Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
Dharmik

સત્ય છોડવું નહિ, સત્ય છુટી જાય તો પણ સ્મરણ ન છોડવું : પૂજ્ય મોરારી બાપુ

  • સ્વાસ્તિક શુભ-મંગલ કલ્યાણનું પ્રતીક છે
  • ચોવીસ કલાક નિરંતર ચિંતા કર્યા કરે એ અ-સાધુ છે
  • વક્તા શ્રોતાઓએ રાગ દ્વેષ મુક્ત સ્થિતિથી કથા ગાન શ્રવણ કરવું જોઈએ

ભારત સ્વસ્તિક યાત્રા પ્રથમ ચરણ ગઈકાલે શૃંગેરીની દિવ્ય ભૂમિ પર પહોંચી હતી, જે ભૂમિ પર જગદગુરુ શંકરાચાર્યજીએ પ્રથમ પીઠની સ્થાપના કરી હતી. કથાના શુભમંગલ  પ્રેમમય  સંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે, એક શ્રોતાની જિજ્ઞાસા છે કે બાપુ, કથા કેવી રીતે સાંભળવી. સમચિત અને સમ્યક ચિત વચ્ચે શું અંતર છે? અને અસાધુ, સાધુ, પરમસાધુ વિશે પણ સમજાવો. મનથી, બુદ્ધિથી અને ચિત્તથી કથા સાંભળવી. પણ અહંકારથી ન સાંભળવી. વિવેકપૂર્ણ બુદ્ધિથી કથાનું ગાન – શ્રવણ કરવું જોઈએ વક્તા શ્રોતાઓએ સમચિત થઈને, રાગ – દ્વેષ મુક્ત સ્થિતિથી કથા સાંભળવી એટલે વક્તાએ પણ સમચિત અવસ્થા – એટલે કે મારી જ કથા સાંભળે અને અન્યની કથા ન સાંભળે એવી સ્થિતિ ન હોવી જોઈએ. અને સમ્યક વિશે તો ભગવાન બુદ્ધે ઘણું કહ્યું છે ચિત્તનો વિરોધ પણ નહીં અને ચિત્તનો નિરોધ પણ નહીં એ સમ્યકચિત.

સમ્યક આહાર, નિંદ્રા, ભોજન, વ્યાયામ, વાણી વગેરે સમ્યક (મધ્યમાર્ગી) હોવા જોઈએ.

જે ચોવીસ કલાક – નિરંતર ચિંતા કરે એ અસાધુ છે. જગત કલ્યાણ માટે જે નિરંતર ચિંતન કરે તે સાધુ છે અને ચિંતા પણ ન કરે, ચિંતન પણ ન કરે કેવળ નિરંતર સ્મરણ કરે તે પરમ સાધુ છે. સત્ય છોડવું નહીં અને કદાચ સત્ય છોડવું પણ પડે પણ સ્મરણ ન છોડવું. આપણે જીવ છીએ તો સત્ય છૂટી જાય તો પણ સ્મરણ ન છૂટી જાય. મારી દ્રષ્ટિએ સ્મરણ નિરંતર સ્મરણ શ્રેષ્ઠ છે. સ્વસ્તિક એ શુભ મંગલ કલ્યાણનું પ્રતીક છે સંસ્કૃતમાં કહેવાયું છે કે – મંગલસ્ય પ્રતિકમ, શુભસ્ય સુચકમ અને કલ્યાણસ્ય ચિન્હમ અર્થાત્ મંગલનું પ્રતીક, શુભનું સૂચક અને કલ્યાણનું ચિન્હ છે ભગવાનના ચરણારવીંદમાં પણ સ્વસ્તિક છે.

ઈન્દ્ર, સૂર્ય અષ્ટનેમિ (ગરુડ) અને બૃહસ્પતિ (ગુરુ) આ ચારેય મંગલકારી છે. હનુમાનજીમાં પણ આ ચારેય તત્ત્વો છે એટલે મંગલકારી છે સૂર્યની જેમ હનુમાનજી પણ ‘જિતેન્દ્રિયમ’છે એટલે મંગલમય છે સૂર્યની જેમ હનુમાનજી પણ સૂર્યનાય સૂર્ય છે માટે મંગલકારી છે, હનુમાનજીની ગતી ગરુડથી પણ વધારે છે, ગરુડ જેમ  મંગલકારક છે તેમ હનુમાનજી પણ મંગલકારક છે બૃહસ્પતિ એટલે દેવતાઓના ગુરુ તો હનુમાનજી પણ ગુરુના ગુરુ છે એટલે એ સર્વરીતે મંગલકારી છે.

આધ્યાત્મિક ગુરુ પૂજ્ય મોરારી બાપુએ કથાના રત્નો જણાવતાં કહ્યું હતું કે, મતદાનનાં સિક્કામાં પણ સ્વાતિકનું ચિન્હ છે ! ત્યારે પૂજ્ય બાપુએ નવરાત્રિનું  પ્રસિદ્ધ ગુજરાતી ગીત સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો રાજ આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી જય અંબે જય અંબે, જય જય અંબે નો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું કે, સાધુજન કો સ્વાદ ન ભાવે છાશ ન હોતો દૂધ દૂધ સે ચલાવે !

તેમણે ઉમેર્યું કે, સત્સંગમાં વિશેષ સમચિત રહેવું ખાસ જરૂરી છે. અંતે ચિત્તનું શાને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે

શારદામ્બાના ચરણમાં…

પ્રિય બાપુએ શૃંગેરીભૂમિ પર માં શારદામ્બાના મંદિરમાં દર્શન કરતા કરતા જે ભાવ પ્રગટ થયો એ સંદર્ભે કહ્યું હતું કે, અહીં શારદામ્બાના મંદિરમાં માના દર્શન કરવા ગયો હતો અને મનમાં એક ભાવ પ્રગટ થયો કે, અહીં બે વર્ષ પછી ફરીથી એક રામકથાનું ગાન કરવા આવીશ આ ભાવ મનોરથ મનમાં થયો છે. ક્યાં કથાગાન કરીશું? એ વ્યાસ (રૂપેશ વ્યાસ –  ઇન્દોર) નક્કી કરશે અને એ કથામાં તમે પણ સૌ આવશો ને? જેમાં સમગ્ર કથાપ્રેમીઓ- બાપુપ્રેમીઓ પ્રચંડ પ્રતિસાદ આપતા એકસાથે બોલી ઉઠ્યા ‘હા’ આમ બે વર્ષ પછી ફરીથી શૃંગેરીને દિવ્ય વન ઉપવનોની પ્રાકૃતિક ભૂમિ પર પ્રિય બાપુની રામકથાનું દિવ્ય સેવ્ય ગાન થશે એ જાણીને સર્વે ફ્લાવર્સના હૃદયમાં પ્રસન્નતા વ્યાપી ગઈ હતી.

== સમાપ્ત ==

Related posts

શ્રી સ્વામિનારાયણ જેતલપુરધામનાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠાના દ્વિશતાબ્દી પાટોત્સવ નિમિત્તે વિજયસ્તંભ સ્થાપનાનું આયોજન

Master Admin

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું શક્તિશાળી આહ્વાન

Master Admin

જગતગુરુ મામા સરકારની 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રા બિંદુ સરોવરથી પવિત્ર પ્રતિજ્ઞા-જળ લઈને, અંબાજી તરફ વધી

Master Admin

Leave a Comment

Translate »