અમદાવાદ, ગુજરાત | ૨૬ માર્ચ ૨૦૨૬ — પર્સનલ ફાઈનાન્સ ઉત્તમ રીતે વ્યવસ્થાપન કરવા આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ. આ માટે આપણે મોટે ભાગે આપણી તાત્કાલિક અને લાંબા ગાળાની જરૂરતોને કયાં રોકાણો અથવા લોન અનુકૂળ રહેશે એ વિચાર કરવાની કવાયત હાથ ધરતા હોઈએ છીએ. આમ છતાં ઘણા બધા પર્સનલ ફાઈનાન્સના વ્યવસ્થાપનનો સાદો નિયમ અવગણે છે અને મિત્રો પાસેથી સ્ટોપ-ગેપ ફાઈનાન્સ મેળવવા સાથે ક્રેડિટ કાર્ડ ઉધાર અને પર્સનલ લોન સાથે સંઘર્ષ કરતા રહે છે. જોકે આપણામાંથી અમુક લોકો વાહન કે વેપાર, મિલકત નોંધણીની ફી, વિદેશ પ્રવાસ અથવા તબીબી બિલો માટે એડવાન્સ ચુકવણી કરવાની વાત આવે ત્યારે સૌથી આસાન ધિરાણ વિકલ્પ ગોલ્ડ લોનની અવગણના કરીએ છીએ.
આશ્ચર્યજનક રીતે ભારતમાં લગભગ બધા જ પરિવારો અમુક માત્રામાં સોનું ધરાવે છે. તેઓ એકત્રિત રીતે આશરે 1.5- 2 ટ્રિલિયન મૂલ્ય ધરાવતી 27 હજાર ટન કીમતી ધાતુ ધરાવે છે. જોકે આવી કોલોઝલ એસેટ્સ ઘણા બધા ધારકો અથવા વિશાળ રાષ્ટ્ર માટે થોડું મૂલ્ય ઉમેરે છે, કારણ કે તેમાંથી ફક્ત 7 ટકા ખાસ કરીને ધિરામ સામે કોલેટરલ તરીકે ફળદ્રુપ રીતે ઉપયોગ કરાય છે. ઘણા બધા તેને પ્રિય કૌટુંબિક સંપત્તિ માને છે, કારણ કે તે અજાયબી રીતે કામ કરે છે. ફક્ત કટોકટીઓમાં જ નહીં પરંતુ વ્યક્તિ આકાંક્ષા પરિપૂર્ણ કરવા અથવા રોજબરોજની જરૂરતને પરિપૂર્ણ કરવા માટે નાણાં ચાહતો હોય તેવા લગભગ બધા સંજોગોમાં તે ઉપયોગી નીવડી શકે છે.
તેનો એક દાખલો એ કે નીચા વ્યાજ દરની દ્રષ્ટિએ તેનો સૌથી મોટો લાભ છે. ગોલ્ડ લોન સરેરાશ 8-16 ટકાએ મળે છે, જ્યારે પર્સનલ લોન 12 ટકા અને વધુમાં મળે છે. ઉપરાંત ધિરાણદારો ગોલ્ડ લોન માટે પ્રક્રિયા ફી અને ફોરક્લોઝર શુલ્ક પણ ઓછા વસૂલ કરે છે, પરંતુ પર્સનલ લોનના કિસ્સામાં તે બહુ ઉચ્ચ હોય છે. આથી તમે ઊપજાવો તે બચત અન્ય રોકાણ વિકલ્પો થકી વધુ કમાણી કરવા માટે રોકાણ કરી શકાય છે, જે તમારા પર્સનલ ફાઈનાન્સ વ્યવસ્થાપનમાં વધુ મૂલ્ય ઉમેરી શકે છે.
હવે અન્ય ધિરાણ વિકલ્પો સામે ગોલ્ડ લોનના ફાયદા જોઈએ.
સરળ પ્રક્રિયાઃ સામાન્ય રીતે ગોલ્ડ લિક્વિડ એસેટ છે અને લોન પાત્રતા સોનાની શુદ્ધતા, વજન અને વર્તમાન બજાર મૂલ્યને આધારે તેના મૂલ્યના 75 ટકા સુધી હોય છે. ધિરાણદાર દ્વારા મૂલ્યાંકન પ્રક્રિયા પૂર્ણ કરવા પર તમારી લોન મંજૂર થાય છે અને તમારા ખાતામાં તુરંત તમને નાણાં મળી જાય છે.
આથી વિપરીત પર્સનલ લોનની પ્રક્રિયા સરળ હોવા છતાં તમારું ધિરાણ મૂલ્ય અને આવક પર મોટે ભાગે આધાર રાખે છે. જોકે તેમાં ગોલ્ડ કે અન્ય કોઈ એસેટના રૂપમાં કોઈ કોલેટરલની જરૂર પડતી નથી. ધિરાણદારો કોલેટરલના અભાવને સરભર કરવા માટે સિબિલ જેવા ક્રેડિટ સ્કોર અને સ્થિર આવક સાથેની વ્યવસાયની રૂપરેખાનો વગેરેનો ઉપયોગ કરે છે. આ જ કારણસર તેના વ્યાજ દર ઉચ્ચ હોય છે.
