશ મંદિર: આ ઐતિહાસિક મંદિર તેની સુંદર સ્થાપત્ય અને ભગવાન કૃષ્ણ અને રુક્મિણીની મૂર્તિઓ માટે પ્રખ્યાત છે.
== સમાપ્ત ==
