Nirmal Metro – Best Gujarati Newspaper – Daily – ગુજરાતી સમાચાર – Gujarat
international

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ! ઈરાનમાં સતત ૧૦માં દિવસે અમેરિકાની એરસ્ટ્રાઈક

ક્રૂડ ઓઈલ ૮૮ ડોલરને પાર

જૉર્ડનમાં થયેલા હુમલામાં અમેરિકાના બે સૈનિકો માર્યા ગયા છે અને એક ગુમ થયો છે, જ્યારે ઈરાનના એક ડ્રોન ધમાકામાં વધુ એક સૈનિકનું મોત થયું છે

(સંપૂર્ણ સમાચાર સેવા)
વોશિગ્ટન, તા.૨૧ જુલાઈ ૨૦૨૬ — અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલાવવાના હેતુથી અમેરિકન સેનાએ ઈરાન પર સતત ૧૦મી રાત્રે પણ જોરદાર હવાઈ હુમલા ચાલુ રાખ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે, ‘જ્યારે પણ ઈરાન કોઈ અમેરિકન સૈનિકની હત્યા કરશે, ત્યારે તેણે તેની ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે!’બીજી તરફ ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકન હુમલામાં અત્યાર સુધીમાં ૫૦થી વધુ લોકોના મોત થયા છે અને ૫૧૭ લોકો ઘાયલ થયા છે, જ્યારે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૭ અમેરિકન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘આ હુમલાઓનો મુખ્ય હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજો પર હુમલો કરવા માટે વપરાતી ઈરાની સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરવાનો છે. અમેરિકન હવાઈ હુમલામાં ઈરાની મિલિટ્રી કમાન્ડ સેન્ટર્સ, એર ડિફેન્સ, કોસ્ટલ સર્વેલન્સ સાઇટ્‌સ, મિસાઇલ અને ડ્રોન લોન્ચ સાઇટ્‌સ તેમજ કમ્યુનિકેશન નેટવર્કને નિશાન બનાવવામાં આવ્યા છે.’ઈરાની સરકારી ન્યૂઝ એજન્સી અનુસાર, તબરીઝ શહેર અને બંદર ઈમામ ખોમેની, સિરિક, જસ્ક, કોનારાક અને ચાબહાર જેવા દરિયાકાંઠાના વિસ્તારો પર મોટા પ્રમાણમાં બોમ્બમારો કરવામાં આવ્યો છે.અમેરિકા સાથેની અથડામણ વચ્ચે ઈરાને મધ્ય પૂર્વમાં અમેરિકાના સહયોગી દેશો કુવૈત, જૉર્ડન અને બહેરીનને પણ નિશાન બનાવ્યા છે. જૉર્ડનમાં થયેલા હુમલામાં અમેરિકાના બે સૈનિકો માર્યા ગયા છે અને એક ગુમ થયો છે, જ્યારે ઈરાનના એક ડ્રોન ધમાકામાં વધુ એક સૈનિકનું મોત થયું છે. જવાબમાં જૉર્ડને ત્રણ ઈરાની મિસાઈલોને હવામાં જ તોડી પાડી હતી. આ ઉપરાંત બહેરીનના વિદેશ મંત્રાલયે દેશની એર ટ્રાફિક સિસ્ટમને નિશાન બનાવીને કરવામાં આવેલા ઈરાની ડ્રોન હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે.હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતો વૈશ્વિક ઊર્જા પુરવઠો આ યુદ્ધના કારણે સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. તાજેતરમાં જ યુનાઇટેડ કિંગડમ મરીન ટ્રેડ ઓપરેશન્સ અનુસાર, સંયુક્ત આરબ એમિરેટ્‌સ અને ઓમાનના દરિયાકાંઠા નજીક ટેન્કરો પર હુમલા બાદ જહાજોમાં આગ લાગવાની અને ક્રૂ મેમ્બર્સ દ્વારા જહાજ છોડવાની ઘટનાઓ સામે આવી છે. આ સંકટ વચ્ચે યમનના હુથી બળવાખોરોએ પણ સાઉદી અરેબિયા સામે રાતા સમુદ્રમાં દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી દીધી છે, જેનાથી વૈશ્વિક ઓઇલ બજાર પર વધુ એક મોટું સંકટ ઊભું થયું છે.આ વધતા તણાવ અને દરિયાઈ માર્ગો બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ઇં૮૮ને પાર પહોંચી ગયું છે, જ્યારે અમેરિકામાં પણ પેટ્રોલના ભાવ વધવાથી લોકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. આ ભારે તણાવ વચ્ચે કૂટનીતિક સ્તરે શાંતિની થોડી આશા પણ જાગી છે. યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસરૂપે ઈરાનના આંતરિક મંત્રી પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં તેઓ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવવા માટે બેઠકો કરી રહ્યા છે. અમેરિકાએ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વાટાઘાટો માટે તૈયાર છે, પરંતુ ઈરાને તેના માટે ગંભીરતા દર્શાવવી પડશે.

Related posts

‘ઈરાનના તહેરાનમાં અંધાધૂંધ ગોળીબારમાં ૨૧૭ દેખાવકારોના મોત

Master Admin

પાકિસ્તાનના આતંકવાદને હવા આપવાનું બંધ કરો : જયશંકરનો પોલેન્ડને જવાબ

Master Admin

રશિયાએ યુક્રેન પર ૪૫૦ લાંબા અંતરનાં ડ્રોન અને ૭૦ મિસાઇલ છોડી

Master Admin

Leave a Comment

Translate »