ઝડપી ટર્નઅરાઉન્ડ સમયઃ ગોલ્ડ લોન સૌથી આસાન ધિરાણ વિકલ્પમાંથી એક છે, જે આસાન પ્રક્રિયાને કારણે જૂજ કલાકમાં વિતરણ કરાય છે. ક્રેડિટ સ્કોરનો અભાવ કે પુનઃચુકવણી કરવાની અરજદારની ક્ષમતા અરજીમાં અવરોધ પેદા કરતા નથી.
ઉચ્ચ લોનની રકમની સંભાવનાઃ પુનઃચુકવણીની વ્યક્તિગતની ક્ષમતાને આધારે રૂ. 1 લાખથી રૂ. 10 લાખની શ્રેણીમાં મોટે ભાગે વિતરણ કરાતી પર્સનલ લોનથી વિપરીત ગોલ્ડ લોનમાં આવી મર્યાદા હોતી નથી, કારમ કે લોનની ફાળવણી સ્પષ્ટ રીતે પૂરા પડાયેલા કોલેટરલને આધારે કરાય છે. આમ, ટૂંકા ગાળાની ચુકવણીની આવશ્યકતા હોય તેવા ઘણા બધા કિસ્સામાં ગોલ્ડ લોન તમારા નાણાકીય બોજ પર ઝાઝો ઉમેરો કર્યા વિના ઉત્તમ સમાધાન તરીકે કામ કરે છે.
તુલનાત્મક લોનની મુદતઃ ગોલ્ડ લોન ટૂંકા ગાળાનું સમાધાન તરીકે જોવાય છે ત્યારે તે ધારો કે 3 વર્ષ સુધી જેવી લાંબી મુદત માટે પણ લઈ શકાય છે. પર્સનલ લોનમાં લોનની મુદત ઋણદારની રૂપરેખા અને પુનઃચુકવણીની ક્ષમતા પર નક્કી થાય છે. ગોલ્ડ લોનનો સૌથી મોટો લાભ સાનુકૂળ પુનઃચુકવણી વિકલ્પ છે, જેમાં માસિક, ત્રિમાસિક અને વાર્ષિક વ્યાજ દરોનો સમાવેશ થાય છે, જ્યારે મૂળ રકમની પુનઃચુકવણી લોનની મુદતના અંતે કરી શકાય છે.
વ્યાજ દરઃ ગોલ્ડ લોન સંરક્ષિત ધિરાણ હોઈ ઓછો વ્યાજ દર ધરાવે છે. વ્યાજ દર ગિરવે મૂકેલા સોનાની ગુણવત્તા અને શુદ્ધતા, કુલ લોનની રકમ અને પુનઃચુકવણીની મુદત પર પણ આધાર રાખે છે. કુલ લોનની રકમ પર પણ આધાર રાખે છે. સામાન્ય રીતે બેંકો એનબીએફસી કરતાં ઓછા દરો આપે છે, જેની સાથે બુલેટ વિકલ્પો અને લોનની મુદતને અંતે વ્યાજ અને મૂળ રકમની પુનઃચુકવણી સહિત પુનઃચુકવણીનાં માધ્યમોની વ્યાપક પસંદગી આપે છે. ઋણદાર ફ્લોટિંગ દરને બદલે માસિક નીચા નિશ્ચિત વ્યાજ દર પસંદ કરી શકે છે, જે તમને તમારી લાયેબિલિટીઓ અને તમારા બજેટને સમજવામાં મદદ કરી શકે છે.
ગોલ્ડ લોન આપણા જીવનના અલગ અલગ તબક્કામાં ઉદભવતી જુદી જુદી ફાઈનાન્સિંગની જરૂરતોની સ્વીકાર્ય અને સન્માનનીય રીત બની રહી છે. વાસ્તવમાં ધિરાણ ભૂખ્યા શહેરી ભારત અને નમ્ર ગ્રામીણ વિસ્તારો પણ તેમનાં સપનાંને ફાઈનાન્સ કરવા માટે ગોલ્ડ જ્વેલરી ગિરવે મૂકવાનું વિચારે છે. ડિસેમ્બર 2023માં સિબિલ અનુસાર ગોલ્ડ લોન ઉદ્યોગના એડવાન્સ રૂ. 1.15 લાખ કરોડે પહોંચ્યા છે, જે છેલ્લા ત્રણ વર્ષ માટે 19 ટકાની સીએજીઆરે વધ્યા છે. આમ છતાં આપણે મૂલ્યના વ્યાપક સંગ્રહના ફક્ત 5300 ટન ગિરવે મૂક્યું છે.
ભારતીય અર્થવ્યવસ્થાની ઉચ્ચ વૃદ્ધિની ગતિ અને સામાન્ય જીવનશૈલીની સુધારણા માટે આપણી વધતી આકાંક્ષાઓને ધ્યાનમાં લેતાં આપણા પર્સનલ ફાઈનાન્સનું વ્યવસ્થાપન કરવાનું અગાઉ કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. અહીં ગોલ્ડ લોન સૂઝબૂઝપૂર્વક ઉપયોગ કરાય ત્યારે મૂલ્યવાન નાણાકીય સાધન બની શકે છે.
લેખક કોટક મહિંદ્રા બેંક લિમિટેડમાં રિટેઈલ એગ્રિકલ્ચર અને ગોલ્ડ લોનના પ્રેસિડેન્ટ છે.

