Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
City NewsCrime

ઓઢવમાં બે દીકરીના પિતાએ નજીકમાં રહેતી બાળકીને અડપલા કરી બચકાં ભર્યાં

પોલીસે આરોપીની દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં ધરપકડ કરી

આરોપીની પત્ની થોડા વર્ષ અગાઉ બીમારીના લીધે મૃત્યુ નીપજ્યું હતું : પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા.૮ ઓગસ્ટ ૨૦૨૬ –– સભ્ય સમાજને શરમાવે તેવો કિસ્સો ઓઢવમાં સામે આવ્યો છે. બે દીકરીના પિતાએ તેના વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષની બાળકીને ફોસલાવીને તેના ઘરે લઇ ગયો હતો અને બાદમાં નરાધમે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા અને તેણીની છાતીના ભાગે બચકાં ભર્યા હતા. આ મામલે ભોગ બનનાર બાળકીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે દુષ્કર્મ અને પોક્સોના ગુનામાં આરોપી રાહુલ ઉર્ફે રામો ગોહિલની ધરપકડ કરી છે. ઓઢવ વિસ્તારમાં પરિણીત મહિલા તેની ત્રણ દીકરીઓ અને પતિ સાથે સંયુક્ત પરિવાર રહે છે. મહિલાની ત્રણ વર્ષની દીકરી ગુરુવારની સાંજે ઘરની બહાર રમતી હતી અને મહિલા તેના ઘરમાં રાબેતા મુજબનું કામકાજ કરી રહ્યા હતા. પરંતુ ગતરોજ મહિલાની ત્રણ વર્ષની દીકરી અંધારું થઇ ગયું છતાં પણ ઘરે નહીં આવતા માતા દીકરીને શોધવા માટે નીકળી હતી. ત્યારે માલુમ પડયું કે તેના વિસ્તારમાં રહેતો રાહુલ ઉર્ફે રમો ગોહિલના ઘરે તેની દીકરી રમવા માટે ગઈ છે. આથી મહિલા તેની દીકરીને આરોપીના ઘરે લેવા માટે પહોંચી અને ત્યારે મહિલાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણકે મહિલાની દીકરી સાથે રાહુલ શારીરિક અડપલાં કરી રહ્યો હતો અને દીકરીના છાતીના ભાગે બચકાં ભર્યા હતા. બાળકીની માતાને જોતા જ નરાધમ આરોપી રાહુલ જે પોતે બે દીકરીનો પિતા છે તે ગભરાઈ ગયો અને નાસી ગયો હતો. ત્યારબાદ મહિલાએ બાળકીને લઈને તુરંત પોતાના ઘરે આવી ગઈ અને આ બાબતની જાણ સાસુ તથા પતિને કરી હતી અને સમગ્ર મામલે દીકરી સાથે વાતચીત કર્યા બાદ આ અંગે ફરિયાદ નોંધાવતા ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં જ રાહુલ ઉર્ફે રામો ગોહિલની ધરપકડ કરી લીધી હતી. આરોપી પોતે પણ બે દીકરીનો પિતા છે અને આરોપીની પત્ની આજથી થોડા વર્ષ અગાઉ બીમારીના લીધે મૃત્યુ નીપજ્યું હતું. બીજીતરફ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કોઈ જ કામધંધો કરતો નથી ઉલટાનું તેની વૃદ્ધ માતા છુટક પાન મસાલાનો ધંધો કરે છે તેમાંથી પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે.

Related posts

સ્માર્ટ સિટી અમદાવાદમાં સરકારી બસમાંથી ૧૦૦ લિટર ડીઝલની ચોરી

Master Admin

રોટરી સ્કાયલાઇન જ્યુપિટર દ્વારા 1,000થી વધુ રોપાઓનું વાવેતર; આ રોટરી વર્ષ માં 10,000+ રોપાઓ વાવવાનો સંકલ્પ

Master Admin

૧૦ કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ

Master Admin

Leave a Comment

Translate »